Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહતના સમાચાર: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની સમય મર્યાદામાં...

    રાહતના સમાચાર: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની સમય મર્યાદામાં વધારો, સરકારે અંતિમ તારીખ ત્રણ મહિના સુધી લંબાવી

    નાણામંત્રાલયે એક સંદેશમાં જણાવ્યું છે કે પહેલી જુલાઈ, 2023થી જે લોકોએ આધાર અને કાર્ડને લિંક કરાવ્યા નહીં હોય તેમના પાન કાર્ડ રદ થઈ જશે.

    - Advertisement -

    પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાના મામલે દેશમાં કરોડો લોકો મુંજવણમાં ત્યારે સરકારે આ માટેની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. હવે જેમના પાન કાર્ડ-આધાર લિંક કરવાના બાકી છે તેઓ 30 જૂન સુધી 1000 રૂપિયા દંડ ભરીને બંનેને લિંક કરાવી શકશે. ત્યાર પછી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને PANને ફરીથી એક્ટિવ કરાવવા માટે દંડ ભરવો પડશે. PAN Card- આધારને લિંક કરવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. પરંતુ હજુ અનેક લોકોના કાર્ડ લિંક થયા નથી.

    ઘણી જગ્યાએ આ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે લોકો લાંબી લાઈન લગાવે છે અને 31 માર્ચની ડેડલાઈન પણ ત્રણ દિવસ પછી પૂરી થવાની હતી. આ દરમિયાન આવકવેરા વિભાગે મહત્ત્વની જાહેરાત કરીને આધાર-પાન કાર્ડને લિંક કરવા માટે ત્રણ મહિનાનો વધારાનો સમય આપ્યો છે.

    નાણામંત્રાલયે એક સંદેશમાં જણાવ્યું છે કે પહેલી જુલાઈ, 2023થી જે લોકોએ આધાર અને કાર્ડને લિંક કરાવ્યા નહીં હોય તેમના પાન કાર્ડ રદ થઈ જશે. તેઓ કોઈ જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે. આ બદલ તેમને કોઈ પ્રકારનું રિફંડ આપવામાં નહીં આવે અને તેમણે આવકવેરાની કલમો મુજબ સૌથી ઉંચા સ્લેબમાં ટીડીએસ અને ટીસીએસ ભરવો પડશે. ત્યાર પછી 30 દિવસની અંદર આધાર અને પાન કાર્ડને લિંક કરાવીને ફરીથી પાન કાર્ડને સક્રિય કરી શકાશે.

    - Advertisement -

    આ સિવાય જે લોકો ભારતના નાગરિકો નથી અથવા જેમની વય ગયા વર્ષે 80 વર્ષ અથવા વધારે હોય તેમને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 51 કરોડ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. પરંતુ કરોડો પાન નંબરને આધાર સાથે લિંક કરવાના હજુ પણ બાકી છે.

    જો આપને પણ આપના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો આ લીંક પર ક્લિક કરીને આપ આધારને પાન કાર્ડ સાથે જોડવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જાણી શકશો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં