Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિસાવદર: હિંદુ સગીરાના બળાત્કારના કેસમાં અલ્તાફ સહિત 2ને જેલભેગા કરાયા, આપત્તિજનક ફોટા...

    વિસાવદર: હિંદુ સગીરાના બળાત્કારના કેસમાં અલ્તાફ સહિત 2ને જેલભેગા કરાયા, આપત્તિજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું

    પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ બાદ અલ્તાફ જેલમાં ધકેલાયો છે જ્યારે, સગીર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    વિસાવદર બળાત્કાર કેસમાં અલ્તાફ દ્વારા હિંદુ સગીરાના આપત્તિજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરવાના ગુનામાં બંને આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યાં છે. આ ઘટનામાં અલ્તાફે 16 વર્ષીય હિંદુ સગીરાને ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મામલો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનો પણ વચ્ચે પડ્યાં હતાં અને FIR પણ દાખલ કરાવી હતી. ત્યારબાદ બંને આરોપીઓ પકડાઈ ગયા હતા.

    પોલીસે ધરપકડ કર્યા બાદ અલ્તાફને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે તેને જેલમાં ધકેલી દેવાનો આદેશ કર્યો હતો. બીજી તરફ, સગીર સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ અહેવાલો જણાવી રહ્યા છે.

    અહેવાલો અનુસાર વિસાવદર બળાત્કાર કેસમાં અલ્તાફ જાહિદ ભેંસાણના વાઘણીયાનો રહેવાસી છે, જે પીડિતા સાથે જ અભ્યાસ કરતા મુસ્લિમ સગીર યુવક દ્વારા સગીરાના સંપર્કમાં આવ્યો હતો. જે પછી બંને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં રહેતાં હતાં, બંને વચ્ચેની વાતચીત દરમિયાન આરોપી અલ્તાફે યુવતીને વિડીયો કોલ કરવાનું કહીને તેને કપડાં કાઢવાનું કહ્યું હતું અને ત્યારબાદ આપત્તિજનક સ્થિતિમાં તેના સ્ક્રીનશોટ પાડી લીધા હતા. ત્યારબાદ અલ્તાફે વિસાવદર જઈને તેના સબંધીને (પીડિતા સાથે ઓળખ કરાવી આપનાર સગીર) સાથે રાખીને સગીરાને ફોન પર ધમકી આપી બહાર મળવા માટે બોલાવી હતી.

    - Advertisement -

    જે બાદ અલ્તાફે સગીરાને તેના આપત્તિજનક ફોટા બતાવીને બ્લેકમેલિંગ કરી તેના પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તેની સાથે આવેલ મુસ્લિમ સગીરે બાજુમાં ઊભા રહી કોઈ આવે નહીં તેનું ધ્યાન રાખી બળાત્કારમાં મદદગારી કરી હતી. ત્યારબાદ તેણે પણ પીડિતાને શારીરિક સબંધ બાંધવા દબાણ કર્યું હતું પરંતુ તે ત્યાંથી ભાગી છૂટી હતી.

    બનાવ બાદ ગભરાઈ ગયેલી સગીરા ઘરેથી ભાગી ગઈ હતી. ઘણા કલાકો પછી પણ સગીરા ઘરે ન મળતાં તેના પરિજનોએ તપાસ શરૂ કરી હતી. દરમ્યાન, તે નજીકના જંગલ વિસ્તારમાંથી મળી આવી હતી. જે બાદ પરિજનો તેને સાંત્વના આપીને ઘરે લઇ આવ્યા હતા અને પૂછપરછ કરતાં સમગ્ર બનાવની વિગતો સામે આવી હતી. ત્યારબાદ પીડિતાને નજીકની હોસ્પિટલમાં લઇ જઈને દાખલ કરી દેવામાં આવી હતી. બીજી તરફ, મામલાની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ કેસ દાખલ કરીને, તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને પકડી પાડ્યા હતા.

    આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ બાદ અલ્તાફ જેલમાં ધકેલાયો છે જ્યારે, સગીર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં