Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીમાં કેજરીવાલ સરકારે મૂક્યો છે ફટાકડા પર પ્રતિબંધ, પણ તેમની જ પાર્ટીના...

    દિલ્હીમાં કેજરીવાલ સરકારે મૂક્યો છે ફટાકડા પર પ્રતિબંધ, પણ તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓએ કરી આતશબાજી, ભાજપે કહ્યું- શું તમામ કાયદાઓ હિંદુ તહેવારો માટે જ?

    આ ઘટના બાદ ભાજપે આપના મંત્રીના નિવાસસ્થાનની બહાર ફટાકડા ફોડી રહેલા કાર્યકરો પર સવાલ ઉઠાવ્યા છે.

    - Advertisement -

    દિલ્હીના પટેલ નગરના આપ ધારાસભ્ય રાજકુમાર આનંદને કેજરીવાલ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત થતાંની સાથે જ આપના કાર્યકરોએ તેમના ઘરની બહાર હદ બહારના ફટાકડા ફોડ્યા હતા. ફટાકડા પર મુકવામાં આવેલા પ્રતિબંધના કાયદાને નેવે મૂકી તેઓ ફટાકડા ફોડીને ઢોલના તાલે નાચતા પણ જોવા મળ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ફટાકડા ફોડવા બદલ 5000 રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલની સજા પણ નક્કી કરવામાં આવી છે.

    આ ઘટના બાદ ભાજપે આપના મંત્રીના નિવાસસ્થાનની બહાર ફટાકડા ફોડી રહેલા કાર્યકરો પર સવાલ ઉઠાવ્યા છે. ભાજપનું કહેવું છે કે, ‘આપ’ સરકાર માત્ર હિંદુ તહેવારો પર ફટાકડા ફોડવાથી પરેશાન થાય છે. પ્રદૂષણના નામે દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, પરંતુ આ પ્રતિબંધ આપ કાર્યકર્તાઓને નથી લાગુ પડતો. ભાજપના નેતાઓએ રાજકુમાર આનંદ અને તેમના સમર્થકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

    સોશિયલ મીડિયામાં આપ પર આકરા પ્રહારો

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટી આપ મંત્રીની આ કરતુત બદલ આકરા પાણીએ જોવા મળી રહી છે. આપના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હોવાનો વીડિયો ટ્વીટ કરીને દિલ્હી રાજ્ય ભાજપના પ્રવક્તા હરીશ ખુરાનાએ કહ્યું હતું કે “જો આપણે હિંદુઓ દિવાળી પર ફટાકડા ફોડીશું તો પ્રદૂષણ ફેલાશે, પણ જો તમારા કાર્યકર્તાઓ મંત્રી બની જશે તો ફટાકડા ફોડવા બરાબર છે. જોકે આ સ્પેશિયલ હશે, તેનાથી પ્રદૂષણ નહીં ફેલાય. તમામ કાયદા હિન્દુઓના તહેવારો માટે જ હોય છે.

    માત્ર ભાજપ જ આ ઘટનાનો વિરોધ કરી રહી છે તેવું નથી, સામાન્ય નાગરિકો પણ આમ આદમી પાર્ટીના મંત્રીની આ હરકત અને પાર્ટીના વલણથી આક્રોશમાં જોવા મળ્યા હતા. આયુષ શર્મા આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર ગંભીર સવાલો ઉઠાવતા ફટાકડા ફોડવાનો વિડીયો શેર કર્યો હતો, તેઓ લખે છે કે “આપ ધારાસભ્ય રાજકુમાર આનંદના ઘરની બહાર ફટાકડા ફોડવામાં આવ્યાં, એ પણ તેમના મંત્રી બનવાની ખુશીમાં, ગોપાલ રાય હવે તમે તમારા મંત્રી પર IPC કલમ 268 અંતર્ગત કાર્યવાહી કરાવડાવો અને તેમને 6 મહિનાની જેલ કરો, નહીંતર આમ આદમી પાર્ટી પર તઘલખી કાર્યવાહી કરીને પોતાની ‘તુચ્છ માનસિકતા’ ન દેખાડો.”

    દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધનું કેજરીવાલ સરકારનું ફરમાન

    ઉલ્લેખનીય છે કે હિંદુઓના મહાપર્વ દિવાળી પર દિલ્હીની કેજરીવાલ સરકારનું ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું કે દિવાળી પર ફટાકડા ફોડનારને 6 મહિના સુધીની જેલ અને 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે, સાથેજ ફટાકડા વેચનારને 3 વર્ષ માટે જેલના સળિયા પાછળ જવું પડશે. દિલ્હીમાં દિવાળીના ફટાકડા ફોડનારને જેલમાં ધકેલી દેવાના ફરમાન વિષે દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જાણકારી જ આપી હતી, જેમનું નામ ઉપર યુઝરે પોતાના આક્રોશ ઠાલવતી વખતે પોસ્ટમાં લખ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં