Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆમિરની ફિલ્મ દંગલે ચીનમાં કરેલી 1400 કરોડની કમાણી પર સવાલ ઉઠ્યા: ED...

    આમિરની ફિલ્મ દંગલે ચીનમાં કરેલી 1400 કરોડની કમાણી પર સવાલ ઉઠ્યા: ED સમક્ષ થશે ફરિયાદ, લાલ સિંઘ ચઢ્ઢાના ફર્જી બુકિંગનો પણ આરોપ 

    આમિર ખાનની ફિલ્મ દંગલ ચીનમાં કરેલી કરોડો રૂપિયાની કમાણી પર સવાલ ઉઠ્યા છે અને વાત ઇડી સુધી પહોંચવાની સંભાવના છે.

    - Advertisement -

    આમિરની ફિલ્મ દંગલની ચીનમાં થયેલી 1400 કરોડની કમાણીનું રહસ્ય જાણવા માટે એક સંસ્થા મેદાને આવી છે. ‘દંગલ’નું બોક્સ ઓફિસ કલેક્શન 2024 કરોડ હોવાનું કહેવાય છે, જેમાંથી 1400 કરોડ એકલા ચીનમાંથી આવ્યા હતા. આ સિવાય તાઈવાન અને હોંગકોંગમાંથી પણ આ ફિલ્મની કમાણી 60 કરોડની નજીક હોવાનું માનવામાં આવે છે. ‘લાલ સિંહ ચઢ્ઢા‘ના સમયે, દંગલની વાત એટલા માટે થઇ રહી છે કારણ કે તેની કમાણી અંગે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) સુધી ફરિયાદ પહોંચવાની શક્યતાઓ છે. લોકોને શંકા છે કે આ કમાણી નકલી છે.

    સોશિયલ મીડિયામાં એવી વાતો ચાલી રહી છે કે ઘણીવાર બોલિવૂડના લોકો બ્લેક મની વ્હાઇટ કરવા માટે ફિલ્મોના ખોટા કલેક્શનનો સહારો લે છે. ‘લીગલ રાઈટ્સ ઓબ્ઝર્વેટરી- LRO’ નામની સંસ્થાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તે આમિર ખાનની દંગલની 2000 કરોડની કમાણી અંગે ED અને આવકવેરા વિભાગ (IT)ને ફરિયાદ કરશે. ઉલ્લેખનીય છે કે ‘દંગલ’ સહિત આમિર ખાન દ્વારા નિર્મિત ઘણી ફિલ્મોનું બોક્સ ઓફિસ કલેક્શન ચીનમાં ઘણું વધારે દેખાડવામાં આવ્યું છે.

    અહી નોંધનીય છે કે હાલમાં Xiaomi, Oppo અને Vivo જેવી ચીની કંપનીઓ હજારો કરોડની કરચોરી માટે કાર્યવાહીનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં એલઆરઓનું કહેવું છે કે ચીનમાં ફિલ્મોની રિલીઝ દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવી રહ્યું છે તે વાતને નકારી શકાય નહીં. ઉપરાંત, ‘લાલ સિંહ ચઢ્ઢા’નું બુકિંગ ખોટા હોવાનો આરોપ લગાવતા એલઆરઓએ નકલી કરન્સી ફ્લો પર લગામ લગાવવા માટે તપાસ એજન્સીઓને પત્ર લખવાની પણ જાહેરાત કરી છે.

    - Advertisement -

    અન્ય યુઝરે ચીનમાં આમિર ખાનની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ શંકા વ્યક્ત કરી છે. જેમકે ‘સિક્રેટ સુપરસ્ટાર’, જે એક ઓછા બજેટની ફિલ્મ હતી જેણે ભારતમાં માત્ર રૂ. 57 કરોડની કમાણી કરી હતી, પરંતુ ચીનમાં તેનું બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 900 કરોડ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે વિશ્વભરમાં ભારતમાં 1429 કરોડ રૂપિયાનો જોરદાર બિઝનેસ કરનાર ‘બાહુબલી 2’એ ચીનમાં માત્ર 80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં