Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહાર: આરામાં મેચ જીતવાની ખુશીમાં મોહમ્મદ અરમાન અને મોહમ્મદ આલમે સાથીઓ સાથે...

    બિહાર: આરામાં મેચ જીતવાની ખુશીમાં મોહમ્મદ અરમાન અને મોહમ્મદ આલમે સાથીઓ સાથે મળી લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા

    ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા ઈન્ટરનેટ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં કેટલાક મુસ્લિમ યુવકો બેડમિન્ટન મેચ જીતવાની ઉજવણીમાં ટ્રોફી સાથે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળે છે.

    - Advertisement -

    બિહારના ભોજપુર જીલ્લાના આરામાં પાકિસ્તાન સમર્થક નારા લગાવતા 5ની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે, જીલ્લામાં યોજવામાં આવેલ બેડમિન્ટન પ્રતિયોગીતામાં જીત મળ્યા બાદ કેટલાક મુસ્લિમ યુવકોએ “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવ્યા હતા, જેને લઈને ફરિયાદ દાખલ થતા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    અહેવાલો મુજબ બિહારના આરામાં પાકિસ્તાન સમર્થક નારા લગાવતા મુસ્લિમ યુવકોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, આ ઘટના ભોજપુર જિલ્લાના ચાંડી પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાની માહિતી મળી હતી, જ્યાં બેડમિન્ટન મેચ જીત્ય બાદ મુસ્લિમ યુવકોના એક ટોળાએ દેશ વિરોધી નારાઓ લગાવ્યા હતા, જે બાદ પોલીસે ફરિયાદ દાખલ કરીને મોહમ્મદ અરમાન, મોહમ્મદ તનવીર આલમ અને કલ્લુ ઉપરાંત સોનુ અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

    ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા ઈન્ટરનેટ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં કેટલાક મુસ્લિમ યુવકો બેડમિન્ટન મેચ જીતવાની ઉજવણીમાં ટ્રોફી સાથે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળે છે. વાયરલ વીડિયો જિલ્લાના ચાંડી પોલીસ સ્ટેશન હેઠળના નરબીરપુર ટોલા, ચાંડી વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં લગભગ 25 થી 30 મુસ્લિમ યુવકો રાત્રે સરઘસના રૂપમાં વિજેતાની ટ્રોફી લઈને જતા જોવા મળે છે. આગળ ચાલતા મુસ્લિમ યુવકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. કેટલાક લોકો વીડિયો બનાવતા પણ જોવા મલી રહ્યા છે.

    - Advertisement -

    દેશભક્તોના ટોળાએ હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાડાવ્યા

    પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવાની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આ જ યુવકોનો અન્ય એક વીડિયો પણ ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં પાકિસ્તાન સમર્થક નારા લગાવનારા બે મુસ્લિમ યુવકોને પકડી લીધા બાદ દેશભક્તોની ભીડ તેમને હિન્દુસ્તાન ઝિંદાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવા ફરજ પડતી જોવા મળી રહી છે. વાયરલ વીડિયો ચાંદીનો જણાવવામાં આવી રહ્યો છે. અંદાજે 40 થી 50 જેટલા લોકો બંને યુવકોને ઘેરીને બળજબરીપૂર્વક સૂત્રોચ્ચાર કરાવી રહ્યા છે. ઑપઈન્ડિયા ઉપરોક્ત વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું.

    એસપીએ કાર્યવાહીના આદેશ આપ્યા

    આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગ પણ એકશનમાં જોવા મળ્યું હતું. પોલીસે વાયરલ થયેલા વીડિયોની તપાસ શરૂ કર્યા બાદ વાયરલ વીડિયોમાં દેખાતા તમામ યુવકોની શોધ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ચાંડી પોલીસ સ્ટેશને પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. વીડિયોમાં દેખાતા પાંચ યુવકોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ બાબતે ભોજપુરના એસપી સંજય સિંહે તપાસ અને એફઆઈઆરના આદેશ જારી કર્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં