Tuesday, April 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ1993 મુંબઈ બ્લાસ્ટમાં RDXના લેન્ડીગ પોઈન્ટ રહી ચુકેલા ગોસાબારા બંદર ખાતે માછીમારી...

  1993 મુંબઈ બ્લાસ્ટમાં RDXના લેન્ડીગ પોઈન્ટ રહી ચુકેલા ગોસાબારા બંદર ખાતે માછીમારી પરવાના નથી અપાતા

  પોરબંદર પાસેના ગોસાબારા પોર્ટ પાસે રહેતા મુસ્લિમોએ જાતમૃત્યુની અપીલ ગુજરાત હાઈકોર્ટમાં કરી છે, પરંતુ અહીંનો ગુનાહિત ઈતિહાસ પણ જાણવા જેવો છે.

  - Advertisement -

  ગુજરાતના પોરબંદર જીલ્લાનું ગોસાબારા બંદર ફરી એક વખત ચર્ચામાં છે, 600 જેટલાં મુસ્લિમ માછીમારોની ગુજરાત હાઇકોર્ટમાં વિવાદિત અરજી બાદ ગોસાબારા બંદર ફરી સમાચારપત્રો તેમજ મેઈન સ્ટ્રીમ મીડિયામાં છવાયું છે.

  સભાર : ગુજરાત હાઇકોર્ટ

  ગુજરાત 1600 કિલોમીટર જેટલો દરિયાકિનારો ધરાવે છે, જે દેશમાં સૌથી લાંબો દરિયાઈ તટ છે. લગભગ 30 હજાર કરતાં વધુ બોટ તથા નાનાં જહાજો ગુજરાતના સરકારી ચોપડે નોંધાયેલાં છે.ખુલ્લા દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી સુરક્ષા વિભાગો દ્વારા પડકાર રૂપ હોવા છતાં રાજ્ય તથા રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ ગુજરાતની દરિયાઈ સીમાઓ પર બાજ નજર રાખે છે.

  કાશ્મીર,પંજાબ,રાજસ્થાન તથા અન્ય ભૂ.સરહદીય વિસ્તારોપર ભારતીય સુરક્ષા દળોના સુરક્ષા ઘેરના મજબુત બન્યા બાદ પાકિસ્તાન તથા અન્ય પાડોસી દેશોથી ડ્રગ્સ અને ઘાતક વિસ્ફોટકો અને હથિયારોની સાથેની આતંકવાદી ઘુસપેઠો અશક્ય બનતા છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતના દરિયાઈ વિસ્તારનો ઉપયોગ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ટ્રાન્ઝિટ રૂટ તરીકે કરવાની કોશિશો કરવામાં આવે છે, પરંતુ જાંબાજ ગુજરાત ATS,કોસ્ટગાર્ડ તથા ગુજરાત પોલીસના દિલધડક ઓપરેશન ઘુસપેઠની મેલી મુરાદ પર પાણી ફેરવી દે છે.

  - Advertisement -

  શા માટે ગોસાબારા ખાતે નથી અપાતા માછીમારીના પરવાના?

  પોરબંદર જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્રને કર્લી જળાશય અને આસપાસમાં હોડી મારફતે ફિશિંગ નહિ કરવાના આદેશ આપ્યા છે. પોરબંદરના સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ આ પહેલા પણ વર્ષ 2019માં પણ નવી બંદર ગામ ખાતે ગોસાબારાના લોકોને માછીમારીનો પરવાનો ન આપવા વિવિધ સંસ્થાઓએ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી, સ્થાનીક લોકોની રજૂઆત મુજબ ઝનૂની સ્વભાવ તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવે છે. તેમના વિરૃધ્ધમાં નવીબંદર ખારવા જ્ઞાતિના પ્રમુખ,નવીબંદર ગ્રામ પંચાયતના અગ્રણીઓ બળેજ ના અગ્રણીઓ, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ જીલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.

  1993 મુંબઈ બ્લાસ્ટમાં ગોસાબારા બંદરની ભૂમિકા

  1993 મુંબઈ બ્લાસ્ટના ખોફનાક દ્રશ્યો, તસ્વીર સાભાર : opindia

  દેશના આર્થિક પાટનગર મુંબઈમાં વર્ષ ૧૯૯૩માં શ્રેણીબધ્ધ થયેલા બોમ્બ ધડાકાઓએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. સમગ્ર દેશની તપાસ એજન્સીઓ ધડાકાની તપાસમાં જોતરાઈ ગઈ હતી જેમાં મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં વપરાયેલું આરડીએક્સ અને અન્ય હથિયારો પોરબંદરમાં ગોસાબારા બંદર પર લેન્ડીંગ કરવવવામાં આવ્યા હોવાનું ખૂલ્યું હતું જેનો ગુન્હો પોરબંદરમાં નોંધાયો હતો જેમાં મમુમિંયા પંજુમિંયાનું નામના ઇસમ ની ધરપકડ કરવામાં આવી હતી.

  પોરબંદરના મુસ્લિમ સમાજ વતી અરજી દાખલ કરાઈ

  તાજેતરમાંજ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગોસાબારાના 100 જેટલા મુસ્લિમ પરિવારોના 600 લોકોએ એકસાથે સામુહિક ઈચ્છામૃત્યુ માટેની અરજી કરી છે.ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પોરબંદર જિલ્લાના ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના અલ્લારખ્ખા ઇસ્માઇલ થીમ્મર દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. મુસ્લિમ સમાજના લોકો ગોસાબારા ખાતે માછીમારીના ક્ષેત્ર સાથે જોડાયેલા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં