Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચાર જ સેકન્ડમાં નારિયેળ છોલવાનો વિડીયો વાયરલ: હોળી પર શરતો રમવાની 200...

    ચાર જ સેકન્ડમાં નારિયેળ છોલવાનો વિડીયો વાયરલ: હોળી પર શરતો રમવાની 200 વર્ષ જૂની પરંપરા હજુ અકબંધ- ઑપઇન્ડિયા એક્સક્લુઝિવ

    આ પ્રથા આશરે 200 વર્ષ જૂની હોવી જોઈએ. વર્ષોથી અમારા ગામમાં હોળી પહેલા આવતી અગિયારસથી આ રીતની અલગ અલગ શરતો રમાતી આવી છે. જેમાં શારીરિક કે માનસિક કૌવત બતાવીને શરત જીતવાની હોય છે.

    - Advertisement -

    ભારત દેશ વિવિધતામાં એકતા વાળો દેશ છે. અહિયાં દર થોડા અંતરે અલગ અલગ પરંપરાઓ જોડાયેલી છે. ભારતને તહેવારોનો દેશ પણ કહેવામાં આવે છે. સૌથી આનંદની વાતએ હોય છે કે અલગ અલગ વિસ્તારોમાં આ તહેવારો અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. આવી જ એક પરંપરા નવસારીમાં રહેતા અને ઉત્તરગુજરાતના બનાસકાંઠાનાથી આવીને વસેલા લોકો મનાવે છે. જેમાં હોળીના દિવસ પહેલા શરત શરત રમતા હોય છે. હાલમાં જ તેવી શરતનો એક વિડીયો વાયરલ થયો છે. 

    સોશિયલ મીડિયામાં શરતનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવાન પલકના ઝબકારામાં શ્રીફળ પોતાના દાંતથી છોલી મુકે છે. વિડીયો લોકો ધડાધડ શેર કરી રહ્યા છે. આ વિડીયો નવસારીમાં રહેતા લક્ષ્મણભાઈ પુરોહિતનો છે. તેઓ મૂળ બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના રવિધામ ગામના વાતની છે. છેલ્લા 30 વર્ષથી નવસારીમાં રહે છે. વેકેશન દરમિયાન તેઓ પોતાના વતનમાં જાય છે. અમે તેમને રૂબરૂ મળીને વાયરલ વિડીયો બાબતે પૂછપરછ કરી હતી. જેમાં તેમણે વિડીયો પોતાનો હોવાની પુષ્ટિ કરી હતી.

    વાયરલ વિડીયો અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો તેઓ હોળીના દિવસો દરમિયાન શરતો રમતા હોય છે ત્યારનો છે. તેમની વચ્ચે શરત લાગી હતી કે કોણ જલ્દી દાંતથી નારીયેલ છોલી શકે છે જેમાં તેમણે આ નારીયેલ ફક્ત ચાર સેકન્ડમાં જ છોલી મુક્યું હતું. જેમાં લક્ષ્મણભાઈ શરત જીતી ગયા હતા. 

    - Advertisement -

    આ રમતની પ્રથા વિષે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રથા આશરે 200 વર્ષ જૂની હોવી જોઈએ. વર્ષોથી અમારા ગામમાં હોળી પહેલા આવતી અગિયારસથી આ રીતની અલગ અલગ શરતો રમાતી આવી છે. જેમાં શારીરિક કે માનસિક કૌવત બતાવીને શરત જીતવાની હોય છે. તેઓ હાલમાં વર્ષોથી નવસારીમાં છે, ઉપરાંત તેમના સમાજ અને વિસ્તારના લોકો પણ અહિયાં હોવાથી આ શરત રમવાનું અહિયાં પણ ચાલુ કર્યું છે. તેઓ છેલ્લા 20 વર્ષથી આ રીતની રમતો રમતા આવ્યા છે. તેમનું કહેવું છે કે શહેરોમાં આવીને પણ અમે પરંપરા જાળવી રાખી છે. 

    તેમને એ પણ ઉમેર્યું હતું કે આ એક આનંદનું માધ્યમ છે, અમે મિત્રો આવા સમયે ભેગા થઇને સ્પર્ધા કરીએ છીએ જેમાં મનોરંજન સાથે સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા પણ કેળવાય છે. રમતના નિયમો બાબતે પૂછતાં તેમને કહ્યું હતું કે કોઈ ચોક્કસ નિયમો હોતા નથી. અહિયાં તમે કોઈ પણ પ્રકારની શરત મારી શકો છો, જેમ કે કોણ જલ્દી નારીયેલ છોલી શકે છે? કોણ નારીયેલ કેટલું દુર ફેકી શકે છે? કોણ નારીયેલને ઉલટું ફેંકી શકે છે? આમ તમે પ્રતિસ્પર્ધીને કોઈ પણ બાબતે ચેલેન્જ કરી શકો છો. 

    વિજેતાને મળતા ઇનામો બાબતે પૂછતાં તેમને જણાવ્યું હતું કે કોઈ ઇનામ નથી હોતું મોટા ભાગે નારીયેળ નારીયેળની શરત જ રાખવામાં આવે છે, અંતે જેની પાસે સૌથી વધુ નારીયેળ રહે તે વિજેતા ગણાય છે. ઘણીવાર પૈસાની શરત રાખવામાં આવે છે. તેમાં પણ વિજેતા નાણા ઘરે નથી લઇ જતો અંતે સાથે મળીને તે નાણાથી ચા પાણી નાસ્તો કરી લેતા હોય છે. તો પણ પૈસા વધે તો ગૌશાળા કે પક્ષીઓના દાણા માટે દાન કરી દેતા હોય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં