Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન પોતાના જ આતંકવાદથી પીડિત? ઈસ્લામાબાદમાં વાહન ચેકિંગ દરમિયાન ઇસમે પોતાને બોમ્બથી...

    પાકિસ્તાન પોતાના જ આતંકવાદથી પીડિત? ઈસ્લામાબાદમાં વાહન ચેકિંગ દરમિયાન ઇસમે પોતાને બોમ્બથી ઉડાવ્યો; પોલીસ કર્મચારીનું મોત, અનેક ઘાયલ

    મળતી માહિતી મુજબ ઈસ્લામાબાદમાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટમાં એક પોલીસકર્મીનું મોત થયું છે. ઘાયલોમાં ચાર પોલીસકર્મી અને બે સ્થાનિક પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    ભારતમાં અને વિશ્વમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાન ફરી એક વાર તેના જ આતંકવાદની ઝપેટમાં આવી ગયું છે, ઈસ્લામાબાદમાં વાહન ચેકિંગ દરમિયાન ઇસમે પોતાને બોમ્બથી ઉડાવ્યો હોવાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં વાહન ચેકિંગ કરી રહેલ એક પોલીસ કર્મચારીનું મૃત્ય થયું હતું જયારે અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

    અહેવાલો અનુસાર શુક્રવારે ઇસ્લામાબાદના I-10/4 સેક્ટરમાં એક કારમાં આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. ઈસ્લામાબાદ પોલીસે માહિતી આપી હતી કે ઈસ્લામાબાદમાં વાહન ચેકિંગ દરમિયાન ઇસમે પોતાને બોમ્બથી ઉડાવ્યો હતો. ઘટના દરમિયાન પોલીસ અધિકારીઓ વાહનોની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદ કારને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. કાર અટકતાની સાથે જ તેમાં બેઠેલા વ્યક્તિએ પોતાની જાતને ઉડાવી દીધી.

    ચાર પોલીસકર્મીઓ સહિત 6 લોકો ઘાયલ એક પોલીસ કર્મીનું મોત

    મળતી માહિતી મુજબ ઈસ્લામાબાદમાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટમાં એક પોલીસકર્મીનું મોત થયું છે. ઘાયલોમાં ચાર પોલીસકર્મી અને બે સ્થાનિક પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે. બ્લાસ્ટની વિડીયો ફૂટેજમાં એક વાહનનો સળગતો કાટમાળ દેખાઈ રહ્યો હતો અને નજીકમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોવા મળી રહ્યા હતા.

    - Advertisement -

    શંકાસ્પદ વાહનમાં બુરખો પહેરેલી ખાતુન સાથે એક પુરુષ પણ હતો

    પાકિસ્તાની મીડિયાના અહેવાલો મુજબ ડીજીપી સોહેલ ઝફરે જણાવ્યું હતું કે પોલીસે શુક્રવારે સવારે 10.15 વાગ્યે આ વિસ્તારમાં એક શંકાસ્પદ વાહન જોયુ હતું. કારમાં એક પુરુષ અને એક મહિલા હતા. તેમણે કહ્યું કે જ્યારે પોલીસે કાર રોકી તો કારમાં સવાર બંને લોકો બહાર નીકળી ગયા. જ્યારે અધિકારીઓ કારની તપાસ કરી રહ્યા હતા, ત્યારે તે વ્યક્તિ વાહનની અંદર ગયો અને પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો, આ ઘટનામાં એક પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું હતું.

    ઇસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટ તરત બાદ એક નિવેદમાં વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો જરદારી નિંદા કરતા એક પોલીસ કર્મચારીના મોત અંગ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઇસ્લામાબાદ પોલીસના જવાનોને અમે સલામ કરીએ છીએ. પાકિસ્તાની તહરીક-એ-ઇન્સાવના નેતા અસદ ઉમરે કહ્યું હતું કે ઇસ્લામાબાદમાં એક આત્મઘાતી હુમલામાં સંકેત આપ્યો હતો કે દેશ ઝડપથી વિનાશ તરફ આગળ વધી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં