Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનિકાહની લાલચ આપીને હિંદુ સગીરાને ભગાવી લઇ ગયો હતો મૌલવી, નડિયાદની કોર્ટે...

    નિકાહની લાલચ આપીને હિંદુ સગીરાને ભગાવી લઇ ગયો હતો મૌલવી, નડિયાદની કોર્ટે જેલની સજા ફટકારી: સહયોગી રઝાક પઠાણને પણ સજા

    નિકાહ કરવાની લાલચ આપીને મૌલવી સગીરાને ભગાડી લઇ ગયો હતો, રઝાક પઠાણે પણ મદદ કરી હતી.

    - Advertisement -

    નડિયાદના માતરમાં પાંચ વર્ષ પહેલાં એક હિંદુ સગીરાને લગ્નની લાલચ આપીને ભગાવી લઇ જવાના ગુનામાં એક મૌલવી સહિત બે ગુનેગારોને સ્પેશિયલ કોર્ટે જેલની સજા ફટકારી છે. સગીરાનું અપહરણ કરનાર મૌલવી ઈરફાનમિયાં મલેક અને તેના સહયોગી રઝાક પઠાણ સામે 2017માં FIR દાખલ કરવામાં આવી હતી, જે મામલે કોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો હતો. 

    ગુનાની વિગતો એવી છે કે, મૂળ પેટલાદના સિલવઈનો રહેવાસી અને માતર તાલુકાના દલોલી ખાતે મસ્જિદના મૌલવી તરીકે કામ કરતો ઈરફાન નસીરમિયાં મલેક અને તેનો સહયોગી રજ્જાક ઉર્ફે કિસ્મત શમશેરખાન પઠાણ વર્ષ 2017માં ગામની એક 17 વર્ષની સગીરાને બાઈક ઉપર ઉપાડી ગયા હતા. જે મામલે સગીરાના વાલીની ફરિયાદ પર લીંબાસી પોલીસે પોક્સો, અપહરણ સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

    નિકાહ કરીને ઘરેણાં આપવાની લાલચ આપી હતી

    ગુનો બન્યો તે સમયે પીડિતા સગીર વયની (17 વર્ષ, 5 મહિના) હતી. તેના પિતાએ લીંબાસી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર, 12 જુલાઈ 2017ના રોજ તેમની પુત્રીએ તેમને જણાવ્યું હતું કે તેમના ઘરની નજીક આવેલી મસ્જિદના મૌલવી ઈરફાન મલેક તેને 10-15 દિવસથી ચોકલેટ અને અન્ય ચીજવસ્તુઓ આપતો હતો અને તેની સાથે વાતચીત કરતો હતો. 

    - Advertisement -

    10-15 દિવસ અગાઉ ઇરફાને સગીરાને લગ્ન માટે કહ્યું હતું, જેની ઉપર તેણે ઇનકાર કરતાં મૌલવીએ તેને અવારનવાર ઘરેણાં અને અન્ય ચીજવસ્તુઓની લાલચ આપીને તેને ફોસલાવી હતી. 

    દરમ્યાન, એક સાંજે ઇરફાને સગીરાને બોલાવી હતી અને ત્યારે તે જ ગામનો રઝાક પઠાણ પણ ત્યાં હાજર હતો. મૌલવીએ તેને સગીરાને બામણગામ બસસ્ટેન્ડ સુધી મૂકી જવા માટે કહ્યું હતું. તેણે સગીરાને તેનું લિવિંગ સર્ટી અને પાસપોર્ટ સાઈઝનો ફોટો લઇ આવવા કહેતાં તેણે તે પણ લઇ જઈને મૌલવીને આપી દીધાં હતાં. 

    બીજા દિવસે રઝાકે રિક્ષામાં બેસાડી આપતાં સગીરા બામણગામ બસ સ્ટેન્ડ પહોંચી હતી, જ્યાં ઈરફાન પહેલેથી હાજર હતો. તે પીડિતાને બાઈક પર બેસાડી લઈને જતો હતો ત્યારે તારાપુર ચોકડી નજીક રસ્તે ઉભા રહીને ફોન પર વાતચીત કરી રહ્યો હતો ત્યારે તક જોઈને પીડિતા ભાગી છૂટી હતી અને ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ તેણે માતા-પિતાને સમગ્ર આપવીતી જણાવી હતી.

    માતરમાં સગીરાનું અપહરણ થયાનો મામલો કોર્ટમાં પહોંચતાં મૌલવી સહિતના ગુનેગાર વિરુદ્ધ 9 સાક્ષીઓની જુબાની અને 19 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇ અદાલતે બંને ગુનેગારોને IPC કલમ 363ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ અને દંડ ન ભારે તો વધુ 6 માસની સજા, ઈપીકો 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ, પોક્સોની કલમ 7 સાથે 8 અંતર્ગત નોંધાયેલા ગુનામાં બંનેને 5 વર્ષની કેદ અને 10 હજારનો દંડ ભરવાની સજા સંભળાવી હતી. આ ઉપરાંત કોર્ટે ગુનેગારોને ભોગ બનનાર પરિવારને 30 હજાર રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ પસાર કર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં