Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરમઝાન વચ્ચે સાઉદી અરબમાં મોટો બસ અકસ્માત: ઉમરાહના યાત્રીઓ લઈને મક્કા જતી...

    રમઝાન વચ્ચે સાઉદી અરબમાં મોટો બસ અકસ્માત: ઉમરાહના યાત્રીઓ લઈને મક્કા જતી બસમાં લાગી આગ, 20 ના મોત; મોટાભાગના વિદેશીઓ

    પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે બસ એક ખાનગી કંપનીની હતી જે અસીરમાં 'ડરા શાર' પુલના છેડે ભટકાયા બાદ પલટી ગઈ હતી અને તેમાં ભયંકર આગ લાગી ગઈ હતી.

    - Advertisement -

    સાઉદી અરબમાં ઉમરાહના યાત્રીઓ લઈને મક્કા જતી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં લગભગ 20 જેટલાં યાત્રીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જયારે 29 લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બસમાં મોટાભાગના યાત્રીઓ વિદીશી હોવાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે. દુર્ઘટના દેશના દક્ષીણ-પશ્ચિમી વિસ્તારમાં ઘટી છે. હાલ રમજાન મહિનાને લઈને મોટી સંખ્યામાં મુસ્લિમો હજ અને ઉમરાહ માટે સાઉદી અરબના મકા અને મદીના ખાતે ઉમટી રહ્યા છે.

    મીડિયા અહેવાલો અનુસાર સાઉદી અરબમાં બસમાં આગ લાગવાની ઘટના વખતે બસ એક પુલ સાથે ભટકાઈને પલટી ગઈ હતી. જે પછી તેમાં આગ લાગી ગઈ હતી. આ આગમાં 20 મુસાફરોના મોત નીપજ્યા હતા અને 29 લોકો ગંભીર રીતે દાજી ગયા હતા. આ આખી દુર્ઘટના બસની બ્રેક ફેલ થઈ જવાનાં કારણે થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. અસીર અને અભા શહેરને જોડતા હાઈવે પર મુસાફરોને આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બસમાં સવાર તમામ લોકો ઉમરાહ કરવા મક્કા જઈ રહ્યાં હતા.

    ઘટના બાદ સાઉદી સિવિલ ડીફેન્સ અને રેડ ક્રીસેંટ ઓથોરીટી દુર્ઘટના સ્થળે પહોંચી હતી. અને આખા વિસ્તારને કોર્ડન કરીને વહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. દરમિયાન મૃતકો અને ઘાયલો ને નજીકના હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. રમઝાન મહિનાના કારણે મકા શહેરમાં વિદેશી મુસ્લિમ યાત્રીઓનો ઘસારો વધી જાય છે. આ અકસ્માતનો ભોગ બનનારાઓમાં પણ અનેક લોકો વિદેશી નાગરિક હોવાનું કહેવાઈ રહ્યું છે.

    - Advertisement -

    દુર્ઘટનાગ્રસ્ત વિદેશી યાત્રીઓ કયા દેશના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે બસ એક ખાનગી કંપનીની હતી જે અસીરમાં ‘ડરા શાર’ પુલના છેડે ભટકાયા બાદ પલટી ગઈ હતી અને તેમાં ભયંકર આગ લાગી ગઈ હતી. કેટલાક અહેવાલો અનુસાર ઇજાગ્રસ્તોના પરિવારજનોએ જણાવ્યું હતું કે બસ પુલ સાથે અથડાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. સાઉદી અરબની સ્થાનિક પોલીસે હજી સુધી અકસ્માત અંગે ઔપચારિક નિવેદન જારી કર્યું નથી. હાલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા મુસાફરોને નજીકના હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હોવાના અહેવાલો સામે આવ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં