Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'સમાધાન યાત્રા'માં જતા નીતીશ કુમારે 'સમસ્યા' ઉભી કરી: VVIP કાફલાને રસ્તો આપવા...

    ‘સમાધાન યાત્રા’માં જતા નીતીશ કુમારે ‘સમસ્યા’ ઉભી કરી: VVIP કાફલાને રસ્તો આપવા 2 ટ્રેન રોકવામાં આવી, અનેક મુસાફરો ચાલીને જવા મજબુર થયા

    અહેવાલો મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે સમાધાન યાત્રા અંતર્ગત બક્સર પહોંચ્યા હતા. આ દરમિયાન નીતિશ કુમારનો કાફલો પોલીસ લાઇનથી જિલ્લા ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ બન્ને ટ્રેન રોકી દેવામાં આવી હતી.

    - Advertisement -

    બિહાર બક્સરમાં મુખ્યમંત્રી નીતીશ કુમારના VVIP કાફલાને રસ્તો આપવા 2 ટ્રેન રોકવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ ઘટના દરમિયાન બંને ટ્રેનોના મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે માહિતી આપતા એક મુસાફરે જણાવ્યું હતું કે અમારી ટ્રેન રોકી દીધી છે તેથી અમે આગળ પગપાળા જવાનાં છીએ. અમારે દિલદાર નગર જવું છે. હવે આગળ જઈને બીજું વાહન પકડવું પડશે.

    મળતી માહિતી મુજબ “સમાધાન યાત્રા” માટે બિહારના બક્સર પહોંચેલા સીએમ નીતીશ કુમારના VVIP કાફલાને રસ્તો આપવા 2 ટ્રેન રોકવામાં આવી હતી. જેના કારણે મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરીને પગપાળા બક્સર સ્ટેશન જવા લાગ્યા હતા. પટના-બક્સર પેસેન્જર ટ્રેન અને કામાખ્યા દિલ્હી એક્સપ્રેસને નીતીશ કુમારના કાફલાને પાર કરવા માટે ઇટાધી રેલ્વે ગુમતીના બહારના ભાગમાં લગભગ 15 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી.

    અહેવાલો મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે સમાધાન યાત્રા અંતર્ગત બક્સર પહોંચ્યા હતા. આ દરમિયાન નીતિશ કુમારનો કાફલો પોલીસ લાઇનથી જિલ્લા ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ બન્ને ટ્રેન રોકી દેવામાં આવી હતી. સીએમ નીતિશની સમાધાન યાત્રા દરમિયાન તેઓ ચક્કી બ્લોકના હેનવા ગામમાં મહાદલિત વસાહતનું નિરીક્ષણ કરવા આવ્યા હતા.

    - Advertisement -

    ટ્રેન રોકવા બદલ ભાજપની આકરી પ્રતિક્રિયા

    સીએમના કાફલા માટે ટ્રેન રોકવામાં આવ્યા બાદ આ મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે. ટ્રેન રોકવામાં આવ્યા બાદ બક્સરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ નીતીશ કુમાર પર સવાલ ઉઠાવ્યા છે કે કોના આદેશ પર ટ્રેનને રોકવામાં આવી હતી. આ ઉપરાંત તમણે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.

    કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ CM નીતીશ કુમારની બક્સરની મુલાકાતનો થાળી વગાડીને વિરોધ કર્યો હતો. તેમણે પ્રતીકાત્મક રીતે થાળી વગાડીને બિહાર સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે બક્સરમાં લોકોને પરેશાન કરીને નીતિશ કુમાર ત્યાંથી ચાલ્યા ગયા. અહીં તેઓએ ટ્રેન રોકી દીધી અને લોકો કલાકો સુધી જામમાં અટવાયેલા રહ્યા. ઉકેલના નામે તેઓ અશાંતિ ઊભી કરી અને ચાલ્યા ગયા.

    આ નીતીશ કુમાર નહિ ‘સમસ્યા કુમાર’ છે: અશ્વિની ચૌબે

    અશ્વિની ચૌબેએ વધુમાં કહ્યું કે તેઓ વિક્ષેપો ઉભા કરવા આવ્યાં હતા આવ્યા હતા, ઉકેલ લાવવા માટે નહીં. આ નીતિશ કુમાર નથી, આ સમસ્યા કુમાર છે. બીજી તરફ ચૌસા પાવર પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું હતું કે બિહારને આ પ્રોજેક્ટમાંથી 85% પાવર મળશે. તેઓ બિહારના વિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે તેઓ બિહાર સરકારના પગલાંને લઈને પટનામાં જેપીની પ્રતિમા નીચે ગુરુવારે પ્રતિકાત્મક મૌન ઉપવાસ કરશે. વાસ્તવમાં ચૌસા પાવર પ્લાન્ટમાં જમીન સંપાદન થયા બાદ ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે. ગત મંગળવારે મધરાતે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો, જે બાદ રાજકારણ ગરમાયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં