Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદ: પાકિસ્તાનથી પ્રતાડિત થઈને આવેલા 40 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, ગૃહમંત્રી...

    અમદાવાદ: પાકિસ્તાનથી પ્રતાડિત થઈને આવેલા 40 હિંદુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યાં નાગરિકતા પત્ર

    પાકિસ્તાનના હિંદુ શરણાર્થીઓને આજે ગૃહમંત્રીએ અમદાવાદમાં નાગરિકતા પ્રમાણપત્રો આપ્યાં હતાં.

    - Advertisement -

    અમદાવાદમાં પાકિસ્તાનથી પ્રતાડિત 40 હિંદુ શરણાર્થીઓને આજે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભારતની નાગરિકતા આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયો પર અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. પાકિસ્તાનમાં હિંદુઓ ઉપર બર્બરતા અને અત્યાચાર એ હદે વધી ગયા છે કે લોકો પાકિસ્તાન છોડીને ભારતમાં શરણ લેવા મજબુર થયા છે. દરમ્યાન, આજે અમદાવાદમાં પાકિસ્તાનથી પ્રતાડિત 40 હિંદુ શરણાર્થીઓને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નાગરિકતા પત્ર આપવામાં આવ્યાં હતાં.

    મળતી માહિતી મુજબ આજરોજ અમદાવાદ કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં લાંબા સમયથી રહેતા પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓને આ પ્રમાણપત્રો અપાયાં હતાં. આ હિંદુઓ પાકિસ્તાનમાં થતા અત્યાચારો અને બર્બરતાના કારણે પોતાનું સર્વશ્વ ત્યાગીને ભારત આવીને વસવા કરવા મજબુર બન્યા હતા.

    આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. પોતાના ટ્વીટમાં જુના દેશ ભક્તિ ગીતની કેટલીક કડીઓ જોડીને ગૃહ રાજ્યમંત્રીએ લખ્યું કે ” કેટલાક કારણોથી અમદાવાદ જીલ્લામાં છેલ્લા ઘણાં સમયથી સ્થળાંતર થયેલા નાગરિકોને “નાગરિકતા પત્ર” આપવામાં આવ્યા. આપણે ભારતવાસીઓ એક છીએ, અને આપણી એકતા જ આપણી ઓળખ છે”

    - Advertisement -

    આ કાર્યક્રમનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક યુવતી પોતાને ભારતીય નાગરિકતા મળવા બદલ હર્ષ સંઘવી સમક્ષ આનંદ વ્યક્ત કરતી જોવા મળે છે, વિડીયોમાં યુવતી કહેતી જોવા મળી રહી છે કે ” પાકિસ્તાનમાં અમારી હાલત ખૂબ ખરાબ હતી, યાતનઓ અને અમારી આબરૂ બચાવવા અમે અહીં આવી ગયા, મારા પિતાએ ખૂબ મહેનતથી અમને ભણાવ્યા છે. આજે અમારું સપનું પૂરું થઇ ગયું”

    ભારતની નાગરિકતા મેળવતી વખતે તમામ લોકો ભાવુક થયા હતા, અને ગર્વભેર પોતાને ભારતીય કહેવડાવવા માટે ઉત્સાહી જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીમાં 1032 જેટલાં પાકિસ્તાની હિંદુ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં