Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મને આ કેસ વિશે કોઈ જાણકારી નથી, વકીલે કરી છે છેતરપિંડી': યોગગુરુ...

    ‘મને આ કેસ વિશે કોઈ જાણકારી નથી, વકીલે કરી છે છેતરપિંડી’: યોગગુરુ રામદેવ સામે કેસ કરનાર મુસ્લિમ યુવકનો ખુલાસો, પોતાના જ વકીલ પર લગાવ્યા આરોપ

    બાબા રામદેવ પર બાડમેરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઈસ્લામ તેમજ ઈસાઈ ધર્મ પર વિવાદાસ્પદ નિવેદનો આપવાનો આરોપ હતો. આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો.

    - Advertisement -

    થોડા દિવસ પહેલા જ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં યોગગુરુ બાબા રામદેવ વિરુદ્ધ ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ બાડમેરના રહેવાસી પિટાઈ ખાન નામના વ્યક્તિએ નોંધાવ્યો હતો. તેમાં બાબા રામદેવ પર બાડમેરમાં મુસ્લિમો પર ટિપ્પણી કરવાનો અને ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

    ચોંકાવનારી વાત એ છે કે અહેવાલો મુજબ હવે પિટાઈ ખાને મીડિયા સામે આવીને કહ્યું છે કે તેમને આ ફરિયાદ અંગે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે વકીલે તેની સાથે છેતરપિંડી કરી અને કેસ નોંધ્યો હતો.

    ‘મને ખોટી રીતે ફસાવાયો છે’ – પિટાઈ ખાન

    યોગગુરુ બાબા રામદેવ સામેના કેસમાં વ્યક્તિ તરીકે તેમનું નામ સામે આવ્યા બાદ પિટાઈ ખાન રવિવારે મીડિયાની સામે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે “મને ફસાવવામાં આવ્યો છે.” પિટાઈ ખાને કહ્યું કે તેમની પાસે ફરિયાદ અંગે કોઈ માહિતી નથી. આ સાથે તેણે કહ્યું કે તે આ મામલે કોઈ ફરિયાદ નોંધાવવા માંગતો નથી.

    - Advertisement -

    પિટાઈ ખાને દાવો કર્યો છે કે તેમના વકીલે તેમને ઘણા વર્ષોથી ચાલી રહેલા જમીન વિવાદ સંબંધિત એક કેસને લઈને ફોન કર્યો હતો. આ બહાને વકીલે મારી સહી લીધી. તેણે કહ્યું કે તે અભણ છે. આ સાથે તેમણે કહ્યું કે અમે આ મામલે આગળ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી.

    શું હતો પૂરો મામલો?

    વાસ્તવમાં, બાડમેર જિલ્લામાં 5 ફેબ્રુઆરીએ, યોગગુરુ બાબા રામદેવ વિરુદ્ધ પિટાઈ ખાનના નામે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ દુશ્મનાવટ, નફરત અને કડવાશને પ્રોત્સાહન આપવા માટે ભડકાઉ નિવેદનો કરવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે 2 ફેબ્રુઆરીએ બાબા રામદેવે રાજસ્થાનના બાડમેરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. તે દરમિયાન બાબા રામદેવે મંચ પરથી કથિત રીતે કહ્યું હતું કે “ઇસ્લામ ધર્મનો અર્થ માત્ર નમાજ પઢવો છે, ભલે તમે ગમે તે કરો, આતંકવાદી બનો, ગુનેગાર બનો, હિંદુ છોકરીઓને ઉપાડો, જે ઈચ્છો તે કરો, પરંતુ પાંચ વખતની નમાઝ પઢો.”

    બાબા રામદેવના આ નિવેદન બાદ તેમના વિરુદ્ધ પિટાઈ ખાનના નામે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે પીટાઈ ખાને કહ્યું કે તેમને આ અંગે કોઈ માહિતી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં