Thursday, May 2, 2024
More
    હોમપેજદેશઅમેરિકાએ 77મા સ્વતંત્રતા દિવસ પર ભારતને પાઠવી શુભેચ્છાઓ: બંને દેશો વચ્ચેના મજબૂત...

    અમેરિકાએ 77મા સ્વતંત્રતા દિવસ પર ભારતને પાઠવી શુભેચ્છાઓ: બંને દેશો વચ્ચેના મજબૂત જોડાણને વધાવ્યું, કહ્યું- ‘આપણે સાથે મળીને જે રચી રહ્યા છીએ તે ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે’

    અમેરિકાના વિદેશમંત્રી એન્ટેની બ્લિંકને ઉમેર્યું કે, "અમેરિકન લોકો વતી હું ભારતના લોકોને આ મહત્વપૂર્ણ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. અમે, લોકોની શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સૌથી વધુ ગંભીર વૈશ્વિક પડકારોનો સામનો કરવા સંયુક્ત પ્રતિબદ્ધતામાં તમારી સાથે ઊભા છીએ."

    - Advertisement -

    અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ભારતના લોકોને 77મા સ્વતંત્રતા દિવસ પર શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે ‘મજબૂત જોડાણ’ છે કારણ કે બંને દેશો ખુલ્લા, સમૃદ્ધ, સુરક્ષિત, સ્થિર અને સ્થિતિસ્થાપક વિશ્વ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

    એન્ટની બ્લિંકને એક નિવેદન આપતા કહ્યું હતું કે, “યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા વતી, અમે ભારતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ કેમ કે ભારતના લોકો આ 15, ઓગસ્ટે આઝાદીના 76 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહ્યા છે. આ મહત્વપૂર્ણ દિવસે અમે અમારી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપની ઊંડાઈ પર વિચાર કરીશું અને ભારતીય લોકોના ગૌરવપૂર્ણ ઇતિહાસની ઉજવણી કરીશું, આપણે સાથે મળીને જે રચી રહ્યા છીએ તે ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.”

    એન્ટોની બ્લિંકને કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ‘ગાઢ’ બન્યા છે અને તે પહેલા કરતાં વધુ ‘વિસ્તરીત’ બન્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, લોકોની શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે, સૌથી વધુ ગંભીર પડકારોનો સામનો કરવા માટે અમેરિકા સંયુક્ત પ્રતિબદ્ધતામાં ભારતની સાથે છે.

    - Advertisement -

    એન્ટેની બ્લિંકને આગળ જણાવતા કહ્યું હતું કે, “ગયા વર્ષે વિશ્વને બતાવ્યું છે કે ભારત અમેરિકાના સંબંધો પહેલા કરતાં વધુ ગાઢ અને વિસ્તૃત બન્યા છે. વિશ્વની સૌથી જૂની લોકશાહી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, અમે અમારા રાજ્યો વચ્ચે એક મજબૂત બંધન બનાવ્યું છે, એક એવું બંધન કે જે આપણે ખુલ્લા, સમૃદ્ધ, સુરક્ષિત સ્થિર અને સ્થિતિસ્થાપક વિશ્વ માટે સાથે મળીને કામ કરીએ ત્યારે વધુ નજીક આવે છે.”

    અમેરિકાના વિદેશમંત્રી એન્ટેની બ્લિંકને ઉમેર્યું કે, “અમેરિકન લોકો વતી હું ભારતના લોકોને આ મહત્વપૂર્ણ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. અમે, લોકોની શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સૌથી વધુ ગંભીર વૈશ્વિક પડકારોનો સામનો કરવા સંયુક્ત પ્રતિબદ્ધતામાં તમારી સાથે ઊભા છીએ.”

    77મા સ્વતંત્રતા દિવસના અવસર પર દેશ ગૌરવ અને ઉત્સાહ સાથે ગુંજી રહ્યો છે. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંગળવારે પોતાના નિવાસસ્થાન દિલ્હીમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.

    સ્વતંત્રતા દિવસ પર ભારતની વિવિધ પ્રતિષ્ઠિત ઈમારતો અને સ્મારકોને ત્રિરંગાના પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જૂની દિલ્હી રેલવે સ્ટેશન, નવી દિલ્હી રેલવે સ્ટેશન અને ઈન્ડિયા ગેટ પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતો. કેમ કે શહેર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઉત્સાહિત હતું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં