Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમકેરળમાં ભાજપા નેતા રણજીતના 15 હત્યારાઓને ફાંસીની સજા: આતંક ફેલાવવા માટે PFI...

    કેરળમાં ભાજપા નેતા રણજીતના 15 હત્યારાઓને ફાંસીની સજા: આતંક ફેલાવવા માટે PFI આતંકવાદીઓએ તેમના પરિવારની સામે જ હથોડી વડે કરી હતી હત્યા

    મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લામાં સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા છે. આરોપીઓને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    કેરળની એક સ્થાનિક અદાલતે ભાજપ નેતા રણજીત શ્રીનિવાસની હત્યામાં આતંકવાદી સંગઠન PFIના 15 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ પહેલા 21 જાન્યુઆરી 2024ના રોજ કોર્ટે તેમને હત્યા અને અન્ય આરોપોમાં દોષિત ઠેરવ્યા હતા. વર્ષ 2021માં, આ અપરાધીઓએ ભાજપના પછાત વર્ગના નેતા શ્રીનિવાસની તેમની પત્ની અને પુત્રીની સામે નિર્દયતાથી હત્યા કરી હતી.

    માવેલિકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ-1ના જજ વીજી શ્રીદેવીએ 30 જાન્યુઆરી, 2024 (મંગળવાર)ના રોજ સજા સંભળાવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લામાં સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા છે. આરોપીઓને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા હતા. કેસની ગંભીરતા પર ભાર મૂકતા, વિરોધી પક્ષે કોર્ટને મહત્તમ સજા આપવા વિનંતી કરી હતી.

    રણજીત શ્રીનિવાસની 19 ડિસેમ્બર 2021ના રોજ તેમના ઘરમાં ઘુસીને તેમના પરિવારના સભ્યોની સામે જ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કેરળના અલપ્પુઝા જિલ્લાની માવેલિકારા કોર્ટે નઈમ, મોહમ્મદ અસલમ, અનૂપ, અજમલ, અબ્દુલ કલામ ઉર્ફે સલામ, અબ્દુલ કલામ, સફરુદ્દીન, મંશાદ, જસીબ રાજા, નવાસ, સમીર, નઝીર, ઝાકિર હુસૈન, શાજી અને શેરનુસ અશરફને હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા.

    - Advertisement -

    આ તમામ અલપ્પુઝાના રહેવાસી છે અને પ્રતિબંધિત ઈસ્લામિક સંગઠન PFI અને તેની રાજકીય પાંખ SDPI સાથે સંકળાયેલા છે. આ દોષિતોમાં, પ્રથમ 8 લોકો રંજીતની હત્યા માટે સીધા દોષિત સાબિત થયા છે. કોર્ટે તેમના પર કલમ ​​302 સહિત વધુ ચાર કલમો લગાવી છે.

    આ કેસમાં પોલીસે આરોપી અનૂપના ફોનમાંથી મળેલી હિટલિસ્ટ કોર્ટ સમક્ષ મૂકી હતી. આ કેસમાં આ એક મોટો પુરાવો બની ગયો. આ હિટલિસ્ટમાં રંજીત શ્રીનિવાસ સહિત 150થી વધુ લોકોના નામ હતા. જેમાં ભાજપ અને હિંદુ સંગઠનોના અનેક નેતાઓના નામ સામેલ હતા. કોર્ટના આ નિર્ણય પર ભાજપે ખુશી વ્યક્ત કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં