Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપહેર્યો હતો બુરખો, અંદરથી નીકળ્યો ઇમરાન! તમંચો અને કારતૂસ પણ મળી આવ્યા:...

    પહેર્યો હતો બુરખો, અંદરથી નીકળ્યો ઇમરાન! તમંચો અને કારતૂસ પણ મળી આવ્યા: પોલીસને જોઈને ભાગ્યો હતો

    પોલીસે તપાસ કરી તો તેની પાસેથી એક તમંચો અને એક જીવતો કારતૂસ પણ મળી આવ્યો હતો. આરોપીએ તેને પેન્ટમાં સંતાડી રાખ્યો હતો. પોલીસે આ હથિયાર અને કારતૂસ જપ્ત કરી લીધાં હતાં. 

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના અમરોહામાંથી યુપી પોલીસે એક બુરખા પહેરેલા યુવકને ઝડપી પાડ્યો છે. તેની ઓળખ ઇમરાન તરીકે થઇ છે. તેની પાસેથી ગેરકાયદેસર તમંચો અને એક 1 કારતૂસ પણ મળી આવ્યો છે. બુરખો પહેરેલો ઇમરાન પોલીસને જોઈને ભાગવા માંડ્યો હતો, જેના કારણે પોલીસને શંકા ગઈ હતી. 

    આ ઘટના શુક્રવાર (2 ડિસેમ્બર 2022)ની છે. અમરોહાના જ એક પોલીસ મથકે મામલાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઑપઇન્ડિયા પાસે FIR કૉપી ઉપલબ્ધ છે. પોલીસ અધિકારીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ઘટનાના દિવસે તેઓ સાથી કોન્સ્ટેબલ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પેટ્રોલ પમ્પ પાસે ઉભેલો એક વ્યક્તિ તેમને જોઈને ઝડપથી ચાલવા માંડ્યો હતો. જેના કારણે પોલીસને શંકા ગઈ હતી. 

    પોલીસે આરોપીને ઉભા રહેવા કહ્યું, પરંતુ પછી તે દોડવા માંડ્યો. ત્યારબાદ પોલીસે તેનો પીછો કરીને થોડીવાર બાદ તેને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ ઇમરાન અને પિતાનું નામ ઇરફાન જણાવ્યું હતું. તે અમરોહાના ઇસ્લામ નગરનો રહેવાસી છે. 

    - Advertisement -

    પોલીસે તપાસ કરી તો તેની પાસેથી એક તમંચો અને એક જીવતો કારતૂસ પણ મળી આવ્યો હતો. આરોપીએ તેને પેન્ટમાં સંતાડી રાખ્યો હતો. પોલીસે આ હથિયાર અને કારતૂસ જપ્ત કરી લીધાં હતાં. 

    ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઈમરાનની ધરપકડ દરમિયાન આસપાસથી પસાર થતા લોકોને સાક્ષી બનવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ તૈયાર થયું ન હતું. આખરે પોલીસ તેને પકડીને પોલીસ મથકે લઇ આવી હતી. ત્યારબાદ તેના પરિજનોને મામલાની જાણ કરવામાં આવી હતી. 

    પોલીસે જણાવ્યું કે, આરોપી સામે 3/25 આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 

    મીડિયા રિપોર્ટ્સ એમ પણ જણાવી રહ્યા છે કે આરોપી ઇમરાન ખિસ્સાકાતરુ છે અને ચોરી કરવા માટે જ તેણે બુરખો પહેર્યો હતો. તે બુરખો પહેરીને મહિલાઓ વચ્ચે ઘૂસી જઈને તેમના પર્સ વગેરેની ચોરી કરવાની ફિરાકમાં હતો. 

    હાલ પોલીસે ઇમરાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં