Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામ: શિબિરમાંથી પરત ફરી રહેલા કરીમગંજના 16 વર્ષીય બજરંગદળના કાર્યકર્તાની હત્યા; ધારદાર...

    આસામ: શિબિરમાંથી પરત ફરી રહેલા કરીમગંજના 16 વર્ષીય બજરંગદળના કાર્યકર્તાની હત્યા; ધારદાર હથિયારથી જાહેરમાં રહેંસી નખાયો

    આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સંગઠનોએ શંભુની હત્યા થવા પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે કે હત્યારાઓને વહેલી તકે ઝડપીને તેમને આકરામાં આકરી સજા કરવામાં આવે.

    - Advertisement -

    દેશમાં હિંદુવાદી સંગઠનોના કાર્યકર્તાઓ પર હુમલા અને કરપીણ હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં કરીમગંજના 16 વર્ષીય બજરંગદળના કાર્યકર્તાની જાહેરમાં હત્યા કરાતા હિંદુ સંગઠનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મૃતક કાર્યકર્તાની ઓળખ શંભુ કોઈરી તરીકે થઇ છે. જેઓ બજરંગ દળની ત્રિદિવસીય શિબિરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતાં. ઘટનાને લઈને વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઇ જતા ધારા 144 લાગુ કરી એવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર ગત રવિવારે કરીમગંજના 16 વર્ષીય બજરંગદળના કાર્યકર્તાની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. કરીમગંજથી 50 કિલોમીટર દુર લોવૈરપુઆ ખાતે હત્યારાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મૃતક શંભુ હાઈલાકાંડી જીલ્લાથી બજરંગદળની ત્રીદિવસીય શિબિરમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં આંતરીને હત્યારાઓએ તેમના ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ ઘાયલ થયેલા શંભુને સ્થાનિકો દ્વારા નજીકના હોસ્પીટલે લઈ જવામાં આવ્યાં હતા પરંતુ સારવાર પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો.

    આક્રોશે ભરાયેલા સ્થાનિક હિન્દુઓએ પોલીસ સ્ટેશન ઘેર્યું

    આ ઘટના બાદ સ્થાનિક હિંદુ સંગઠનોએ શંભુની હત્યા થવા પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે કે હત્યારાઓને વહેલી તકે ઝડપીને તેમને આકરામાં આકરી સજા કરવામાં આવે. હાલ પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો સાથે કોઈ બાબતને લઈને શંભુ સાથે બોલાચાલી પણ થઇ હતી. જેના કરને તેમની હત્યા કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર બજરંગદળના કાર્યકર્તાની હત્યા બાદ મામલો એટલો વણસ્યો હતો કે સ્થાનિક પ્રશાસને લોવૈરપુઆ બજાર વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. અને 4 થી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એક આધિકારિક આદેશ અનુસાર વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ચોપાનીયા, પોસ્ટર કે બેનર લગાવવા પર પણ રોક લગાવવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અગામી આદેશો જાહેર ન થાય ત્યાં સુધી આ તમામ પ્રતિબંધો લાગું રહેશે.

    નોંધનીય છે કે ગત વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનામાં કર્ણાટકના શીવમોગા જીલ્લામાં પણ આ રીતે જ હર્ષા નામના બજરંગદળ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની તપાસ NIA દ્વારા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ હત્યા હિજાબ વિવાદમાં મોટાપાયે હિંસા કરવાના આશયથી કરવામાં આવી હતી. હર્ષા નામના હિંદુ એક્ટિવિસ્ટની ઇસ્લામીઓએ હત્યા કરી નાંખી હતી. તે વ્યવસાયે દરજી હતો અને હિજાબના વિરોધમાં હતો. તે બજરંગ દળમાં પણ સક્રિય હતો. 20 ફેબ્રુઆરીએ હિજાબના સમર્થનમાં હોવાના કારણે હિંદુ યુવકની હત્યા કરી નાંખી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં