Thursday, October 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'વર્ષ 2022 પાછલા ચાર વર્ષ કરતાં વધુ શાંતિપૂર્ણ રહ્યું': J&Kના DGP દિલબાગ...

    ‘વર્ષ 2022 પાછલા ચાર વર્ષ કરતાં વધુ શાંતિપૂર્ણ રહ્યું’: J&Kના DGP દિલબાગ સિંહે 2022ના છેલ્લા દિવસે આખા વર્ષનું સુરક્ષા સરવૈયું આપ્યું

    જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે કે વર્ષ 2022માં 42 વિદેશી (પાકિસ્તાની) આતંકવાદીઓ સહિત કુલ 172 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માહિતી આપવામાં આવી છે કે આ વર્ષે માત્ર 100 ગેરમાર્ગે દોરાયેલા યુવાનો જ આતંકવાદી સંગઠનોમાં જોડાયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 37 ટકા ઓછા છે.

    - Advertisement -

    ગત વર્ષના છેલ્લા દિવસે, શનિવારે તેમના વર્ષના અંતે મીડિયા કોન્ફરન્સમાં, જમ્મુ અને કાશ્મીર ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે પાછલા ચાર વર્ષની સરખામણીમાં 2022 વધુ શાંતિપૂર્ણ હતું. અહીં મીડિયાકર્મીઓને સંબોધતા ડીજીપીએ કહ્યું કે 2022માં માર્યા ગયેલા 186માં 56 વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

    વિગતો આપતા સિંહે જણાવ્યું હતું કે, “વર્ષમાં 100 યુવાનો આતંકવાદમાં જોડાયા હતા, જેમાંથી 17ની ધરપકડ કરવામાં આવી હતી, અન્ય માર્યા ગયા હતા અને માત્ર 18 જ હવે સક્રિય છે. અમે છેલ્લા ચાર વર્ષમાં આટલી ઓછી સ્થાનિક આતંકવાદી ભરતી જોઈ નથી. ઉપરાંત, કુલ 159 આતંકવાદીઓ/ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs)ની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2022માં આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં 14 પોલીસ અને 17 સુરક્ષા દળના જવાનો માર્યા ગયા હતા.”

    જમ્મુ અને કાશ્મીર પોલીસે આપી વિગતવાર માહિતી

    જમ્મુ અને કાશ્મીર પોલીસ અનુસાર આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 93 સફળ એન્કાઉન્ટર થયા હતા. સુરક્ષા દળોએ હાથ ધરેલા ઓપરેશનમાં 172 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 42 આતંકવાદીઓ પાકિસ્તાની હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં સૌથી વધુ 108 આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT) અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે સંકળાયેલા હતા. નોંધનીય છે કે TRF ગ્રુપ LeT સાથે સંકળાયેલું છે.

    - Advertisement -

    જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના 35, હિઝબુલ મુજાહિદ્દીન (HM)ના 22, અલ-બદર અને અંસાર ગઝવા તુલ હિંદ (AGuH)ના 3 આતંકવાદીઓને વર્ષ 2022માં નરકમાં મોકલવામાં આવ્યા છે.

    સુરક્ષા દળોએ આ વર્ષે ઘણા આતંકવાદી ઠેકાણાઓનો પણ પર્દાફાશ કર્યો હતો જ્યાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતા. આપવામાં આવેલી માહિતી અનુસાર, અલગ-અલગ એન્કાઉન્ટરની ઘટનાઓ અને અન્ય આતંકવાદી ઠેકાણાઓ પરથી કુલ 360 પ્રકારના હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. જેમાં 121 AK શ્રેણીની રાઈફલ, 8 M4 કાર્બાઈન અને 231 પિસ્તોલનો સમાવેશ થાય છે. આ સિવાય ઘણા IED, સ્ટીકી બોમ્બ અને ગ્રેનેડ સમયસર મળી આવ્યા અને ઘણા મોટા હુમલા ટળી ગયા.

    આતંકવાદી સંગઠનોમાં જોડાનાર યુવાનોની સંખ્યામાં ઘટાડો

    સુરક્ષા દળોના સફળ આતંકવાદ વિરોધી ઓપરેશનનું પરિણામ એ છે કે આતંકવાદીઓની ભરતીમાં ઘટાડો થયો છે. વર્ષ 2022માં ગુમરાહ થયેલા યુવાનોની આતંકવાદી સંગઠનોમાં જોડાવાની સંખ્યા 100 હતી. 2021ના વર્ષની સરખામણીમાં આતંકવાદી સંગઠનોમાં જોડાનારા સ્થાનિક લોકોની સંખ્યામાં 37 ટકાનો ઘટાડો થયો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આ વર્ષે આતંકવાદી સંગઠનમાં સામેલ થયેલા 65 આતંકવાદીઓ માર્યા ગયા છે જ્યારે 17ની ધરપકડ કરવામાં આવી છે અને 18 હજુ પણ સક્રિય છે.

    ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર છેલ્લા 6 વર્ષમાં એટલે કે વર્ષ 2018માં સૌથી વધુ લોકોની આતંકી સંગઠનોમાં ભરતી કરવામાં આવી હતી. તે વર્ષે કુલ 206 લોકો આતંકવાદી સંગઠનોમાં જોડાયા હતા. ત્યારથી દર વર્ષે આ સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2019માં, આ આંકડો 160થી નીચે હતો, જો કે 2020 માં ફરીથી થોડો વધારો નોંધવામાં આવ્યો હતો, પરંતુ પછીના બે વર્ષ સુધી આ સંખ્યા 150થી નીચે રહી હતી. વર્ષ 2022માં આ આંકડો 100 પર પહોંચી ગયો છે, એટલે કે છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછી સંખ્યામાં સ્થાનિક આતંકવાદીઓ સંગઠનોમાં જોડાયા છે.

    જમ્મુ-કાશ્મીર પોલીસના ADGP વિજય કુમારે માહિતી આપી છે કે “આતંકવાદીઓની સંખ્યા હવે ઘટીને બે આંકડામાં આવી ગઈ છે. હિઝબુલ મુજાહિદ્દીનના વડા ફારૂક નલ્લી અને લશ્કરના કમાન્ડર રિયાઝ સેત્રી સિવાય તમામ આતંકવાદી સંગઠનોના વડાઓ અને ટોચના કમાન્ડર માર્યા ગયા છે. એડીજીપીએ કહ્યું છે કે ફારુક અને રિયાઝને પણ ટૂંક સમયમાં મારી નાખવામાં આવશે.”

    આ સિવાય આ વર્ષે આતંકવાદીઓને મદદ કરનારા 130થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આતંકવાદીઓની સંખ્યા ઓછી રહી છે તેનો રોષ પણ સમયાંતરે ટાર્ગેટ કિલિંગના રૂપમાં સામે આવી રહ્યો છે. તેમ છતાં, જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલા આંકડા દર્શાવે છે કે તે દિવસ દૂર નથી જ્યારે કાશ્મીરમાંથી આતંકવાદને જડમૂળથી ખતમ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં