Saturday, May 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરખિયાલમાં ઇકબાલ બાટલીને શોધતા ફઝલ, મહેફુસમિયાં અને લુકમાને ફિલ્મી ઢબે 9 રાઉન્ડ...

    રખિયાલમાં ઇકબાલ બાટલીને શોધતા ફઝલ, મહેફુસમિયાં અને લુકમાને ફિલ્મી ઢબે 9 રાઉન્ડ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો: ગુનો દાખલ થતા ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

    આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલમાં આવી સ્થાનિક લોકોને માર મારી 9 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. સમગ્ર મામલે રખિયાલ પોલીસે હત્યાનો પ્રયાસ અને ફાયરિંગનો ગુનો નોંધ્યો છે.

    - Advertisement -

    અમદાવાદના રખિયાલ વોરનો કિસ્સો સામે આવ્યો છે. અંગત અદાવતમાં રખિયાલમાં ફાયરિંગ કરીને આંતક મચાવનારા આરોપીઓ આખરે પોલીસની પકડમાં આવ્યા છે. તેઓએ ફિલ્મી સ્ટાઇલમાં કારમાં આવીને સ્થાનિક લોકોને માર મારીને 9 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસ અને ફાયરિંગને લઈને ગુનો નોંધ્યો હતો. જે બાદ ક્રાઇમ એસ.ઓ.જીએ હથિયાર સાથે ત્રણ આરોપીઓ ફઝલ શેખ, મેહફુસમિયા મલેક અને લુકમાન ઉર્ફે સમીર ભટ્ટીની ધરપકડ કરી હતી.

    પકડાયેલ આરોપી ફઝલને ફરિયાદી નાસીર હુસેન શેખ અને ઈકબાલ બાટલી નામના વ્યક્તિ વચ્ચે કોઈ અંગત અદાવત છે. જે અદાવતમાં ફાયરિંગ કરવા દોઢ મહિના પહેલા આરોપી ફઝલે હથિયાર મગાવ્યું હતું. જેમાં 21મી તારીખે રાત્રે આરોપી ફઝલે ગાડીમાં જઈ ફિલ્મી સ્ટાઈલે 9 રાઉન્ડ ફાયરિંગ કરી આંતક મચાવ્યો હતો.

    ટપોરીઓને ડોન બનવાની ઈચ્છા થતા તેઓએ આ કૃત્ય કર્યું

    સમગ્ર ઘટનાની વિગત અનુસાર 21મીની રાત્રે રખિયાલ વિસ્તારમાં આવેલ કાશીબાઈની ચાલી નજીક સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે ફઝલ શેખ, મેહફુસમિયા મલેક અને લુકમાન ઉર્ફે સમીર ભટ્ટી ભેગા મળી ફિલ્મી સ્ટાઈલથી ત્યાં પહોંચી ગયા અને ઇકબાલ બાટલી ક્યાં છે તેવું કહીને સ્થાનિક લોકોને માર મારીને 8 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું અને એક રાઉન્ડ સ્થાનિક લોકો પર ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા.

    - Advertisement -

    જેમાં રખિયાલ પોલીસે ફાયરિંગ અને હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ફઝલ શેખ સહિત 3 લોકો નરોડાથી રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતા, પરંતુ ક્રાઇમ એસ.ઓ.જીએ બાતમીના આધારે ધરપકડ કરી લીધી હતી. આ ત્રણેવ તે વિસ્તારના લુખ્ખાં ટપોરીઓ છે અને તેમને પોતાની આવી ફાયરિંગ કરતી રીલ્સ બનાવીને, વિસ્તારમાં ભય ફેલાવીને ડોન બનવું હતું.

    આ અદાવતમાં આરોપીઓ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. બાટલી પણ કુખ્યાત આરોપી છે તેની વિરુદ્ધ SOGમાં હથિયારને લઈને ગુનો નોંધાયો હતો. ત્યારે પકડાયેલ આરોપી રખિયાલ વિસ્તારના ટપોરી છે અને પોતે ડોન બનવાની ઘેલછા ધરાવતો હોવાથી આ પ્રકારના અવારનવાર કૃત્ય કરતા હોય છે.

    જુહાપુરાના જાવેદ પાસેથી ખરીદ્યું હતું હથિયાર

    રખિયાલમાં ફાયરિંગ કરીને આતંક મચાવનાર આરોપી ફઝલની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે જુહાપુરાના જાવેદ ઉર્ફે 600 નામના શખ્સ જોડેથી 40 હજારમાં હથિયાર ખરીદ્યું હતું. જે હથિયાર વડે પોતે ફઝલએ ફાયરિંગ કરી રિલ પણ બનાવ્યા હતા. ત્યારે પકડાયેલ 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ ક્રાઇમ એસ.ઓ.જીએ આરોપી પકડી રખિયાલ પોલીસને સોંપ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં