Saturday, September 14, 2024
More
    હોમપેજદેશ‘યોગનો પ્રસાર એટલે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો પ્રસાર’- PM મોદી: રાષ્ટ્રપતિથી લઈને સેનાના...

    ‘યોગનો પ્રસાર એટલે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો પ્રસાર’- PM મોદી: રાષ્ટ્રપતિથી લઈને સેનાના જવાનો, કેન્દ્રીય મંત્રીઓથી લઈને રાજ્યોના મુખ્યમંત્રીઓ સૌએ યોગ દિવસની ઉજવણી કરી

    આ વર્ષે 9મા યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ આજે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાના છે. તો ભારતમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    આજે (21 જૂન, 2023) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે આખું વિશ્વ યોગમય બન્યું છે. યોગ આપણા ભારતની ઓળખ છે અને યોગને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળ્યો છે તેનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને સ્વીકારવામાં આવ્યો અને 21 જૂન 2015ના રોજ પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો. આ વર્ષે 9મા યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે અને તેઓ આજે સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાના છે. તો ભારતમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.

    યોગનું મહત્વ અને યોગના પ્રચારમાં ભારતની ભૂમિકા સમજાવતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર મેસેજ શેર કર્યો. વડાપ્રધાને કહ્યું- “યોગનો પ્રસાર એટલે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો પ્રસાર”

    ભારતીય સેનાના જવાનોએ કરી યોગ દિવસની ઉજવણી

    ભારતીય સેનાના અધિકારીઓએ સિક્કિમમાં નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

    - Advertisement -

    જમ્મુ કાશ્મીરના પૂંછમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના જવાનોએ યોગ કર્યા.

    રાષ્ટ્રપતિ ભવનમાં ઉજવાયો યોગ દિવસ

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોગ કર્યા હતા.

    ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દિલ્હી ખાતે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    ભારત સરકારના મંત્રીઓએ દેશના જુદા જુદા ભાગોમાં યોગ કર્યા

    રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને નૌકાદળના વડા, એડમિરલ આર હરિ કુમારે કેરળના કોચી ખાતે આઈએનએસ વિક્રાંત બોર્ડ પર યોગ કર્યા હતા.

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નોઈડા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હિમાચલ પ્રદેશના હમીરપુરમાં આયોજિત યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશાના બાલાસોર ખાતે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

    બીજેપી પ્રમુખ જેપી નડ્ડાએ ગુરુગ્રામ ખાતે વિશ્વ યોગ દિવસ મનાવ્યો.

    નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીના રાજીવ ગાંધી ભવન ખાતે યોગ દિવસ મનાવ્યો હતો.

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો.

    કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરના યશવંત સ્ટેડિયમ ખાતે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

    જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ લીધો ખાસ કાર્યક્રમોમાં ભાગ

    સુરત ખાતે એક લાખ લોકોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોગ દિવસની ઉજવણી કરી.

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ ખાતે યોગ દિવસના કાર્યક્રમમાં સામેલ થયા.

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ યોગગુરુ બાબા રામદેવ સાથે પતંજલિ યોગપીઠ ખાતે યોગ દિવસની ઉજવણી કરી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં