Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટCAA (નાગરિકતા સુધારા અધિનિયમ) અંતર્ગત પાકિસ્તાનથી આવેલ 17 હિન્દુ શરણાર્થીઓને અમદાવાદ કલેક્ટર...

    CAA (નાગરિકતા સુધારા અધિનિયમ) અંતર્ગત પાકિસ્તાનથી આવેલ 17 હિન્દુ શરણાર્થીઓને અમદાવાદ કલેક્ટર દ્વારા નાગરિકતા પત્ર એનાયત કરાયા

    CAA હેઠળ અમદાવાદ કલેક્ટરે વધુ 17 પાકિસ્તાની હિંદુઓને ભારતનું નાગરીકત્વ આપ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે ગુજરાતમાં પાકિસ્તાની હિંદુઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    અમદાવાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા સુધારા અધિનિયમ અંતર્ગત નાગરિકતાપત્ર એનાયત કરવામાં આવ્યા. આ અવસરે લાભાર્થી સવામલે કલેક્ટર સામે આભરા વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ ભારતમાં આવીને શાંતિનો અનુભવ કરી રહ્યા છે.

    લાભાર્થી શરણાર્થીઓ (ફોટો : દિવ્ય ભાસ્કર)

    અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબધિત પ્રશ્નો પૂછ્યા હતા તથા સાંત્વના આપી હતી. અહીં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓએ નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી તીવ્રતા બદલ લાભાર્થીઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

    અગત્યની બાબત એ છે નાગરિકતા સુધારા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. આ અવસરે અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા અને અગ્રણી મેઘરાજભાઈ તેમજ રાજેશભાઈ મહેશ્વરી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    - Advertisement -

    અત્રે નોંધનીય છે કે, નાગરિકતા એનાયત કરાતા પહેલા રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા (હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) ધર્મના લોકોને નાગરિકતા સુધારા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.

    CAA શું છે?

    નાગરિતા સુધારા અધિનિયમને વધાવતા શરણાર્થીઓ (ફોટો : The Economics Times)

    નાગરિકતા સુધારા અધિનિયમ, 11 ડિસેમ્બર 2019 ના રોજ ભારતની સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. તેણે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના અત્યાચાર પામેલી ધાર્મિક લઘુમતીઓ કે જેઓ ડિસેમ્બર 2014ના અંત પહેલા ભારતમાં આવ્યા હતા હિન્દુઓ, શીખો, બૌદ્ધ, જૈન, પારસી અથવા ખ્રિસ્તીઓ, માટે ભારતીય નાગરિકત્વનો માર્ગ પ્રદાન કરીને નાગરિકતા અધિનિયમ, 1955 માં સુધારો કર્યો હતો. આ કાયદો મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના મુસ્લિમોને આવી યોગ્યતા આપતો નથી.

    આ પહેલા પણ અમદાવાદમા આ અધિનિયમ અંતર્ગત નાગરિકતા આપવામાં આવેલ

    આ પહેલી વાર નથી કે અમદાવાદ કલેક્ટર દ્વારા CAA અંતર્ગત શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી હોય. આ પહેલા 23 ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદમાં 24 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા અપાઈ હતી અને 6 માર્ચ 2022ના રોજ બીજા 41 શરણાર્થીઓને પણ નાગરિકતા મળી હતી.

    2021ના નાગરિકતા પામેલ શરણાર્થીઓ (ફોટો : VTV)
    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં