પાકિસ્તાનમાં હિંદુઓ પર સતત થઈ રહેલા અત્યાચારો વચ્ચે સિંધના સિંજોરો જિલ્લામાં 42 વર્ષીય હિંદુ મહિલાની સામૂહિક બળાત્કાર તેમજ ક્રૂર હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભેલ સમુદાયની દિયા ભેલ નામની હિંદુ મહિલા પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો બાદમાં તેનું માથું વાઢી નાખવામાં આવ્યું હતું આટલું જ નહિ તેના સ્તન પણ કાપી નાંખવામાં આવ્યાં હતા, હત્યારાઓએ તેના મૃતદેહને ઘઉંના ખેતરમાં ફેંકતા પહેલા મૃતક પીડિતાના માથાની ચામડી પણ કાઢી નાખી હતી. પાકિસ્તાનમાં હિંદુ મહિલાની હત્યા બાદ સ્થાનિક સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
મળતા અહેવાલો મુજબ પાકિસ્તાનમાં હિંદુ મહિલાની હત્યા બાદ તેના શરીરના ભાગોને કાપવા માટે તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હત્યારાઓએ ખોપરીની ચામડી ઉતારીને માથામાંથી માંસ કાઢી નાખ્યું હતું. નરાધમ હત્યારાઓએ મહિલાની છાતીમાંથી સ્તન અને માંસનો મોટો ભાગ પણ કાઢી નાંખીને પાંસળીઓ ખુલ્લી કરી દીધી હતી.
પાકિસ્તાનની સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓનું પગેરું શોધવા માટે સ્નીફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત પીડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી હોવા છતાં હજુ સુધી કોઈ પણ આરોપીની ઓળખ કે ધરપકડ થઈ શકી નથી.
Daya Bhel 40 years widow brutally murdered and body was found in very bad condition. Her head was separated from the body and the savages had removed flesh of the whole head. Visited her village Police teams from Sinjhoro and Shahpurchakar also reached. pic.twitter.com/15bIb1NXhl
— Krishna Kumari (@KeshooBai) December 29, 2022
આ ઘટનાને મામલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કૃષ્ણા કુમારીએ પોતાના ટ્વિટમાં લખ્યું, “40 વર્ષની વિધવા મહિલા દયા ભીલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. તેની લાશ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી હતી. તેમનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું અને માથાનું માંસના લોચા કાઢીને ફેંકવામાં આવ્યાં હતા. અમે તેમના શિંજોરો અને શાહપુરચખાર ગામ ગયા છીએ. આ ક્રૂર હત્યાને પગલે પાર્ટીના જિયાલા અમર લાલ ભીલે પણ જણાવ્યું હતું કે, બુધવારે એક ખેતરમાંથી મહિલાના શરીરના અંગો મળી આવ્યા હતા. પોલીસે મૃતક મહિલા સાથે સંબંધિત માહિતી એકઠી કરી છે. પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે.”
આ ઘટનાને લઈને પાકિસ્તાની પત્રકાર વીંગાસે ટ્વિટર પર આ ભયાનક ઘટનાની નિંદા કરીને લખ્યું હતું કે, “કેસની વિગતો મેળવીને હું સ્તબ્ધ છું. ત્રણ દિવસ પહેલાં સંઘાર દિયામાં બળાત્કાર બાદ ઘાતકી હત્યા કરીને ભેલ મહિલાનું માથું વાઢી નાંખવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસે હજુ આ બાબતે એફઆઈઆર દાખલ કરી નથી, અને સિંધ સરકાર અને માનવ અધિકાર સંગઠનોની કોઈ વ્યક્તિ આ ક્રૂર ઘટના વિશે બોલવાની તસ્દી નથી લઇ રહ્યું. રાજ્યમાં હિંદુઓની ક્યારેય મહત્વ આપવામાં આવ્યું નથી.”
Update: today the FIR has been lodged
— Veengas (@VeengasJ) December 29, 2022
આ જ શ્રેણીના અન્ય ટ્વિટમાં તેણે અપડેટ કર્યું કે ઘટનાને લઇને એફઆઈઆર નોંધવામાં આવી છે.
નોંધનીય છે કે પાકિસ્તાનના સિંધમાં દયા ભીલની ઘાતકી હત્યા બાદ જ્યાં સ્થાનિક લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ ટ્વિટર પર મૃતક પીડિતા માટે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ઘણા નેતાઓએ આ ઘટનાને પોતાના ટ્વિટર પર શેર કરી છે અને કેટલાકે વિસ્તારની મુલાકાત પણ લીધી છે. સ્થાનિક પોલીસે આ સંબંધમાં જણાવ્યું છે કે મહિલાના શરીરથી તેનું માથું અને સ્તન કાપી નાંખવામાં આવ્યાં હતા અને શરીર પરથી તેની ચામડીની ઉતારી દેવામાં આવી હતી.