Monday, October 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ20,000 લોકો અને 100 સિંહોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, અમિત શાહે ₹8000 કરોડના...

    20,000 લોકો અને 100 સિંહોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, અમિત શાહે ₹8000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી: બિપરજોય વાવાઝોડાથી પીડિત લોકોને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે રીવાબા જાડેજા

    અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને બિપરજોયને પહોંચી વળવા 8000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ રકમ ફાયર બ્રિગેડને આધુનિકરણથી લઈને લેન્ડ સ્લાઇડ્સ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખર્ચવામાં આવશે.

    - Advertisement -

    અરબ સાગરમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું બિપરજોય સતત ભારત તરફ આગળ વધી રહ્યુ છે. તોફાનની ગંભીરતા જોઈ ગુજરાત સરકાર દ્વારા તટીય વિસ્તારમાં રહેતા 20 હજાર લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ કુદરતી આફતને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમો ખડે પગે છે. આ બધા વચ્ચે બિપરજોય વાવાઝોડાથી પીડિત લોકોને રીવાબા જાડેજા ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે.

    ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય ગુરુવારે (15 જૂન, 2023) સાંજે ગુજરાતના જખૌ બંદરના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે આ વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા તાજેતરના અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પૂર્વ દિશામાં ગુજરાતના દરિયાઈ તટ તરફ ફંટાયા પહેલા ચક્રવાતી તોફાન બિપરજોયની ગતિમાં થોડો ઘટાડો થયો છે.

    આ પહેલા તેની ઝડપ 167 કિમી પ્રતિ કલાક હતી. પરંતુ હવે ઘટીને તે 157 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે. જ્યારે તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગનું કહેવું છે કે વાવાઝોડાથી ગુજરાતના કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં નુકસાન થવાની શક્યતા છે.

    - Advertisement -

    ગુજરાત સરકારે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાંથી 500, કચ્છમાંથી 6,786, જામનગરના 1500, પોરબંદરના 546, દેવભૂમિ દ્વારકાના 4820, ગીર-સોમનાથના 408, મોરબીના 2000 અને રાજકોટમાંથી 4,031 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. રાહત કેન્દ્રોમાં હાજર લોકોને ભોજન અને દવાઓની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ગીરના જંગલોમાંથી 100 સિંહોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

    કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકની સાથે તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને બિપરજોયને પહોંચી વળવા 8000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ રકમ ફાયર બ્રિગેડને આધુનિકરણથી લઈને લેન્ડ સ્લાઇડ્સ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખર્ચવામાં આવશે.

    બિપરજોય વાવાઝોડાથી પીડિત લોકોને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે રીવાબા જાડેજા

    નોંધનીય છે કે બિપરજોય વાવાઝોડાથી પીડિત લોકોને રીવાબા જાડેજા ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે. જામનગર ઉત્તર ભાગના ભાજપના ધારાસભ્ય રીવાબાએ પોતે ટ્વિટર પર કેટલાક ફોટા શેર કર્યા હતા. આ તસવીરોમાં તેઓ ફૂડ પેકેટ્સ તૈયાર કરતા જોવા મળી રહ્યા છે.

    આ ફોટા શેર કરતા રીવાબાએ લખ્યું કે, “હું અને મારી ટીમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી સેવા સંસ્કૃતિ મુજબ દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. વાવાઝોડા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં કોઇને પણ ખોરાક કે પાણી વગર રહેવું ન પડે તે માટે હું 10 હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરાવી રહી છું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં