Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે વટવામાં બીબી તળાવ પાસે સામે આવી ઇસનપુર જેવી ઘટના: જાહેર રોડ...

    હવે વટવામાં બીબી તળાવ પાસે સામે આવી ઇસનપુર જેવી ઘટના: જાહેર રોડ પર કોઈ ફેંકી ગયું મૃત પશુનું ધડ, પોલીસે તપાસ આદરી

    પોલીસે હાલ આ મૃત પશુનું શરીર કબ્જે કર્યો છે અને તેના સેમ્પલને FSLમાં મોકલી આપેલો છે. પોલીસ દરેક દ્રષ્ટિએ તપાસ કરી રહી છે કે આ ધડ કોણ નાખી ગયેલું હશે, શું તેને કતલખાને લઇ જવામાં આવી રહ્યું હશે કે પછી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હશે.

    - Advertisement -

    અમદાવાદમાં જાહેર રસ્તા પર મૃત પશુનું શરીર ફેંકી જવાનો કિસ્સો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. ગત વર્ષે ફૈઝાન નામના વ્યક્તિએ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઈસનપુરના શિવમંદિર બહાર મૃત પશુનું કપાયેલું માથું નાખ્યું હતું. આવો જ કિસ્સો હવે વટવાથી સામે આવ્યો છે.

    ન્યુઝ18ના અહેવાલ અનુસાર વટવાના બીબી તળાવ નજીકની ઉસ્માની મસ્જિદ પાસે આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. રસ્તે આવતા જતા લોકોની નજર પડ્યા બાદ પોલીસને આ બાબતે જાણ હતી.

    પોલીસે હાલ આ મૃત પશુનું શરીર કબ્જે કર્યો છે અને તેના સેમ્પલને FSLમાં મોકલી આપેલો છે. પોલીસ દરેક દ્રષ્ટિએ તપાસ કરી રહી છે કે આ ધડ કોણ નાખી ગયેલું હશે, શું તેને કતલખાને લઇ જવામાં આવી રહ્યું હશે કે પછી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હશે.

    - Advertisement -

    શ્રાવણ માસમાં ફૈઝાને ઇસનપુર શિવમંદિર પાસે નાખ્યો હતો કાપેલો ગૌવંશ

    ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલ ગોવિંદવાડી ખાતે અજાણ્યાં તોફાની તત્વોએ હિંદુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું ખુબ જ દુષ્ટ કૃત્ય કર્યું હતું. શ્રાવણના પવિત્ર મહિનામાં ગોવિંદવાડી પાસેના શિવમંદિર સામે ગૌવંશના કાપાયેલા ટુકડા ફેંકવામાં આવ્યા હતા અને પાસેની ભગવાનનગર સોસાયટીના દરવાજા સામે જ ગાયનું કપાયેલુ માથું ફેંકવામાં આવ્યું હતું.

    ગૌમાંસના અવશેષ મળી આવતાં જ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને શ્રાવણ માસ ચાલતો હોઈ મંદિરમાં લોકોની ભીડ પણ વધુ હતી. સમાચાર પ્રસારિત થયા બાદ લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં તો પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ હતી અને લોકોએ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ એક નાગરિકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ટોળામાં હાજર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે કેસરી રંગના એક્ટિવ ઉપર એક કાળા કલરની ટી-શર્ટ અને વાદળી જીન્સ પહેરેલો એક વ્યક્તિ એક્ટિવમાં આગળ પશુમાંસનો જથ્થો લઈને પૂરઝડપે જતો હતો અને જેના એક્ટિવમાંથી પશુમાંસ રોડ પર ફેંકી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું.

    ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી તેના આધારે અમદાવાદના વટવામાં રહેતા મોહમ્મદ ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં