Friday, May 3, 2024
More
    હોમપેજદેશ'RBIએ વિશ્વસનીયતા જાળવી રાખી, વૈશ્વિક સિદ્ધિઓ હાંસલ કરી': કેન્દ્રીય બેન્કની 90મી વર્ષગાંઠ...

    ‘RBIએ વિશ્વસનીયતા જાળવી રાખી, વૈશ્વિક સિદ્ધિઓ હાંસલ કરી’: કેન્દ્રીય બેન્કની 90મી વર્ષગાંઠ પર બોલ્યા PM મોદી, સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો

    RBIનાં 90 વર્ષના કાર્ય વિશે વાત કરતા PM મોદીએ કહ્યું કે, "દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત રાખવામાં RBIની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી રહી છે. RBI જે પણ કામ કરે છે તેની સીધી અસર દેશના સામાન્ય લોકોનાં નાણાં પર પડે છે."

    - Advertisement -

    ભારતની સૌથી મોટી કેન્દ્રીય અને નિયમન બેન્ક RBIનાં 90 વર્ષ પૂર્ણ થયા છે. 90મી વર્ષગાંઠ ઉજવવા માટે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને RBI ગવર્નર સહિતના અનેક લોકો ઉપસ્થિત હતા. RBIનાં 90 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં PM મોદીએ 90 રૂપિયાનો સ્મારક સિક્કો પણ લૉન્ચ કર્યો છે. તે સિવાય તેમણે કાર્યક્રમને સંબોધિત પણ કર્યો હતો.

    1 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી મુંબઈના પ્રવાસે છે. તે દરમિયાન RBIનાં 90 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેમણે 90 રૂપિયાનો સ્મારક સિક્કો પણ જારી કર્યો છે. તેમણે સંબોધન દરમિયાન રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની (RBIની) પ્રશંસા પણ કરી છે. તેમણે કહ્યું છે કે, RBIએ તેની વિશ્વસનીયતા જાળવી રાખી છે અને વૈશ્વિક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે.

    RBIના 90 વર્ષના કાર્ય વિશે વાત કરતા PM મોદીએ કહ્યું કે, “દેશની બેંકિંગ સિસ્ટમને મજબૂત રાખવામાં RBIની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટી રહી છે. RBI જે પણ કામ કરે છે તેની સીધી અસર દેશના સામાન્ય લોકોનાં નાણાં પર પડે છે. RBIએ છેલ્લા માઈલ પર ઉભેલા લોકોને નાણાકીય સમાવેશના લાભો પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.”

    - Advertisement -

    PM મોદીએ વધુમાં કહ્યું કે, “RBIએ સમય સમય પર તેની વિશ્વસનીયતા સાબિત કરી છે અને વિશ્વના ઘણા મોટા દેશોની કેન્દ્રીય બેંકો સામે તેણે તેની કામગીરી વધુ સારી રીતે સાબિત કરી છે. RBIની ડિજિટલ કરન્સી ગેમ ચેન્જર તરીકે ઉભરી રહી છે અને તે વૈશ્વિક નેતૃત્વમાં ભારતની પ્રતિષ્ઠા સારી રીતે જાળવી રહી છે. અમે છેલ્લા 10 વર્ષના અનુભવ અને વિકાસના આધારે આ કહી રહ્યા છીએ કે, દેશના યુવાનોને આગામી 10 વર્ષમાં RBI દ્વારા વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં નવી તકો મળવાની છે. ભારત આજે ડિજિટલ ટેક્નોલોજીમાં મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે આપણે મોટા નિકાસકાર તરીકે ઉભરી રહ્યા છીએ અને દેશ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી રહ્યો છે.”

    આ ઉપરાંત વડાપ્રધાને RBIનાં ગવર્નર શક્તિકાન્ત દાસની પણ પ્રશંસા કરી હતી. PM મોદી સિવાય, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને શક્તિકાન્ત દાસે પણ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન ભારતના નાણાકીય વ્યવહારો અને બેન્કિંગ વ્યવસ્થાને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં