68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કાશ્મીર ફાઈલ્સને એક પણ એવોર્ડ નહી મળ્યો હોવાના ખોટા સમાચાર ઘણી સમાચાર એજન્સીઓ અને લાઇવ સ્ટ્રીમ મીડિયા હાઉસ ચલાવી રહ્યા છે. મોટા મીડિયા સંસ્થાનો દ્વારા પણ ખોટી માહિતીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કાશ્મીર ફાઈલ્સને એક પણ એવોર્ડ ન મળવાના કારણે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી નારાજ છે.
અહી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરી હતી, જેમાં તમિલ સ્ટાર સુરૈયાને ‘સૂરરાય પોત્રુ’ માટે અને અજય દેવગણને ‘તાનાજી’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. સુરૈયાની ફિલ્મને ‘બેસ્ટ ફિલ્મ’નો એવોર્ડ પણ મળ્યો હતો જ્યારે ‘તાનાજી’ને એન્ટરટેઈનમેન્ટ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો હતો.
બીજી તરફ, કેટલાક મીડિયા સંસ્થાનોએ દાવો કર્યો હતો કે 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. ‘ABP News’ લખે છે કે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મને કોઈ એવોર્ડ મળ્યો નથી. તો બીજી તરફ, ‘આજ તક’ દ્વારા દાવો કરવામાં આવ્યો કે, “એવોર્ડ ન મળવા પર ભડકેલા વિવેક અગ્નિહોત્રીએ આ શું કહી દીધું?” ‘આજ તક’એ આ સનસનાટીભર્યા હેડિંગ સાથેનો એક વીડિયો ચલાવ્યો છે. વાસ્તવમાં વિવેક અગ્નિહોત્રીએ આપવામાં આવેલા એવોર્ડ પર પ્રતિક્રિયા આપી હતી, જેને આ રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું.
હદ તો ત્યારે થઇ જયારે ‘આજ તક’એ આ એવોર્ડને ‘નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2022’ ઘોષિત કરી દીધું. વાસ્તવમાં વિવેક અગ્નિહોત્રીએ પોતાની પ્રતિક્રિયામાં લખ્યું હતું કે, “સૂરાય પોત્રુ’ની ટીમ, અભિનેતા સુર્યા, અભિનેત્રી અપર્ણા બાલામુરલી અને ‘તાનાજી’ની ટીમ તેમજ અજય દેવગણ અને 2020ના રાષ્ટ્રીય પુરસ્કારોના તમામ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન! દક્ષિણ ભારતીય સિનેમા અને પ્રાદેશિક સિનેમા માટે આ એક મોટો દિવસ છે. હિન્દી સિનેમાને હજુ વધુ મહેનત કરવાની જરૂર છે.”
A lot of reputed media houses are running a vicious ‘Hit Job’ against #TheKashmirFiles. And noone is fact-checking them. If they do this to ‘terrorist friendly’ Bollywood films, ecosystem would instantly call it Islamophobia.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 25, 2022
I leave it here for your conscience to decide. pic.twitter.com/zCfzqCtZAJ
જો તમે આ ટ્વીટ પર ધ્યાન આપશો તો આપને તમામ જવાબો મળી જશે, વિવેક દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ એવોર્ડ્સ 2020માં રિલીઝ થયેલી ફિલ્મોને આપવામાં આવ્યા છે. આ સમારોહ વર્ષ 2020 માટે હતો, જ્યારે કોરોના વાયરસ સંક્ર્મણ તેની ચરમસીમાએ હતું. અને મહામારીના કારણે કારણે પુરસ્કાર સમારોહમાં વિલંબ થયો હતો. જ્યારે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માર્ચ 2022માં રિલીઝ થઈ હતી. અત્યારે વર્ષ 2022 ચાલી રહ્યું છે, તો આ વર્ષની કોઈપણ ફિલ્મને એવોર્ડ કેવી રીતે મળી શકે?
નિયમ એવો છે કે જે વર્ષમાં પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે, તે વર્ષમાં માત્ર ‘સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન’ એટલે કે સેન્સર બોર્ડ સમક્ષ આવી હોય તેવી ફિલ્મોને જ પ્રમાણપત્ર માટે ગણવામાં આવે છે. પુરસ્કારોની જાહેરાત જ્યુરીના વિચાર-વિમર્શ પછી વર્ષ પસાર થયા પછી જ કરવામાં આવે છે. જ્યારે 2020માં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પણ સંપૂર્ણ રીતે બની ન હતી. આવી સામાન્ય સ્થિતિમાં પણ ટીઆરપી માટે મીડિયા માત્ર અફવાઓ ફેલાવી રહ્યું છે.