Saturday, April 27, 2024
More
    હોમપેજદેશસ્વતંત્રતા બાદ પ્રથમવાર સુપ્રીમ કોર્ટમાં 3 દલિત જજ: કેન્દ્ર સરકારે કોલેજિયમની ભલામણ...

    સ્વતંત્રતા બાદ પ્રથમવાર સુપ્રીમ કોર્ટમાં 3 દલિત જજ: કેન્દ્ર સરકારે કોલેજિયમની ભલામણ સ્વીકારી, જસ્ટિસ વરાલેને CJI ચંદ્રચૂડે લેવડાવ્યા શપથ

    કોલેજીયમે 19 જાન્યુઆરી 2024ના રોજ જસ્ટિસ વરાલેની સુપ્રીમ કોર્ટમાં નિમણુંક અંગેની ભલામણ કરી હતી, કોલેજીયમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જસ્ટિસ વરાલેએ બોમ્બે હાઈકોર્ટમાં જજ રૂપે ઘણો અનુભવ હાંસલ કર્યો છે.

    - Advertisement -

    ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે ગુરુવારે (25 જાન્યુઆરી, 2024) જસ્ટિસ પ્રસન્ના ભાલચંદ્ર વરાલેને સુપ્રીમ કોર્ટના જજ પદે શપથ લેવડાવ્યા. કેન્દ્ર સરકારે કોલેજિયમની ભલામણને સ્વીકારીને સુપ્રીમ કોર્ટમાં તેમની નિયુક્તિની મંજુરી આપી હતી. ત્યારબાદ જસ્ટિસ સંજય કિશન કૌલની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યાએ જસ્ટિસ વરાલેની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે આઝાદી પછી પહેલી વાર એવું બન્યું છે કે દલિત સમુદાયમાંથી આવતા ત્રણ જજોને સુપ્રીમ કોર્ટમાં સ્થાન આપવામાં આવ્યું હોય.

    આ અંગે માહિતી આપતા કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી, અર્જુન રામ મેઘવાલે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર જણાવ્યું કે, તેઓ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રસન્ના ભાલચંદ્ર વરાલેને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરીને અત્યંત આનંદ અનુભવી રહ્યો છું.

    ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ કોલેજીયમે 19 જાન્યુઆરી 2024ના રોજ જસ્ટિસ વરાલેની સુપ્રીમ કોર્ટમાં નિમણુંક અંગેની ભલામણ કરી હતી, કોલેજીયમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જસ્ટિસ વરાલેએ બોમ્બે હાઈકોર્ટમાં જજ રૂપે ઘણો અનુભવ હાંસલ કર્યો છે અને તેઓ કર્નાટક હાઈકોર્ટમાં પણ ઘણા સમયથી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ દલિત સમુદાયમાંથી આવતા સૌથી વરિષ્ઠ જજ છે. જે પછી એક જ સપ્તાહમાં ભલામણને સ્વીકારતા કેન્દ્રીય કાયદા મંત્રાલયે ચીફ જસ્ટિસ પ્રસન્ના ભાલચંદ્ર વરાલેની નિમણુંકને લીલી ઝંડી આપી દીધી હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ સાથે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 34 થઇ ગઈ છે. જેમાં જસ્ટિસ પ્રસન્ના ભાલચંદ્ર વરાલે સુપ્રીમ કોર્ટમાં દલિત સમુદાયમાંથી આવતા ત્રીજા જજ બન્યા છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સી.ટી. રવિકુમાર પણ દલિત સમુદાયમાંથી આવે છે.

    દલિત સમુદાયમાંથી આવતા જસ્ટિસ પ્રસન્ના.બી. વરાલેનો જન્મ કર્નાટકના નીપાનીમાં થયો હતો. તેઓએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકર મરાઠા યુનિવર્સિટીમાં આર્ટસ અને લોંનો અભ્યાસ કર્યો. જ્યાર બાદ વર્ષ 1985મા વકીલાત શરૂઆત કરતા ક્રિમિનલ અને સિવિલ લોંની પ્રેક્ટીસ શરૂ કરી. તેમણે બોમ્બે હાઈકોર્ટમાંમાં સહાયક સરકારી વકીલ તરીકે પણ કામ કર્યું. જે પછી 18 જુલાઈ 2008ના રોજ બોબ્મે હાઇકોર્ટમાં ન્યાયાધીશ રૂપે નિયુક્ત થયા, અને ત્યાર બાદ 15 ઓક્ટોબર 2022માં રોજ કર્નાટક હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશના પદે તેમની બઢતી કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં