Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટતે રડતો રહ્યો દયાની ભીખ માંગતો રહ્યો, આસામમાં નિષ્ઠુર લોકોએ બીરાજને ઝાડ...

  તે રડતો રહ્યો દયાની ભીખ માંગતો રહ્યો, આસામમાં નિષ્ઠુર લોકોએ બીરાજને ઝાડ સાથે બાંધી ઢોર માર તો માર્યો, ચહેરા પર પેશાબ પણ કર્યો: નિજામુદ્દીન અક્લાસુદ્દીન અને સલમાની ધરપકડ

  લગભગ 2 મિનિટ 20 સેકન્ડનો આ વાયરલ વીડિયો મંગળવારે ટ્વીટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક યુવક અર્ધનગ્ન અવસ્થામાં બંને હાથ ઝાડ સાથે બંધાયેલો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં, લુંગી અને પહેરેલો આરોપી પીડિતને લાકડી વડે ફટકારી રહ્યો છે. આ દરમિયાન પીડિત જોરજોરથી ચીસો પાડે છે.

  - Advertisement -

  આસામના હૈલાકાંડીમાં યુવક પર ક્રુરતા બદલ નિજામુદ્દીન સહીત 3ની ધરપકડ કરવામાં આવી છે, પણ આ ધરપકડ કયા કારણોસર થઇ છે તે જાણીને તમારા પગ તળેથી જમીન ખસી જશે. વાસ્તવમાં આસામના હૈલાકાંડી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ઝાડ સાથે બાંધીને બીરાજ નામના હિંદુ યુવકને માર મારી રહ્યા છે. તેના થોડા સમય બાદ જ યુવકનું મુંડન કરવામાં આવે છે, આ ક્રુરતા હજુ અહી નથી અટકતી પણ એક વ્યક્તિ તેના ચહેરા પર પેશાબ પણ કરે છે.

  પીડામાં કણસતો ચીસો પાડતો યુવક દયાની ભીખ માંગતો જોવા મળે છે, પણ આરોપીઓમાં જરા પણ દયા ભાવ નથી આવતો. ત્યારે આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આસામના હૈલાકાંડીમાં યુવક પર ક્રુરતા બદલ નિજામુદ્દીન સહીત 3ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી તરીકે નિજામુદ્દીન તેના સહયોગીઓમાં અક્લાસુદ્દીન અને સલમા નામની મહિલાનો સમાવેશ થાય છે.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો હૈલાકાંડી જિલ્લાના લાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કૃષ્ણાપુર ગામનો છે. મુખ્ય આરોપી નિઝામુદ્દીન ડ્રગ સ્મગલર હોવાનું કહેવાઈ રહ્યું છે, જેને ભૂતકાળમાં પણ જેલની સજા થઇ ચુકી છે. પીડિત બિરાજ પોલના જણાવ્યા અનુસાર, તે નિઝામુદ્દીનના ઘરે 2,000 રૂપિયા સાથે હેરોઇનના ચાર બોક્સ ખરીદવા ગયો હતો. નિઝામુદ્દીને તેને જાતે બોક્સ ઉપાડવાનું કહ્યું. તથાકથિત રીતે તેણે ચારને બદલે બિરાજે પાંચ પેટી ઉપાડી, જે નિઝામુદ્દીનની માતાએ જોઈ લીધું. જ્યારે બિરાજને લાગ્યું કે તે પકડાઈ ગયો છે, ત્યારે તેણે એક બોક્સ ફેંકી દીધું અને તેને પોતે શોધવાનો ઢોંગ કરતો રહ્યો.

  - Advertisement -

  બિરાજના જણાવ્યા અનુસાર નિઝામુદ્દીને તેની તલાશી લીધી હતી અને બોક્સ ન મળતાં તેને તે દિવસે તો જવા દીધો. પણ બાદમાં નિઝામુદ્દીને પીડિત બિરાજ પોલને સસ્તામાં ડ્રગ્સ આપવાના બહાને અને ક્યારેક વધુ કમિશન આપવાના બહાને ફોન કરવાનું શરૂ કર્યું હતું. બિરાજ તેની વાતોમાં આવીને આરોપીના ઘરે ગયો હતો અને ત્યાં તેની સાથે નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. બિરાજે આરોપ લગાવ્યો હતો કે આરોપી નિઝામુદ્દીને અગાઉ 17 વર્ષીય સગીરને મરવા માટે મજબુર કર્યો હતો. આ સાથે જ તેણે એક પોલીસકર્મીની પણ હત્યા કરી છે.

  આસામના ડીજીપી જી પી સિંહે આ વીડિયોની નોંધ લીધી હતી. મંગળવારે (7 ફેબ્રુઆરી, 2023) તેમણે જણાવ્યું હતું કે હૈલાકાંડી પોલીસે આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. ડીજીપીએ મુખ્ય આરોપીનો નિઝામુદ્દીન તરીકેનો ફોટો પણ શેર કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ બિરાજ પોલના આરોપોની તપાસ કરી રહી છે.

  વાયરલ વિડીયોમાં ક્રૂરતાની તમામ હદો પાર

  લગભગ 2 મિનિટ 20 સેકન્ડનો આ વાયરલ વીડિયો મંગળવારે ટ્વીટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક યુવક અર્ધનગ્ન અવસ્થામાં બંને હાથ ઝાડ સાથે બંધાયેલો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં, લુંગી અને પહેરેલો આરોપી પીડિતને લાકડી વડે ફટકારી રહ્યો છે. આ દરમિયાન પીડિત જોરજોરથી ચીસો પાડે છે. બાદમાં ભોગ બનનારનું મુંડન કરવામાં આવે છે અને તેને ઘૂંટણ પર બેસાડીને લુંગી બાંધેલી વ્યક્તિ તેના ચહેરા પર પેશાબ કરે છે. આ સમય દરમિયાન પીડિત સતત રડતો જોવાં મળે છે.

  આટલું જ નહિ આસામના આ વાયરલ વીડિયોમાં એક મહિલાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે, જે આરોપીઓને રોકવાના બદલે તેમને ઉશ્કેરી રહી છે. આ વીડિયો સ્થળ પર હાજર કોઈ અન્ય વ્યક્તિએ બનાવ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં