Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ14 વર્ષીય બાળકથી શાળામાં ભૂલથી પડી ગઈ કુરાન, માફી માંગવા છતાં મળી...

    14 વર્ષીય બાળકથી શાળામાં ભૂલથી પડી ગઈ કુરાન, માફી માંગવા છતાં મળી રહી છે મારી નાંખવાની ધમકીઓ: નકલ સળગાવાઈ હોવાની ફેલાવાઈ હતી અફવા

    અફવાઓ એવી ફેલાઈ ગઈ કે વિદ્યાર્થીઓએ નકલ બાળી હતી. ત્યારબાદ વાલીઓ અને સ્થાનિક નેતાઓ એકઠા થઇ ગયા અને પોલીસને પણ જાણ કરવામાં આવી તેમજ એક સ્થાનિક મસ્જિદમાં મિટિંગ પણ યોજાઈ હતી. 

    - Advertisement -

    ઇંગ્લેન્ડમાં એક શાળાના કિશોરને ઇસ્લામવાદીઓ જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે. કારણ એટલું જ કે કેટલાક કિશોરોએ ભૂલથી કુરાન નીચે પાડી દીધી હતી. તેને ધમકી મળી રહી હોવાની જાણકારી આ 14 વર્ષીય કિશોરની માતાએ આપી છે. 

    આ મામલો ઇંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયરના વેકફિલ્ડ સ્થિત એક શાળાનો છે. અહીંની કેટલથોર્પ હાઇસ્કુલમાં 10મા ધોરણના અમુક વિદ્યાર્થીઓથી કુરાનની નકલ નીચે પડી ગઈ હતી અને ખૂણાના ભાગે નુકસાન પહોંચ્યું હતું. જેને લઈને હોબાળો મચાવી મૂકવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

    જાણવા મળ્યા અનુસાર આ વિદ્યાર્થીઓ વિડીયો ગેમ રમી રહ્યા હતા. દરમ્યાન, હારેલા ગ્રુપને સજા તરીકે કુરાન લાવવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યાં તેમનાથી કુરાનની નકલ નીચે પડી ગઈ હતી અને થોડુંઘણું નુકસાન પહોંચ્યું હતું. પરંતુ અફવાઓ એવી ફેલાઈ ગઈ કે વિદ્યાર્થીઓએ નકલ બાળી હતી. ત્યારબાદ વાલીઓ અને સ્થાનિક નેતાઓ એકઠા થઇ ગયા અને પોલીસને પણ જાણ કરવામાં આવી તેમજ એક સ્થાનિક મસ્જિદમાં મિટિંગ પણ યોજાઈ હતી. ત્યારબાદ કિશોરને ધમકી મળવાની શરૂ થઇ ગઈ હતી.

    - Advertisement -

    ઘટના બાદ શાળા સંચાલકો દ્વારા ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસને સમગ્ર મામલાની જાણ કરવામાં આવી હતી. 

    દરમ્યાન, જેને ધમકી મળી છે તે 14 વર્ષીય કિશોરની માતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હોવાનું બ્રિટિશ મીડિયાનું કહેવું છે. કિશોરની માતાએ કહ્યું કે, તેમનો પુત્ર મળી રહેલી ધમકીઓથી ખૂબ ડરી ગયો છે અને તેઓ આ કૃત્ય બદલ સ્થાનિક સમુદાયની માફી માંગે છે. 

    કિશોરની માતાએ કહ્યું કે, “તેનો કોઈ મલિન ઈરાદો ન હતો, તે 14 વર્ષનો બાળક છે. તેને આ કર્યાનો ખેદ છે. તેને ધમકીઓ મળી રહી છે, તેને ધમકાવવામાં આવી રહ્યો છે કે જો તે શાળાએ જશે તો તેની સાથે મારપીટ કરવામાં આવશે. તે એકદમ ડરી ગયો છે.” તેમણે આગળ કહ્યું કે, તેમના પુત્રે જે કર્યું તે અપમાજનક હતું પરંતુ તે પાછળ તેનો કોઈ ખોટો ઈરાદો ન હતો અને જે બદલ તેઓ પોતે દિલગીર છે. 

    બીજી તરફ, મામલાની તપાસ કરતા અધિકારીઓએ આ અંગે જણાવ્યું હતું કે, બાળકો ટીખળ કરી રહ્યાં હતાં ત્યારે કુરાનને નજીવું નુકસાન થયું હતું અને કોઈ જાતનો ગુનો બન્યો નથી. પોલીસના શરૂઆતના રિપોર્ટ્સમાં પણ આ જ બાબત સામે આવી હતી. પોલીસે આગળ કહ્યું કે, “અમે આ મામલે કેસ દાખલ કર્યો હતો પરંતુ તપાસમાં સામે આવ્યું છે કે કોઈ ગુનો બન્યો નથી. અમે શાળાના સંપર્કમાં છીએ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.” તેમણે બાળકને મળી રહેલી ધમકીઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે તે વિશે પણ તેમને ખ્યાલ છે અને મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં