Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિદેશી શો જોવાના અપરાધમાં ઉત્તર કોરિયાએ 2 સગીર વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતર્યા:...

    વિદેશી શો જોવાના અપરાધમાં ઉત્તર કોરિયાએ 2 સગીર વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતર્યા: જાહેરમાં ગોળી મારીને કરી હત્યા

    એક અહેવાલ મુજબ બંને સગીર ઓક્ટોબરની શરૂઆતમાં ઉત્તર કોરિયાના રિયાંગંગ પ્રાંતની એક હાઇસ્કૂલમાં મળ્યા હતા. આ વિસ્તાર ચીનની સરહદને અડીને આવેલો છે. ત્યાં તેમણે ઘણા કોરિયન અને અમેરિકન ડ્રામા શો જોયા હતા.

    - Advertisement -

    ઉત્તર કોરિયા તરફથી ફરી એકવાર ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહીંના શાસક કિમ જોંગ ઉનનો ક્રૂર ચહેરો ફરી એકવાર સામે આવ્યો છે. ડ્રામા જોવા બદલ ઉત્તર કોરિયામાં 2 સગીર વિદ્યાર્થીઓને મોતની સજા આપવામાં આવી છે. હાઇસ્કૂલના આ બન્ને વિદ્યાર્થીઓએ દક્ષિણ કોરિયન ડ્રામા શો ‘કે-ડ્રામા’ (દક્ષિણ કોરિયન મૂવીઝ-વેબ સિરીઝ) જોયો હતો અને તેનું વિતરણ કર્યું હતું. દેશમાં ‘કે-ડ્રામા’ જોવું અને તેનું વિતરણ કરવું ગેરકાયદેસર છે.

    રેડિયો ફ્રી એશિયાના રિપોર્ટ અનુસાર , નોર્થ કોરિયામાં પહેલીવાર આ પ્રકારની સજા આપવામાં આવી છે. જો કે, ડિસેમ્બર 2020 માં ઉત્તર કોરિયાની સરકાર દ્વારા એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેણે K-Drama સહિત દક્ષિણ કોરિયામાંથી રિલીઝ થતી કોઈપણ પ્રકારની ફિલ્મ સાથે સંબંધિત સામગ્રીનો ઉપયોગ કરવો એ જઘન્ય ગુનો બનાવ્યો હતો. તેવામાં હવે પહેલી વાર K-Drama જોવા બદલ ઉત્તર કોરિયામાં 2 સગીર વિદ્યાર્થીઓને મોતની સજા ફટકારવામાં આવી છે. જે સગીર બાળકોની ગોળી મારી હત્યા કરવામાં આવી તેમની ઉંમર 16 થી 17 વર્ષની આસપાસ હોવાનું અનુમાન છે.

    અન્ય એક અહેવાલ મુજબ બંને સગીર ઓક્ટોબરની શરૂઆતમાં ઉત્તર કોરિયાના રિયાંગંગ પ્રાંતની એક હાઇસ્કૂલમાં મળ્યા હતા. આ વિસ્તાર ચીનની સરહદને અડીને આવેલો છે. ત્યાં તેમણે ઘણા કોરિયન અને અમેરિકન ડ્રામા શો જોયા હતા. ઉત્તર કોરિયાની સરકારને આ વાતની જાણ થતાં જ બંને સગીરોને લોકો સામે લાવવામાં આવ્યા અને પછી જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી.

    - Advertisement -

    તો બીજી તરફ સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ અવારનવાર તેના અટપટા અને વિચિત્ર હુકમો માટે ચર્ચામાં રહે છે. હવે બાળકોના નામને લઈને પણ એક ફરમાન આવ્યું છે . આ અંતર્ગત બાળકોના નામ માટે તેવા કોરિયન શબ્દો નક્કી કરવામાં આવ્યા છે જેનો અર્થ બોમ્બ, ગન, સેટેલાઇટ વગેરે થાય છે. એવું કહેવામાં આવ્યું છે કે નાજુક હોવાને બદલે બાળકોના નામ મજબૂત હોવા જોઈએ અને તેમાં દેશભક્તિની ઝલક આવવી જોઈએ.

    બાળકોને ચોંગ ઇલ (બંદૂક), ચુંગ સિમ (વફાદારી), પોક ઇલ (બોમ્બ) અને યુઆઇ સોંગ (ઉપગ્રહ) જેવા નામ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ દક્ષિણ કોરિયામાં લોકપ્રિય નામો જેમ કે એ આરઈ (પ્રેમ કરવા વાળા) અને સુ એમઆઈ (સુપર બ્યુટી) જેવા પ્રચલિત નામો બદલવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે, જે પ્રેમ, સુંદરતા જેવી લાગણીઓની અભિવ્યક્તિ છે. સનકી તાનાશાહ કિમ જોંગ અનુસાર આ બધા નામો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રેરિત છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં