Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસરસ્વતી પૂજા કરવા કરાવવા બદલ શિક્ષિકાને થવું પડ્યું સસ્પેન્ડ, દિલ્હીનો મામલો: ગુરુદ્વારા...

  સરસ્વતી પૂજા કરવા કરાવવા બદલ શિક્ષિકાને થવું પડ્યું સસ્પેન્ડ, દિલ્હીનો મામલો: ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ચલાવાય છે શાળા

  પ્રબંધન સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ હરવિંદર સિંહ સરના સહિત અનેક નેતાઓએ શાળામાં સરસ્વતી પૂજા યોજવાનો વિરોધ કર્યો હતો.

  - Advertisement -

  વસંત પંચમીનું અનેરું મહત્વ છે. આ દિવસે વિદ્યાના દેવી મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. પરંતુ દિલ્લીમાં એક શાળામાં સરસ્વતી પૂજા કરાવવા બદલ વિવાદ થયો છે. વિવાદ ત્યાં સુધી પહોંચ્યો છે કે સરસ્વતી પૂજા કરનાર શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  મળતી માહિતી મુજબ, દક્ષિણ દિલ્હીમાં આવેલી આ ગુરુ હર કિશન પબ્લિક સ્કુલ કે જે શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા સંચાલિત છે, જ્યાં એક સંગીતની શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેણે શાળામાં સરસ્વતી પૂજાનું આયોજન કર્યું હતું. 

  આ મામલે દિલ્લી ગુરુદ્વારા કમિટીના પ્રમુખ હરમીત સિંહ કાલકાએ જણાવ્યું હતું કે, શીખોમાં મૂર્તિ પૂજા પ્રતિબંધિત છે. સંગીતની શિક્ષિકાએ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર સરસ્વતી પૂજા કરી હતી. જ્યારે આચાર્ય દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી ત્યારે તે શિક્ષિકાએ જવાબમાં કહ્યું હતું કે હું વર્ષોથી આવી રીતે પુજા કરું જ છું. સમિતિના ધ્યાને આ મામલો આવતાં જ પગલાં લીધા હતા અને શિક્ષિકાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં હતી. આ ઉપરાંત આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના પણ કરવામાં આવી છે.

  - Advertisement -

  દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ હરવિંદર સિંહ સરના સહિત અનેક નેતાઓએ શાળામાં સરસ્વતી પૂજા યોજવાનો વિરોધ કર્યો હતો. સરનાએ કહ્યું, “સમિતિ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં મૂર્તિપૂજાની કોઈ પરંપરા નથી. વર્તમાનમાં શીખોની ગરિમા વિરુદ્ધના અનેક મામલા સામે આવ્યા છે.”

  તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “શાળા ગુરુદ્વારા સમિતિના પૈસાથી ચાલે છે, પરંતુ તેમાં તમામ ધર્મના લોકો અભ્યાસ કરે છે. શીખ મેનેજમેન્ટ પાસેથી મળેલી રકમ શીખો અને તેમના ગુરુઓના ઉપદેશો પાછળ ખર્ચવામાં આવે. ગુરુદ્વારા સમિતિ શીખ આચાર સંહિતાનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.”

  તેમણે આગળ કહ્યું કે, ત્રણ સભ્યોની તપાસ સમિતિ આ મામલે ઊંડી તપાસ કરશે. સાથે એ પણ જોવામાં આવશે કે કોઈ રાજનીતિક ષડ્યંત્ર તો નથી ને? કારણ કે હમણાં હમણાં શીખ પરંપરા વિરુદ્ધના ઘણા મામલાઓ સામે આવ્યા છે. જોકે હજુ તપાસ ચાલુ કરી છે, જ્યારે સંપૂર્ણ રિપોર્ટ આવશે પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં