Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફેસબુક પર પુલવામા આતંકી હુમલાની ઉજવણી કરનાર એન્જિનિયરિંગના વિદ્યાર્થી ફૈઝ રશીદને 5...

    ફેસબુક પર પુલવામા આતંકી હુમલાની ઉજવણી કરનાર એન્જિનિયરિંગના વિદ્યાર્થી ફૈઝ રશીદને 5 વર્ષની સજા: વર્તન સારું કરવા કોર્ટમાં કરગરતો રહ્યો

    રશીદના વકીલે કોર્ટને તેના સારા વર્તનને જોતા તેને મુક્ત કરવા વિનંતી કરી હતી, પરંતુ ન્યાયાધીશે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે, “ તે (ફૈઝ રશીદ) કોઈ અભણ કે સામાન્ય વ્યક્તિ નથી. જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે તે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર જાણીજોઈને પુલવામા હુમલા વિશે પોસ્ટ કર્યું હતું."

    - Advertisement -

    દેશને હચમચાવી નાંખનાર પુલવામાં હુમલાની ઉજવણી કરનાર ફૈઝ રશીદને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, આરોપી કર્ણાટકમાં એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. તેણે 2019માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ઉજવણી કરતી ફેસબુક પોસ્ટ કરી હતી. તેણે ‘સારા વર્તન’ની આજીજી કરીને કોર્ટમાંથી મુક્તિની વિનંતી કરી. પરંતુ બેંગ્લોરની વિશેષ અદાલતે આ દલીલને ફગાવી દીધી હતી અને તેને સજા ફટકારી હતી હતી.

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આપેલા અહેવાલ મુજબ કોર્ટે સોમવારે (31 ઓક્ટોબર 2022) ચુકાદો સંભળાવતા પુલવામાં હુમલાની ઉજવણી કરનાર રશીદ પર 25,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની વિશેષ અદાલતના ન્યાયાધીશ ગંગાધરે જણાવ્યું હતું કે જો તે દંડ ભરવામાં નિષ્ફળ જશે તો સજા છ મહિના સુધી લંબાવવામાં આવશે,

    બેંગલુરુના કાચરકાનહલ્લીના રશીદે કથિત રીતે માત્ર આતંકી હુમલા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા માટે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે રાશિદને તેના ઘર પાસેની બેકરીમાંથી પકડી પાડ્યો હતો . ફેસબુક પોસ્ટ બાદ તેની સામે બનાસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. રશીદ શહેરની એક નામાંકિત એન્જિનિયરિંગ કોલેજમાં ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન બ્રાન્ચમાં ત્રીજા સેમેસ્ટરનો અભ્યાસ કરી રહ્યો હતો. રશીદને 17 ફેબ્રુઆરી, 2019 ના રોજ ધરપકડ કરવામાં આવી ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં બંધ હતો.

    - Advertisement -

    રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર જીએન અરુણે જણાવ્યું હતું કે સ્પેશિયલ કોર્ટે રશીદને આઈપીસીની કલમ 153A (જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 201 (જૂથો વચ્ચે દુશ્મનાવટનું કારણ) અને 13 (ગુનાના પુરાવા હટાવવા) અને UAPA (ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે સજા) હેઠળ દોષિત ઠેરવ્યો હતો.

    રશીદના વકીલે કોર્ટને તેના સારા વર્તનને જોતા તેને મુક્ત કરવા વિનંતી કરી હતી, પરંતુ ન્યાયાધીશે સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે કહ્યું કે, “ તે (ફૈઝ રશીદ) કોઈ અભણ કે સામાન્ય વ્યક્તિ નથી. જ્યારે ગુનો આચરવામાં આવ્યો ત્યારે તે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર જાણીજોઈને પુલવામા હુમલા વિશે પોસ્ટ કર્યું હતું. તેણે પુલવામા હુમલાના મહાન શહીદોના મૃત્યુ પર ખુશી વ્યક્ત કરી હતી. તેથી આરોપી દ્વારા કરવામાં આવેલો ગુનો આ મહાન રાષ્ટ્ર સામે વધુ ઘૃણાસ્પદ છે.”

    પુલવામા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા

    જમ્મુ અને કાશ્મીર પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો . તે હુમલામાં, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ ડારે 350 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહનને સૈનિકોની બસ સાથે ટક્કર મારી હતી. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના 40 જવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં