Monday, November 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ત્રણ આતંકવાદીઓ વાયા દુબઈ થઈને મુંબઈ આવ્યા છે’: પોલીસ કંટ્રોલને મળ્યો અજાણ્યા...

    ‘ત્રણ આતંકવાદીઓ વાયા દુબઈ થઈને મુંબઈ આવ્યા છે’: પોલીસ કંટ્રોલને મળ્યો અજાણ્યા વ્યક્તિનો કૉલ, આતંકવાદીનું નામ અને નંબર પણ આપ્યા!

    આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી આવ્યા છે એવો કૉલ મળ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને તપાસ શરૂ કરી છે. જોકે, તપાસ અધિકારીઓને એવી પણ શંકા છે કે આ માહિતી ખોટી હોઈ શકે છે. પોલીસ ફોન કરનાર વ્યક્તિને ટ્રેસ કરી રહી છે.

    - Advertisement -

    મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો કૉલ આવ્યો હતો કે ત્રણ આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી આવ્યા છે. અહેવાલ અનુસાર, કૉલ કરનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે દુબઈથી શુક્રવારે (7 એપ્રિલે) ત્રણ આતંકવાદીઓ મુંબઈ આવ્યા છે. આ આતંકીઓનું કનેક્શન પાકિસ્તાનથી છે. તેઓ વાયા દુબઈ થઈને મુંબઈ પહોંચ્યા હતા.

    એટલું જ નહીં, અજાણ્યા કૉલરે પોલીસને એક આતંકવાદીનું નામ મુજીબ સૈય્યદ છે એવું જણાવ્યું અને આતંકીના મોબાઈલ નંબર અને ગાડી નંબર વિશે પોલીસને માહિતી આપી. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, કૉલરનું નામ રાજા ઠોંગે છે જેણે કંટ્રોલ રૂમમાં કૉલ કર્યો હતો.

    આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી આવ્યા છે એવો કૉલ મળ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને તપાસ શરૂ કરી છે. જોકે, તપાસ અધિકારીઓને એવી પણ શંકા છે કે આ માહિતી ખોટી હોઈ શકે છે. પોલીસ ફોન કરનાર વ્યક્તિને ટ્રેસ કરી રહી છે.

    - Advertisement -

    પોલીસ કંટ્રોલ રૂમને આ પ્રકારના કૉલ અગાઉ પણ આવી ચૂક્યા છે

    મુંબઈ પોલીસ કંટ્રોલને ગયા મહિને પણ આ પ્રકારનો કૉલ આવ્યો હતો. 1 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યે એક અજાણ્યા માણસે કૉલ કરીને મુંબઈના કુર્લા (પશ્ચિમ) માં ધમાકો થવાની વાત કરી હતી. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે આગામી 10 મિનિટમાં કુર્લામાં ધમાકો થશે અને એમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો. ફોન કૉલ બાદ તરત જ પોલીસે સમય વેડફ્યા વિના તપાસ માટે ટીમ રવાના કરી દીધી હતી. જોકે, કલાકો બાદ પણ પોલીસને ક્યાંયથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

    મુંબઈ પોલીસને ભલે ફેક કૉલ આવતા હોય, પણ પોલીસ બેદરકારી ન રાખી શકે એટલે આ વખતે પણ બધાને એલર્ટ રહેવા જણાવ્યું છે અને તપાસનો આદેશ આપ્યો છે. જો આ કૉલ ખોટો નીકળ્યો તો કૉલર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ નાગપુરની બે હોસ્પિટલો ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલ અને મનકાપુરની મેન્ટલ હોસ્પિટલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

    26/11 હુમલાને યાદ કરતાં આજેય દેશવાસીઓ કંપી ઉઠે છે

    દેશની આર્થિક રાજધાની મુંબઈએ 1993 થી 2008 સુધીમાં 13 આતંકવાદી હુમલાનો સામનો કર્યો છે. 26 નવેમ્બર 2008 ના થયેલા ગોઝારા હુમલાને યાદ કરીને દેશવાસીઓ આજે પણ કંપી ઉઠે છે. પાકિસ્તાનથી 10 આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં ઉતર્યા હતા અને એક પછી એક સ્થળોએ તબાહી મચાવી હતી. સ્વતંત્ર ભારતમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે જેમાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં