Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપુણેથી ધર્માંતરણનો ગંભીર મામલો સામે આવ્યોઃ 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ, ખ્રિસ્તી...

    પુણેથી ધર્માંતરણનો ગંભીર મામલો સામે આવ્યોઃ 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ, ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લાલચ આપી હોવાનો આરોપ

    આલંદી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો પર એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેમના પર આરોપ હતો કે તેમણે નજીકના ઝુપડપટ્ટી વિસ્તારમાં લાલ દ્રાક્ષનો રસ પીવડાવીને લોકોને કહ્યું હતું કે આ ભગવાન ઈસુનું લોહી છે જે પીવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.

    - Advertisement -

    ધર્માંતરણ ભારત માટે ચિંતાનો વિષય રહ્યો છે. હાલમાં જ ગત અઠવાડિયે પુણે સ્થિત આલંદીમાં ગેરકાયદેસર રીતે ધર્માતરણ કરાવવાનો એક વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. હવે તે જ આલંદી ક્ષેત્રના એક ગામમાં ગેરકાયદેસર રીતે ધર્માતરણ કરાવવા બાબતે 14 લોકો પર કેસ નોંધાયો છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર, પુણે શહેરના આલંદી વિસ્તારમાં આવેલ મરકલ ગામમાં કેટલાક લોકો બે ધર્મ વચ્ચે વૈમનસ્ય પૈદા કરી રહ્યા છે અને લોકોના ઘરે જઈને ધર્માંતરણ કરવા માટે ઉશ્કેરી રહ્યા છે. ઉપરાંત અમે તમને વ્યવસાયિક મદદ પણ કરીશું તેવી આર્થિક લાલચો પણ આપી રહ્યા છે તેવું પણ જાણવા મળ્યું હતું. કોઈને પણ કોઈ પણ પ્રકારની લાલચ આપીને ધર્માતરણ કરાવું તે અપરાધ હોવાથી આ મામલે 14 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    આલંદી પોલીસ સ્ટેશનમાં આ કેસના આરોપીઓમાં પ્રદીપ મધુકર વાઘમારે, પ્રશાંત મધુકર વાઘમારે (ઉંમર 30), રૌનક શૈલેષ શિંદે (ઉંમર 18 ), અશોક મુકેશ પાંડે (ઉંમર 19 ), મુકેશ જયકુમાર વિશ્વકર્મા (ઉંમર 25), લક્ષ્મણ કુમારનો સમાવેશ થાય છે. નાયડુ. મ્યુંગી વ્યુંગ વુન (38 વર્ષની ), જ્વેલ વુમન યુન (ઉંમર 36), ઈશા ભાઈસાહેબ સાલ્વે (ઉંમર 19), ત્રણ મહિલા આરોપીઓ અને એક સગીર છોકરા વિરુદ્ધ આઈપીસી કલમ 153 (a),298 અને 34 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે આલંદી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    - Advertisement -

    આ મહિનાની શરુઆતમાં જ આલંદી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો પર એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેમના પર આરોપ હતો કે તેમણે નજીકના ઝુપડપટ્ટી વિસ્તારમાં લાલ દ્રાક્ષનો રસ પીવડાવીને લોકોને કહ્યું હતું કે આ ભગવાન ઈસુનું લોહી છે જે પીવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. 

    તેમણે તેમને ઘરમાંથી ભગવાનોની મૂર્તિઓ-ફોટાઓ દૂર કરવા માટે પણ કહ્યું હતું. આ ફરિયાદ 01 જાન્યુઆરીએ નોંધાઈ હતી. આ મામલે સ્થાનિક સ્તરે ઘણો હંગામો પણ થયો હતો જેમાં હિંદુવાદી સંસ્થાઓએ પ્રતિકાર પણ કર્યો હતો. બીજી તરફ ખ્રિસ્તી ગ્રુપોએ તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે તેવો આરોપ લગાડ્યો હતો. 

    ભારતમાં ધર્માંતરણ વિરોધી કાયદો અમલમાં છે અને કોઈને પણ લોભ-લાલચ આપીને ધર્માંતરણ કરાવવું એ ગુનો બને છે. જોકે, તેમ છતાં બળજબરીથી ધર્માંતરણના કિસ્સાઓ બહાર આવતા રહે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં