Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહથિયારો અને ડ્રગ્સ ઘૂસાડવા માટે સરહદપારથી આવતાં હતાં ડ્રોન, આ વર્ષે ભારતીય...

    હથિયારો અને ડ્રગ્સ ઘૂસાડવા માટે સરહદપારથી આવતાં હતાં ડ્રોન, આ વર્ષે ભારતીય સેનાએ 22 તોડી પાડ્યાં: નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવનારી BSFની ટીમને 1 લાખનું ઇનામ

    BSFએ 2020 અને ગયા વર્ષે (2020માં જમ્મુમાં અને 2021માં પંજાબમાં) માત્ર એક-એક ડ્રોનને તોડી પાડ્યું હતું. પરંતુ આ વખતે આ આંકડો 22 સુધી પહોંચી ગયો છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી દેશની સીમાઓ એટલી સુરક્ષિત થઇ ચુકી છે કે પાડોશી દેશને તસ્કરી અને ઘુસણખોરી કરવાના ફાંફાં પડી ગયાં છે. તે છતાં પોતાની હરકતો ન છોડતો પાડોશી દેશ કોઈને કોઈ અવળચંડાઈ કરતો રહે છે. ક્યારેક દરિયામાં બોટથી ઘૂસણખોરી તો ક્યારેક જમીની સરહદો પર ડ્રોન દ્વારા કે પછી ડ્રગ્સ અને હથિયારો પહોંચાડવાના પાક.ના નાપાક ઈરાદાઓ પર ભારતની સીમાઓ પર બાજ નજર રાખનાર આપણા જવાનો પાણી ફેરવી દે છે. તેવામાં હવે અનેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડનાર BSF હીટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે 1 લાખની રાશિથી સન્માનિત કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર અનેક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડનાર BSF હીટ ટીમને પ્રોત્સાહિત કરવા માટે 1 લાખની રકમનું ઇનામ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પંજાબમાં ડ્રોન દ્વારા ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં ઝડપથી વધારો થયો છે. દરમિયાન BSF હીટ ટીમ પાકિસ્તાની ડ્રોનને રાઈફલ ફાયરિંગ અથવા જામિંગ ટેકનિકથી તોડી પાડે છે. તેમના આ કામથી દેશની સીમામાં ગેરકાનૂની હથિયાર અને ડ્રગ્સ ઘૂસાડવાના પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફરી વળે છે, તેવામાં એક લાખ રૂપિયાની રોકડ રકમ સાથે એ ટીમને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.

    માહિતી આપનાર સ્થાનિકોને પણ પ્રોત્સાહિત કરાય છે

    ઉલ્લેખનીય છે કે જલંધર સ્થિત BSFના પંજાબ ફ્રન્ટિયરે ડ્રોન અને ડ્રગ-શસ્ત્રોના દાણચોરો વિશે માહિતી આપનારને ઈનામની જાહેરાત કરી હતી. BSF આ વર્ષે બોર્ડર પર 22 ડ્રોન તોડી પાડવામાં સફળ રહ્યું છે. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે એક ડઝનથી વધુ ટીમોને ઈનામ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જો કોઈ સ્થાનિક વ્યક્તિ કે જૂથ દ્વારા પણ આ પ્રકારની ગતિવિધિઓની માહિતી આપે તો તેમને પણ આ ઇનામની રકમ આપી પ્રોત્સાહિત આપવામાં આવે છે.

    - Advertisement -

    આ વર્ષે સરહદ પારથી 311 ડ્રોન મોકલવામાં આવ્યાં

    મળતી માહિતી અનુસાર BSFએ 2020 અને ગયા વર્ષે (2020માં જમ્મુમાં અને 2021માં પંજાબમાં) માત્ર એક-એક ડ્રોનને તોડી પાડ્યું હતું. પરંતુ આ વખતે આ આંકડો 22 સુધી પહોંચી ગયો છે. સુરક્ષા દળોની સત્તાવાર માહિતી અનુસાર જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સાથે 2,289 કિમીની ભારત-પાકિસ્તાન સરહદે ડ્રોન મળવાની સંખ્યા 2020 માં 77 થી વધીને 2021 માં 104 અને આ વર્ષે 23 ડિસેમ્બર સુધીમાં 311 થઈ ગઈ છે. આમાંથી લગભગ 75 ટકા ડ્રોન પંજાબમાં જોવા મળ્યા છે. પાકિસ્તાન પંજાબમાં ડ્રગ્સ અને હથિયારોના કન્સાઈનમેન્ટ મોકલવાની સતત કોશિશ કરી રહ્યું છે. આ જ કારણ છે કે અહીં ડ્રોનની વધુ ગતિવિધિઓ જોવા મળે છે.

    ડ્રોનની ઘુસણખોરી ડામવા આધુનિક ટેકનીકોનો ઉપયોગ

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બોર્ડર સિક્યોરિટી ફોર્સે આ માદક દ્રવ્યો અને શસ્ત્રો વહન કરતા ડ્રોનની વારંવાર ઘુસણખોરી રોકવા અને તેમના માર્ગને અવરોધિત કરવા માટે ઇલેક્ટ્રોનિક જામર અને સ્પૂફર પણ તૈનાત કર્યા છે. જામર્સ અને સ્પૂફર્સ એ એવા ગેજેટ્સ છે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો બહાર કાઢે છે અને ડ્રોનને તેનો રૂટ છોડાવવા માટે નકલી GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) સિગ્નલ મોકલે છે અને પછીથી હીટ ટીમ તેમને સોફ્ટ કિલ અથવા હાર્ડ કિલ નામની બંદૂકની મદદથી તોડી પાડે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં