Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધમકીઓ મળી રહી હોવા છતાં 500 લોકોએ ખ્રિસ્તી ધર્મને નકારીને ઘર વાપસી...

    ધમકીઓ મળી રહી હોવા છતાં 500 લોકોએ ખ્રિસ્તી ધર્મને નકારીને ઘર વાપસી કરી: પ્રબલ પ્રતાપ જુદેવ પાખરે ઓડિશામાં શુદ્ધિ મહાયજ્ઞ બાદ ચરણ પખાળ્યા

    ઓડીશામાં 175 પરિવારના 500 જેટલા લોકોને ઈસાઈ મિશનરીઓની ધમકી હોવા છતાં પ્રબલ પ્રતાપ જુદેવે હિંદુ ધર્મમાં ઘરવાપસી કરાવી છે.

    - Advertisement -

    ઓડિશામાં અનુસૂચિત જનજાતિના 173 પરિવારોએ ઘર વાપસી કરી છે. આદિવાસી સમાજના આ પરિવારોના લગભગ 500 સભ્યો ગુરુવારે (20 ઓક્ટોબર 2022) હિન્દુ ધર્મમાં પાછા ફર્યા હતા. ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલા આ પરિવારોની ઘર વાપસી માટે સુંદરગઢ જિલ્લાના જમુર્લા ગામમાં વિશ્વ કલ્યાણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ધમકીઓ મળવા છતા ઓડિશામાં 500 લોકોની ઘરવાપસી મહાયજ્ઞ સફળ રહ્યો હતો.

    ઓડિશામાં 500 લોકોની ઘરવાપસી કરાવવાનો આ કાર્યક્રમનું આયોજન ધર્મ જાગરણ સમન્વય વિભાગ ઓડિશા દ્વારા આર્ય સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહયોગથી કરવામાં આવ્યું હતું. શુદ્ધિ કાર્યક્રમ બાદ પ્રબલ પ્રતાપ સિંહ જુદેવે ચરણ પખાળીને તમામ લોકોને હિંદુ ધર્મમાં વાપસી કરાવી હતી. જુદેવ છત્તીસગઢ ભાજપના મહાસચિવ છે. છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં તેઓ આદિવાસી સમાજના ધર્માંતરિત લોકોની ઘર વાપસી માટે અભિયાન ચલાવી રહ્યા છે.

    અખિલ ભારતીય ઘર વાપસી અભિયાનના વડા જુદેવે ઑપઈન્ડિયાને જણાવ્યું હતું કે “જે લોકોએ જામુરલામાં ઘર વાપસી કરી છે તેઓ ભગવાન બિરસા મુંડાના સમાજમાંથી આવે છે. અહીં ઘર વાપસીનો કાર્યક્રમ ન કરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું.” આગળ તેમણે કહ્યું, “અભિયાન સાથે જોડાયેલા લોકોને ધમકીઓ મળી રહી હતી. આ હોવા છતાં, અમે લગભગ 500 લોકોને ઘર વાપસી કરાવવામાં સફળ રહ્યા.”

    - Advertisement -

    શુદ્ધિકરણ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ રાજકુમાર બરપંડા, રાષ્ટ્રીય આદિજાતિ આયોગના પૂર્વ પ્રમુખ નંદકુમાર સાંઈ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ અશોક ગાંધી, આચાર્ય અંશુદેવ આર્ય (પ્રમુખ છત્તીસગઢ પ્રતિનિધિ સભા), આચાર્ય ડૉ.કમલ નારાયણ આર્ય, આચાર્ય ડૉ. કપિલ આર્ય, આચાર્ય રાકેશ, સુભાષ દુઆ (શુદ્ધિ મહાસભા દિલ્હી), વિનય ભુઈયા (ક્ષેત્ર પ્રમુખ ધર્મ જાગરણ સંકલન વિભાગ ઓડિશા), વિક્રમ આચાર્ય (પ્રાંતીય સંયોજક ધર્મ જાગરણ પ્રમુખ) એ પણ ભાગ લીધો હતો.

    સુન્દરગઢ જીલ્લામાં વિશ્વ કલ્યાણ મહાયજ્ઞમાં સંમેલિત લોકો (ફોટો સાભાર ऑपइंडिया)

    ઉલ્લેખનીય છે કે જશપુર રાજવી પરિવાર સાથે જોડાયેલા પ્રબલ પ્રતાપસિંહના દિવંગત પિતા દિલીપ સિંહ જુદેવ પણ આ જ રીતે ધર્માંતરિત હિંદુઓની ઘર વાપસી માટે અભિયાન ચલાવતા હતા. તેઓ વાજપેયી સરકારમાં મંત્રી પણ હતા. ઑગસ્ટ 2013માં તેમનું અવસાન થયું ત્યારથી પ્રબલ પ્રતાપ સિંહ જુદેવ આ મહાયજ્ઞને આગળ ધપાવી રહ્યા છે.

    વિશ્વ કલ્યાણ મહાયજ્ઞમાં ઘર વાપસી કરાવી રહેલા પ્રબલ પ્રતાપસિંહ જુદેવ (ફોટો સાભાર ऑपइंडिया)

    ગયા વર્ષે ઑપઈન્ડિયા સાથેની વાતચીતમાં પ્રબલ પ્રતાપ જુદેવે કહ્યું હતું કે, “હું મારા પિતાના અવસાન બાદથી આ કાર્યને આગળ લઈ જઈ રહ્યો છું. છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં અમે આવા કાર્યક્રમો દ્વારા 10 હજારથી વધુ લોકોને સનાતન ધર્મમાં પરત લાવ્યા છીએ. કોરોના રોગચાળાને કારણે, અમારું આ અભિયાન મધ્યમાં લગભગ બે વર્ષ માટે બંધ થઈ ગયું હતું. હવે ફરી અમે તેને ઝડપી બનાવી રહ્યા છીએ. આ એક પવિત્ર કાર્ય છે. તે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય છે. તેની શરૂઆત મારા પિતાએ કરી હતી અને મને તેમની સાથે જોડાઈને ખૂબ ગર્વ થઈ રહ્યો છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં