Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસનું ‘2.5 કરોડ કલાક’નું ગણિત ઊંધું પડ્યું, માત્ર 15 દિવસમાં 2 હજારની...

    કોંગ્રેસનું ‘2.5 કરોડ કલાક’નું ગણિત ઊંધું પડ્યું, માત્ર 15 દિવસમાં 2 હજારની 50 ટકા નોટ પાછી આવી: 1000 રૂપિયાની નોટ વિશે જાણો RBI ગવર્નરે શું કહ્યું

    કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે આ નોટો બદલવામાં લાગતા સમયનો અંદાજ લગાવતા કહ્યું હતું કે આ માટે બેંકોએ આગામી ચાર મહિના સુધી અન્ય મહત્વપૂર્ણ કામ અટકાવવા પડશે.

    - Advertisement -

    19 મે 2023 ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 23મે થી આ નોટોને બેંકમાં જમા કરાવવા અથવા બદલવાની મંજૂરી આપવામાં આવી હતી. આવી નોટો એક સમયે 20,000 રૂપિયા સુધી બદલી શકાય છે. ગુરુવારે (8 જૂન, 2023) આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે અત્યાર સુધીમાં ₹2000ની 50% નોટ પરત આવી ગઈ છે.

    એટલે કે ચલણમાં હતી એમાંથી ₹2000ની 50% નોટ 15 દિવસમાં સરકારને પાછી મળી ગઈ છે. દાસે કહ્યું, “31 માર્ચ, 2023 સુધી 3.62 લાખ કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટો ચલણમાં હતી. આ જાહેરાત બાદ 1.8 લાખ કરોડ રૂપિયાની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. 2000 રૂપિયાની લગભગ 85 ટકા નોટો બેંક ખાતામાં જમા થઈ રહી છે અને આ અમારી અપેક્ષાઓ સાથે સુસંગત છે.”

    RBIએ બેંકોમાં 2000ની નોટ જમા કરવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા RBI ગવર્નરે ફરી એકવાર સ્પષ્ટતા કરી કે 2,000 રૂપિયાની નોટ હજુ પણ વ્યવહારો માટે માન્ય છે. તેમણે એમ પણ કહ્યું કે રૂ. 500ની નોટો પાછી ખેંચવાની કે રૂ. 1000ની નોટોને ફરીથી રજૂ કરવાની કોઈ યોજના નથી. તેમણે લોકોને આ પ્રકારની અટકળોમાં સામેલ ન થવા વિનંતી પણ કરી હતી.

    - Advertisement -

    કોંગ્રેસે ગણ્યા અલગ જ ગાણિતિક દાખલા

    ઉલ્લેખનીય છે કે RBIની 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત બાદ કોંગ્રેસે અલગ પ્રકારનું ગણિત રજૂ કર્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે આ નોટો બદલવામાં લાગતા સમયનો અંદાજ લગાવતા કહ્યું હતું કે આ માટે બેંકોએ આગામી ચાર મહિના સુધી અન્ય મહત્વપૂર્ણ કામ અટકાવવા પડશે.

    તેમણે કહ્યું હતું કે, “દેશમાં લગભગ 181 કરોડ 2000 રૂપિયાની નોટો બજારમાં છે. જો કોઈ વ્યક્તિ એક સમયે 10ની જગ્યાએ માત્ર 5 નોટ બદલાવશે તો આગામી ચાર મહિનામાં બેંકોએ 36 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પડશે. ધારો કે બેંક એક ટ્રાન્ઝેક્શનમાં ચાર મિનિટનો ખર્ચ કરે છે, તો આ 36 કરોડ ટ્રાન્ઝેક્શનમાં 144 કરોડ મિનિટનો ખર્ચ થશે. આગામી 4 મહિનામાં બેંકોને નોટો બદલવામાં લગભગ 25 મિલિયન કલાકનો સમય લાગશે. એટલે કે આગામી 4 મહિનામાં બેંકની શાખાઓ માત્ર એક્સચેન્જમાં જ રોકાશે.”

    હવે જયારે RBI ગવર્નરે માત્ર 15 દિવસના ગાળામાં જ ₹2000ની 50% નોટ પાછી આવી જવાનો ખુલાસો કર્યો છે ત્યારે કોંગ્રેસનું આ ઉચ્ચકક્ષાનું ગણિત ખોટું પડતું દેખાઈ રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં