Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅયોધ્યા: હનુમાન મંદિરમાં સૂતેલા યુવકની ગળું કાપીને હત્યા, પોલીસે શરૂ કરી તપાસ 

    અયોધ્યા: હનુમાન મંદિરમાં સૂતેલા યુવકની ગળું કાપીને હત્યા, પોલીસે શરૂ કરી તપાસ 

    વીજળી ગુલ થઇ જવાના કારણે ગરમી લાગવાથી ઘરની બહાર સ્થિત હનુમાન મંદિરના પ્રાંગણમાં જઈને ઊંઘી ગયો હતો. જ્યારે સવાર થઇ તો પરિજનોએ તેનું લોહીથી લથબથ શરીર જોયું હતું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના અયોધ્યામાં (Ayodhya) સ્થિત એક હનુમાન મંદિરમાં ઊંઘેલા યુવકની ગળું કાપીને હત્યા કરી નાંખવાનો મામલો સામે આવ્યો છે. યુવક મૂળ અમેઠીનો રહેવાસી હતો અને અયોધ્યા તેના મામાના ઘરે આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તો બીજી તરફ મોટી સંખ્યામાં સુરક્ષાબળો તહેનાત કરી દીધા છે. 

    પ્રાપ્ત વિગતો અનુસાર, 35 વર્ષીય યુવક પંકજ શુક્લા રાત્રે વીજળી ગુલ થઇ જવાના કારણે ગરમી લાગવાથી ઘરની બહાર સ્થિત હનુમાન મંદિરના પ્રાંગણમાં જઈને ઊંઘી ગયો હતો. જ્યારે સવાર થઇ તો પરિજનોએ તેનું લોહીથી લથબથ શરીર જોયું હતું. તેનું ગળું કાપીને હત્યા કરી નાંખવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 

    એક વિડીયો સામે આવ્યો છે જેમાં મંદિરની બહાર એક મૃતદેહ પડેલો દેખાય છે અને તેના ગળામાંથી લોહી નીકળતું પણ જોઈ શકાય છે. ઘટના બાદ તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ અમુક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, મૃતક યુવકના પરિજનોમાં જમીન મામલે વિવાદ ચાલતો હતો અને તે તેની માતાને લઈને આવનજાવન કરતો રહેતો હતો. મૃતકના પરિવારના અન્ય સભ્યો મુંબઈ રહે છે. યુવક છેલ્લા 2 મહિનાથી અયોધ્યા તેના મામાના ઘરે રહેતો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

    હનુમાન મંદિરમાં યુવકની હત્યા (Murder) મામલે અયોધ્યા પોલીસે જણાવ્યું કે, તેમને સવારે 6 વાગ્યે ગામના મંદિરમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જાણકારી બાદ પોલીસ સ્થળે પહોંચી હતી. તેના ગળા પર ઘાના નિશાન હતા. જાણકારી મળી કે મૃતકની ઉંમર લગભગ 35 વર્ષ હતી અને તે અહીં મામાના ઘરે છેલ્લા લગભગ 2 મહિનાથી રહેતો હતો. ઘટનાની પોલીસ દ્વારા ફોટો-વીડિયોગ્રાફી કરીને તમામ પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. આ મામલે મૃતકના પરિજનો પાસેથી વધુ વિગતો મેળવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ ઘટનાની તપાસ માટે ટિમ પણ બનાવી હોવાનું અહેવાલો પરથી જાણવા મળ્યું છે.

    તાજા સમાચાર અનુસાર, યુવકની હત્યા કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તેનું નામ ગુલ્લુ મિશ્રા હોવાનું જણાવવામાં આવ્યું છે. જે મૃતક યુવકના મામાનો છોકરો છે. પોલીસે જણાવ્યું કે ગત રાત્રિએ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ તેણે હત્યાને અંજામ આપ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં