Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમૌલાના નૌમાને મજહબી તાલીમ લેવા આવતા 14 વર્ષના બાળક સાથે કુકર્મ આચરી,...

    મૌલાના નૌમાને મજહબી તાલીમ લેવા આવતા 14 વર્ષના બાળક સાથે કુકર્મ આચરી, પરિજનોને મારી નાખવાની ધમકી પણ આપી: લોકોએ ઢોરમાર મારી પોલીસને સોપ્યો

    ડરેલું ડરેલું બાળક જયારે ભોગ બનીને ઘરે આવ્યું ત્યારે તેના માતા પિતાને શંકા જતા પ્રેમથી બાળકની પૂછપરછ કરી હતી. ઘણા પ્રયાસો બાદ બાળકે બોલવાની હિમ્મત કરી હતી.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના અલીગઢથી મજહબને શર્મસાર કરતી ઘટના સામે આવી રહી છે, જેમાં મદ્રેસાના એક મૌલાનાએ 14 વર્ષના બાળક સાથે કુકર્મ આચર્યું છે. આ બાબતની જાણ બાળકના વાલીને અને વિસ્તારના લોકોને થતા તેને મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ પોલીસમાં સોપી દેવામાં આવ્યો હતો. 

    મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના અલીગઢ જીલ્લાના અરેબિયા મુફાક્તા ઉલૂમ મદરેસામાં બાળકોને મજહબી તાલીમ આપવામાં આવે છે, જ્યાં નૌમાન નામના એક મૌલવી બાળકોને તાલીમ આપે છે. ગત રોજ આ મૌલાનાએ મદ્રેસામાં જ આવતા એક 14 વર્ષના બાળક સાથે કુકર્મ કર્યું હતું. આટલું જ નહીં, પરંતુ જો તે આ બાબતની જાણ ઘરમાં કોઈને કરશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આના કારણે બાળક ખુબ જ ગભરાઈ ગયું હતું. 

    ડરેલું ડરેલું બાળક જયારે ભોગ બનીને ઘરે આવ્યું ત્યારે તેના માતા પિતાને શંકા જતા પ્રેમથી બાળકની પૂછપરછ કરી હતી. ઘણા પ્રયાસો બાદ બાળકે બોલવાની હિમ્મત કરી હતી. જેમાં તેની સાથે થયેલી ઘટના બાબતે જણાવ્યું હતું. વાતની જાણ થતા જ વાલી ગુસ્સે ભરાયા હતા અને મૌલાના સાથે મારપીટ કરી હતી. આ બધું થતા આજુબાજુના લોકો પણ આવીને મૌલાના સાથે મારામારી કરી હતી. ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ પોલીસને બોલાવીને મૌલાનાને પોલીસને સોપી દીધો હતો. 

    - Advertisement -

    મૌલાના વિરોધમાં પુરાવા ભેગા કરવા માટે હાલમાં બાળકની મેડીકલ તપાસ કરવામાં અવી રહી છે. જેના રીપોર્ટથી બાળક સાથે કુકર્મ થયાની પુષ્ટિ થઇ જશે. હાલમાં પોલીસે મૌલાનાની ધરપકડ કરીને તેને જેલના હવાલે કર્યો છે. આ મામલે બાળકના પરિજનોએ મૌલાના પર કેસ નોધાવ્યો છે. તે કેસના આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે. 

    આ કેસમાં એસપી સિટી કુલદીપ સિંહ ગુણવતે જણાવ્યું હતું કે, “પોલીસને ફરિયાદ મળી હતી કે અરબિયા મુફાક્ત ઉલૂમ મદરેસામાં ભણતા બાળક સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ આરોપ મૌલાના નૌમાન પર લગાવવામાં આવ્યો છે, જે મદરેસામાં ભણાવતો હતો. પીડિત વિદ્યાર્થીની પોલીસે મેડિકલ તપાસ હાથ ધરી છે. પીડિતાના સંબંધીઓની ફરિયાદના આધારે આરોપી નૌમાન વિરુદ્ધ તાત્કાલિક કેસ નોંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.પોલીસ આ મામલે જરૂરી કાર્યવાહી કરી રહી છે. “

    આગાઉ પણ મદ્રેસામાં મૌલાના દ્વારા બાળકો સાથે કુકર્મના બનાવો સામે આવતા રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં