Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહનુમાન મંદિરમાં ભજન-આરતીથી કટ્ટર મુસ્લિમોને તકલીફ, ઘણા મહિનાઓથી રચાઈ રહ્યું હતું હિંસાનું...

    હનુમાન મંદિરમાં ભજન-આરતીથી કટ્ટર મુસ્લિમોને તકલીફ, ઘણા મહિનાઓથી રચાઈ રહ્યું હતું હિંસાનું કાવતરું: સ્થાનિક હિંદુઓએ કહ્યું- તહેવાર મનાવવા મુશ્કેલ

    ઓપઇન્ડિયાને મળેલી જાણકારી અનુસાર આ હિંસાનું આયોજન છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવી રહ્યું છે. તેની પાછળ મસ્જિદથી લગભગ 150-200 મીટરના અંતરે આવેલું પ્રાચીન હનુમાન મંદિર આવેલું છે.

    - Advertisement -

    ઝારખંડના પલામુમાં શિવરાત્રી પહેલા થયેલી હિંસા બાદ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અગામી આવી હિંદુ મહા પર્વ માટે બનાવવામાં આવેલા તોરણદ્વારના કારણે આ હિંસા થઈ હતી. પોલીસે આ કેસમાં બે એફઆઈઆર નોંધીને 13 લોકોની ધરપકડ કરી છે. સાથે જ પલામૂ ઝોનલ આઈજી રાજકુમાર લાકરાના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. આમાં ડીસી એ ડોડ, એસપી ચંદન સિન્હા સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા.

    ઝારખંડના પલામુમાં શિવરાત્રી પહેલા હિંસા બાદ 144 લાગુ કરવા પર એસપી ચંદન સિન્હાએ કહ્યું કે, પંકીમાં થયેલી હિંસા મામલે અત્યાર સુધી કુલ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. રમખાણોમાં સામેલ 13 લોકોને ઓળખીને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે 1000 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં 100 નામો સામેલ છે. એસપીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.

    તો બીજી તરફ ઝારખંડના પલામુમાં શિવરાત્રી પહેલા હિંસા પર સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં હંમેશા હિન્દુઓ પર હુમલો કરવામાં આવે છે. તેમના તહેવારોમાં અવરોધ ઉભા કરવામાં આવે છે. એટલું જ નહીં હિંદુઓ જ્યારે અહીં લગ્ન કે અન્ય કોઈ કોઇ કાર્યક્રમ કરે છે ત્યારે મુસ્લિમ પક્ષ દ્વારા કોઇને કોઇ બહાને હંગામો કરવામાં આવે છે. એક તોરણદ્વાર બનાવ્યાં બાદ પણ તેને મસ્જિદની પાસે બનાવવામાં આવ્યું હોવાનું જણાવીને મુસ્લિમોએ તેને તોડીને શિવભક્તોને માર માર્યો હતો.

    - Advertisement -

    પલામૂના એસપી ચંદન સિન્હાએ જણાવ્યું હતું કે શિવરાત્રી માટે શિવરાત્રી સમિતિના સભ્યો મસ્જિદની સામે એક તોરણદ્વાર બનાવવા ગયા હતા. દર વર્ષે તોરણદ્વાર બીજા સ્થળે બનાવવામાં આવતું હતું. એસપીએ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં અરજી કર્યા વગર અને પ્રશાસનની મંજૂરી વગર મસ્જિદની સામે એક તોરણદ્વાર બનાવવામાં આવ્યું હતું. મુસ્લિમો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ પછી હિંસા ફાટી નીકળી હતી.

    ઓપઇન્ડિયાને મળેલી જાણકારી અનુસાર આ હિંસાનું આયોજન છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવી રહ્યું છે. તેની પાછળ મસ્જિદથી લગભગ 150-200 મીટરના અંતરે આવેલું પ્રાચીન હનુમાન મંદિર આવેલું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, મંગળવારે હનુમાન મંદિરમાં ભજન અને આરતીઓ યોજવામાં આવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે હવે પ્રશાસને પણ મંદિરમાં પૂજા કરવાનું બંધ કરાવી દેવામાં આવ્યું છે.

    સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ એક મહિના પહેલા મંદિરમાં ભજન માટે લાઉડસ્પીકર લગાવવામાં આવ્યું હતું. મસ્જિદ સાથે સંકળાયેલા લોકોએ આનો વિરોધ કર્યો હતો. મસ્જિદ સમિતિના લોકો આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. ત્યારબાદ લાઉડસ્પીકરને મંદિરમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. તો બીજી તરફ મસ્જિદમાંથી લાઉડ સ્પીકરના ઊંચા અવાજ સાથે નમાઝ પઢવામાં આવી રહી છે.

    સ્થાનિક લોકોનું કહેવું છે કે મસ્જિદ કમિટીના અધ્યક્ષ અબુ હસન અને પ્રમુખ નેહાલ અંસારીના કહેવાથી હિન્દુઓને હેરાન કરવામાં આવે છે. અબુ હસન પણ ભૂતકાળમાં પ્રમુખ રહી ચૂક્યા છે. આ લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે કે લાઉડસ્પીકરના કારણે તેમને નમાજ અદા કરવામાં તકલીફ પડી રહી છે. જેની ફરિયાદ પરથી હિન્દુ પક્ષને પોલીસ મથકે બોલાવીને હેરાન-પરેશાન કરવામાં આવ્યો હતો.

    પાંકીમાં થયેલી હિંસા પહેલા મુસ્લિમ પક્ષ તરફથી શુક્રવારે એકઠા થવા માટે મેસેજ ફરતા કરવામાં આવી રહ્યા હતા. આ પછી, હિન્દુ બાજુના લોકોએ સાવધ રહેવાનું શરૂ કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ મોટાભાગે ડરના માહોલમાં રહે છે. આ મેસેજ ફરતો થયો હોવાની જાણ થતાં જ તેઓ સતર્ક રહેવા લાગ્યા હતા.

    સ્થાનિક હિંદુઓનું કહેવું છે કે, તોરણદ્વાર ઉપર મસ્જિદમાંથી તેમના પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. એટલું જ નહીં પેટ્રોલ બોમ્બ પણ ફેંકાયા હતા. અને મુસ્લિમ પક્ષે જ આગચંપી કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે મુસ્લિમ પક્ષે તેને હિન્દુઓની સંપત્તિ ગણીને આગ લગાવી હતી. સાથે જ આ પીડિત હિંદુઓનું કહેવું છે કે આ હિંસામાં લગભગ 20 હિંદુઓ ઘાયલ થયા છે.

    એક સ્થાનિક વ્યક્તિએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે આ લોકોને રાજ્ય સરકાર દ્વારા સુસંરક્ષણ આપવામાં આવ્યું છે. આથી આ ઘટનામાં એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હિંદુઓને નિશાન બનાવીને એફઆઈઆરમાં નામ નાખવામાં આવી રહ્યું છે. એફઆઈઆરમાં એવા હિંદુઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જે ઘટના સમયે શહેરમાં જ નહોતા.

    આ ઘટનામાં મુખિયા નેહાલ અંસારી, મોબીન અંસારી, મહેબૂબ આલમ, શહજાદ આલમ, જાહિદ અંસારીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત છત્તીસગઢના બલરામપુરના રહેવાસી રઝીઉલ્લાની પણ પોલીસે ધરપકડ કરી છે. તો બીજી તરફ હિંદુ પક્ષમાં કરણ કુમાર સિંહ, રિતેશ કુમાર સિંહ, સુમિત સિંહ, રોશન કુમાર, દીપક કુમાર, ધનંજય કુમાર ભુનિયા અને મદન રામનો શમાવેશ કરવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે પહેલા એક હિંદુનું માથું ફોડ્યા બાદ અને પછી મસ્જિદમાંથી પત્થર ફેંક્યા બાદ મુસ્લિમોને પીડિત બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ સમગ્ર ઘટનામાં મુસ્લિમોને પીડિત ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે મસ્જિદ અને બે મકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલાક વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા.

    ઓવૈસીએ આટલે ન અટકતા આગળ જણાવ્યું કે મસ્જિદની સામે તોરણદ્વાર ન હતો બનાવવો જોઈતો. તેમણે તેના માટે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે આમાં તોફાનીઓ અને સંઘ પરિવારની જીત થઈ હતી.

    પલામુ હિંસા વિશે જે પ્રકારનું નેરેટીવ ઘડવામાં આવી રહ્યું છે, તેમાં મુસ્લિમોને પીડિત અને પીડિત હિંદુઓને ગુંડા તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે પલામૂના પાંકીના હિંદુઓ મહાશિવરાત્રીની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ચોક પર એક તોરણદ્વાર બનાવ્યો હતો. આ ચોક મસ્જિદની નજીક આવેલો છે.

    જે જામા મસ્જિદને સહયોગથી બનાવવામાં આવી છે, તેના પરથી જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. લોકોનું કહેવું છે કે આ મસ્જીદ વધુ જૂની પણ નથી, અને આસ પાસ મુસ્લિમોની એટલી જનસંખ્યા પણ નથી. જ્યાં મસ્જીદ બનાવવામાં આવી છે તે હિંદુ બહુમત ધરાવતો વિસ્તાર છે. જોકે ઝારખંડમાં આ પ્રકારની હિંસા પ્રથમ વાર નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં