Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પહેલાથી જ હિંદુ ધર્મથી પ્રભાવિત છું, મને દિવાળી બહુ ગમે છે': કોમેશ...

    ‘પહેલાથી જ હિંદુ ધર્મથી પ્રભાવિત છું, મને દિવાળી બહુ ગમે છે’: કોમેશ પાઠક સાથે લગ્ન કરવા શબનમે સનાતન અપનાવ્યો, પ્રસાશનની મંજુરી બાદ બની નેહા પાઠક

    એવું કહેવામાં આવી રહ્યું છે કે શબનમ ઘણાં લાંબા સમય પહેલાથી જ હિન્દુ ધર્મથી પ્રભાવિત હતી. તેને દિવાળીનો તહેવાર ખૂબ જ ગમે છે. તેના કારણે જ લગ્ન પછી શબનમે હિંદુ ધર્મ અપનાવવાનું નક્કી કર્યું છે. આ અંગે તેણે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં શબનમ નામની યુવતીએ સનાતન સ્વીકાર્યો છે. હવે તે નેહા પાઠક તરીકે ઓળખાશે. શબનમે કોમેશ પાઠક નામના હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા છે. બંનેના પરિવારજનોને આ લગ્ન સામે વાંધો હતો, ત્યારબાદ શબનમે પહેલા હાઈકોર્ટ અને બાદમાં જિલ્લા વહીવટીતંત્રનો સહારો લીધો હતો. 21 ડિસેમ્બર, 2022 ના રોજ, ઇટાના એડીએમએ પણ આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી અને 21 દિવસની અંદર વાંધા અરજી માંગી હતી. જો કોઈ પણ વાંધો નહિ ઉઠાવે તો જિલ્લા વહીવટીતંત્ર શબનમને હિન્દુ બનવાનું પ્રમાણપત્ર આપી શકે છે.

    એટા ખાતે રહેતી શબનમ જેણે સનાતન સ્વીકાર્યો છે તેણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શબનમ મૂળ ઉત્તર પ્રદેશના ગાઝીપુરની રહેવાસી છે. તે હરિયાણાના માનેસરમાં તેની મોટી બહેન સાથે રહેતી હતી. ઇટાનો રહેવાસી કોમેશ પાઠક નામનો યુવક તે જ જગ્યાએ મેડિકલ કંપનીમાં નોકરી કરતો હતો. બંનેની મુલાકાત માનેસરમાં જ થઈ હતી. ધીમે ધીમે બંને મળવા લાગ્યા અને એકબીજાના પ્રેમમાં પડ્યા. થોડા સમય પછી જ્યારે બંનેના પરિવારજનોને ખબર પડી તો તેઓએ વાંધો ઉઠાવ્યો હતો. પણ આખરે શબનમ અને કોમેશે લગ્ન કરવાનું નક્કી કર્યું.

    પહેલેથી જ હિંદુ ધર્મથી પ્રભાવિત છે શબનમ

    એવું કહેવામાં આવી રહ્યું છે કે શબનમ ઘણાં લાંબા સમય પહેલાથી જ હિન્દુ ધર્મથી પ્રભાવિત હતી. તેને દિવાળીનો તહેવાર ખૂબ જ ગમે છે. તેના કારણે જ લગ્ન પછી શબનમે હિંદુ ધર્મ અપનાવવાનું નક્કી કર્યું છે. આ અંગે તેણે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. હાઈકોર્ટે તેને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) સાથે સંબંધિત ગણાવ્યું હતું. ત્યાંથી આવ્યા બાદ શબનમે એટાના ડીએમ અંકિત અગ્રવાલને હિંદુ ધર્મ સ્વીકારવા માટે અરજી આપી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર એટાના એડીએમ આલોક કુમારે તેમના નોટિસ બોર્ડ પર એક નોટિસ ચોંટાડીને શબનમની માંગ સામે વાંધો ઉઠાવનારાઓને 21 દિવસનો સમય આપ્યો હતો.

    - Advertisement -

    અન્ય એક અહેવાલ અનુસાર , જો 21 દિવસમાં કોઈ વાંધો નહીં આવે તો હવે જિલ્લા વહીવટીતંત્ર શબનમને હિન્દુ હોવાનું પ્રમાણપત્ર આપી શકે છે. એટા જિલ્લામાં સત્તાવાર રીતે સ્વૈચ્છિક ધર્માંતરણનો આ પહેલો કિસ્સો હશે. હાલમાં નેહા અને કોમેશ સાથે રહે છે. બંને પરિવારો એકબીજાના સંપર્કમાં હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં