Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમિશનરીઓના પગપેસારા વચ્ચે વલસાડના ધરમપુરમાં 20 પરિવારોની ઘરવાપસી, 61 જોડાં વિવાહના બંધને...

  મિશનરીઓના પગપેસારા વચ્ચે વલસાડના ધરમપુરમાં 20 પરિવારોની ઘરવાપસી, 61 જોડાં વિવાહના બંધને બંધાયાં

  આદિવાસી સમાજમાં 'ફુલહાર'ની પ્રથા છે. જેમાં છોકરા-છોકરીઓ નાની ઉંમરે એકબીજાને પસંદ કરે છે અને એકબીજાને ફૂલોના હાર પહેરાવીને સાથે રહેવાનું શરૂ કરે છે. તેઓ લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ આર્થિક સંકડામણના કારણે કરી શકતા હોતા નથી. ઘણીવાર તો તેઓને સંતાન હોવા છતાં લગ્ન કરી શકતા નથી.

  - Advertisement -

  અગ્નીવીર સંસ્થા હિન્દુત્વના મુદ્દાઓ પર હમેશા સક્રિય રહી છે, તેમાં લવ જેહાદ, ઘર વાપસી અને ગૌરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓ છે. તેની જ ગુજરાતની પાંખે વલસાડના ધરમપુ ખાતે જનજાતિ સમુદાયના યુગલો માટે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં 61 જેટલા યુગલોએ પવિત્ર અગ્નિને સાક્ષી માનીને લગ્નગ્રંથીમાં જોડાયા હતા, સાથોસાથ આ જ કાર્યક્રમ દરમિયાન 20 જેટલા ઈસાઈ પરિવારોએ ઘર્વાપસી કરીને પુનઃ સનાતન ધર્મ અપનાવ્યો હતો. 

  આ કાર્યક્રમમાં અગ્નીવીર ટીમના અનુસુચિત જનજાતિ વિભાગના પ્રમુખ મહેન્દ્રસિંહ રાજપુરોહિત, નેહાબેન પટેલ, વલસાડની આસ પાસના વિસ્તારોના લોકો તેમજ અગ્નીવીર ગુજરાતની આખી ટીમ એમ મળીને કુલ 10,000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  આ આખો કાર્યક્રમ બે દિવસ માટે યોજવામાં આવ્યો હતો, ગત 25-26 ફેબ્રુઆરી 2023ના રોજ અહિયાં ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તમામ પ્રકારની સગવડો પણ પૂરી પાડવામાં આવી હતી. આ બાબતને લઈને સ્થાનિક આદિવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બે દિવસીય કાર્યક્રમમાં 25મીની રાત્રે મનોરંજનની સાથે સાથે ધાર્મિક જાગરણ, વ્યસન મુક્તિ, મહિલા ઉત્કર્ષ, શિક્ષણ તેમજ આદિવાસી સંસ્કૃતિના ગીતો અને નૃત્યો  અંગેના રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા.  

  - Advertisement -

  બીજા દિવસે તારીખ 26 ફેબ્રુઆરીના રોજ અગ્નિવીર દ્વારા વર-કન્યાને કપડાં, ચપ્પલ, મંગળસૂત્ર વગેરે અર્પણ કરવામાં આવ્યા હતા અને સાથે સાથે કન્યાદાન પણ કરવામાં આવ્યું હતું. નવપરણિત યુગલોને આશીર્વાદ આપવા માટે કપિલ સ્વામીજી સલવાવ, રામ સ્વામીજી સલવાવ અને ગુરુ યોગી રવિનાથજી ઉપસ્થિત રહ્યા હતા. તમામ આદિવાસીઓએ ‘જય શ્રી રામ’ના નારાથી વાતાવરણને સનાતનમય બનાવી દીધું હતું. આવા જ માહોલમાં 20 જેટલા ઈસાઈ પરિવારોએ સનાતન ધર્મ સ્વીકાર્યો હતો.

  મહેન્દ્ર સિંહે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આ આખો વિસ્તાર આદિવાસી બાહુલ છે, અહિયાં જનજાતિ સમુદાયના લોકો આર્થિક રીતે ખુબ જ કમજોર છે, તેનો જ ફાયદો આ ઈસાઈ મિશનરીઓ ઉઠાવે છે. તેઓ લાલચ આપીને આદિવાસીઓનું ધર્મપરિવર્તન કરાવે છે. 

  આદિવાસી સમાજમાં ‘ફુલહાર’ની પ્રથા છે. જેમાં છોકરા-છોકરીઓ નાની ઉંમરે એકબીજાને પસંદ કરે છે અને એકબીજાને ફૂલોના હાર પહેરાવીને સાથે રહેવાનું શરૂ કરે છે. તેઓ લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ આર્થિક સંકડામણના કારણે કરી શકતા હોતા નથી. ઘણીવાર તો તેઓને સંતાન હોવા છતાં લગ્ન કરી શકતા નથી. આ સમય દરમિયાન, ભગવાન ન કરે ને કોઈ એકનું મૃત્યુ થઇ જાય તો તેના અંતિમ સંસ્કાર પહેલા, મૃતદેહને વર કે કન્યાની જેમ શણગારવામાં આવે છે, જે ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્ય બનતું હોય છે. 

  છેલ્લા કેટલાક વર્ષોથી ફુલહાર પરંપરાની આડમાં ખ્રિસ્તી મિશનરીઓ નિર્દોષ આદિવાસીઓને લગ્ન કરાવવાની લાલચ આપી રહ્યા છે. આ જ બહાને તેઓ તેમને ચર્ચમાં લઈ જાય છે અને પછી તેમનું ધર્મપરિવર્તન કરાવે છે. નડગધારી ખાતે એક વિશાળ ચર્ચ બનાવવામાં આવ્યું છે અને મિશનરીઓ ઝડપથી આદિવાસીઓનું ધર્માંતરણ કરી રહ્યા છે.

  આ બધું જોયા બાદ જ અગ્નીવીરની ટીમે આ વિસ્તારમાં સમૂહ લગ્ન કરાવવાની નેમ લીધી હતી. હાલમાં તેમણે 64 યુગલોના લગ્ન કરાવ્યા છે, આગળ જતા આખા વિસ્તારમાં આ રીતનું અભિયાન ચલાવવામાં આવશે, તેવો તેમનો દાવો છે.  

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં