Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મને શું, રઘુ શર્માને પણ કાંઈ ખબર નથી': રાહુલ ગાંધીનો હાથ પકડનાર...

    ‘મને શું, રઘુ શર્માને પણ કાંઈ ખબર નથી’: રાહુલ ગાંધીનો હાથ પકડનાર પ્રગતિ આહીરનો ગુજરાત કોંગ્રેસે હાથ છોડ્યો, 4 નેતાઓને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ માટે કરાયા સસ્પેન્ડ

    નોંધનીય છે આ એ જ પ્રગતિ આહીર છે જે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો હાથ પકડીને તેમની સાથે ચાલ્યા હતા. એટલે શું હવે ગુજરાત કોંગ્રેસને રાહુલ ગાંધીના નજીકનાઓ પર પણ ભરોસો નથી?

    - Advertisement -

    ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ મનોમંથન કરતા અનેક પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. હવે ગુજરાત કોંગ્રેસ આંકરા પાણીએ આવીને મોટા ગજાનાં નેતાઓને પણ સસ્પેન્ડ કરવાના નિર્ણય પર આવી છે. આ અંતર્ગત જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમાર સહીત 4 નેતાઓને કોંગ્રેસ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    અહેવાલો અનુસાર ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

    નેતા વગરની કોંગ્રેસે મોટા માથાના નેતાઓને કર્યા ઘરભેગા

    અહેવાલો મુજબ ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં થયેલ કારમાં પરાજય બાદ હવે કોંગ્રેસ એક્શનના મૂડમાં આવેલ દેખાય છે. આ પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે. 

    પાર્ટીમાંથી કોઈ સૂચન આવી નથી – પ્રગતિ આહીર

    વીટીવી ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રગતિ આહીરે મોટો ઘડાકો કરતા કહ્યું, “મારી પાસે હજુ સુધી કોઈ પાર્ટીમાંથી સસ્પેન્ડ ખબર આવી જ નથી, મને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી. રઘુ શર્મા સુધીના નેતાઓને પૂછી લીધું છે પણ તેમના ધ્યાનમાં પણ નથી.”

    તેમણે વધુમાં કહ્યું, “રહી વાત ઈલેક્શનમાં પક્ષ વિરોધી પ્રવત્તિ કરવાની તો હું ચૂંટણી સમયે ગુજરાતમાં ન હતી ભારત જોડો યાત્રામાં હતી. અને મારા ગામમાં ભાજપનું વધુ જોર છે છતાં મેં કોંગ્રેસમાં લીડ અપાવી છે. આમાં ક્યાંથી પક્ષ વિરોધી પ્રવુતિ હોય અને તમે કહો છો કે જો લેટરમાં નામ હોય તો આવું થઈ ગયું હશે તો સિનિયર નેતાઓ મારી વફાદારી સમજીને નિર્ણયને રદ્દ કરી આપશે”

    પક્ષ વિરુદ્ધ કાર્ય કરવાની મળી હતી 71 ફરિયાદો

    મંગળવારે કોંગ્રેસની શિસ્ત સમિતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બાલુભાઈ પટેલે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેની માહિતી આપી હતી. ‘

    તેમણે જણાવ્યું હતું કે, “આ વખતે ડિસેમ્બર 2022માં કોંગ્રેસની શિસ્ત સમિતીની પુનઃરચના કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે, જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાં બે મિટીંગોમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.”

    અમુક નેતાઓને માત્ર પત્ર દ્વારા ઠપકો અપાયો

    બાલુભાઈ પટેલે વધુમાં કહ્યું હતું કે, “જે રજુઆતમાં ચકાસણીની જરૂરિયાત છે તેવા 18 અરજદાર તેમજ તેમની સામે રજૂઆત છે તેમને રૂબરૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાંચ અરજીઓ એવી છે જેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંકલિત કરીને નિર્ણય કરશે. સામાન્ય કેસોમાં 8 વ્યક્તિઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 11 અરજીમાં કઈ તથ્ય ન જણાતા રદ કરવામાં આવી છે. અને 4 કેસમાં વધુ અભ્યાસ કરવાનો હોવાથી આગામી મીટીંગ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં