Monday, September 9, 2024
More
    હોમપેજદેશછત્તીસગઢમાં સુરક્ષાબળોનું મોટું ઑપરેશન, એનકાઉન્ટરમાં 7 નક્સલીઓ ઠાર: હથિયારો મળી આવ્યાં

    છત્તીસગઢમાં સુરક્ષાબળોનું મોટું ઑપરેશન, એનકાઉન્ટરમાં 7 નક્સલીઓ ઠાર: હથિયારો મળી આવ્યાં

    સરહદ પર સવારે 11 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો અને બંને તરફે ગોળીઓ ચાલી હતી. આ ઑપરેશનમાં બસ્તર, નારાયણપુર અને દંતેવાડાના લગભગ 1000 પોલીસકર્મીઓ જોડાયા હતા. કલાકો ચાલેલા ઑપરેશનમાં આખરે 7ને ઠાર કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    છત્તીસગઢમાં ફરી સુરક્ષાબળોએ મોટી કાર્યવાહી કરતાં 7 નક્સલીઓ ઠાર કરી દીધા છે. ગુરુવારે (23 મે) પોલીસે આ જાણકારી આપી. નક્સલીઓ નારાયણપુર-બીજાપુર જિલ્લાની સરહદ પાસે છુપાયેલા હતા. સુરક્ષાબળોએ તેમને શોધી કાઢીને ઠાર કર્યા છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યાં છે. 

    પોલીસે નક્સલીઓ પાસેથી હથિયારો જપ્ત કરી લીધાં. ઉપરાંત તેમની પાસેથી ‘માઓવાદીઓનો યુનિફોર્મ’ પણ મળી આવ્યો હતો. જોકે, હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી. હાલ એ દિશામાં કામગીરી ચાલી રહી છે. 

    નારાયણપુર પોલીસ અનુસાર, સરહદ પર સવારે 11 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો અને બંને તરફે ગોળીઓ ચાલી હતી. આ ઑપરેશનમાં બસ્તર, નારાયણપુર અને દંતેવાડાના લગભગ 1000 પોલીસકર્મીઓ જોડાયા હતા. કલાકો ચાલેલા ઑપરેશનમાં આખરે 7ને ઠાર કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    પોલીસે જણાવ્યું કે, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ અને STFને વિસ્તારમાં નકસલીઓ હોવાની બાતમી મળી હતી. જેના આધારે બુધવારે રાત્રે જ ઑપરેશન લૉન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે 11 વાગ્યે સુરક્ષાબળો અને નકસલીઓ સામસામે આવી જતાં ફાયરિંગ શરૂ થયું હતું. ફાયરિંગ પૂર્ણ થયા બાદ 2 માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ સાંજે દંતેવાડાના DSPની આગેવાનીમાં પહોંચેલી ટીમને વધુ 5 મૃતદેહો મળ્યા હતા. તેમને 5 હથિયારો મળ્યાં, જ્યારે નારાયણપુર પોલીસને બીજાં 5 હથિયાર મળ્યાં હતાં. 

    અહેવાલોનું માનીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં જુદા-જુદા વિસ્તારોમાં ચાલેલાં જુદાં-જુદાં ઑપરેશનોમાં કુલ 112 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. ગત 30 એપ્રિલના રોજ 3 મહિલાઓ સહિત કુલ 10 માઓવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા હતા. આ ઑપરેશન પણ નારાયણપુર અને કાંકેર જિલ્લાઓમાં જ ચલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 16 એપ્રિલના રોજ એક મોટું ઑપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 29 નક્સલીઓ ઠાર કરી દેવામાં આવ્યા. ગત 10 મેના રોજ બિજાપુર જિલ્લાના એક ગામમાં 12 નકસલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 

    1-2 વર્ષમાં નકસલવાદ ઉખાડી ફેંકીશું: શાહ 

    નોંધવું જોઈએ કે મોદી સરકાર સતત નક્સલવાદ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે નક્સલવાદ હવે છત્તીસગઢના ચાર જ જિલ્લા સુધી સીમિત રહી ગયો છે. પાંચ વર્ષ સુધી છત્તીસગઢની કોંગ્રેસ સરકારે અમને પૂરતો સહકાર ન આપ્યો, પણ હવે અમારી સરકાર આવતાં જ કાર્યવાહી ફરી પુરજોશથી શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, હું આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે મોદી સરકાર ત્રીજી વખત બને ત્યારબાદ અમે એકથી બે જ વર્ષમાં દેશમાંથી નકસલવાદને ઉખાડી ફેંકીશું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં