Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતવિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે સાણંદમાં આયોજિત ગાયત્રી મહાયજ્ઞનું સમાપન: રાષ્ટ્ર જાગરણ...

    વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે સાણંદમાં આયોજિત ગાયત્રી મહાયજ્ઞનું સમાપન: રાષ્ટ્ર જાગરણ માટેના 108 કુંડને દેશભક્તોના અપાયા હતા નામ

    આ કાર્યક્રમની શરૂઆત 9 સપ્ટેમ્બરે હજારી માતાના મંદિરેથી સાધુ-સંતોને બગીમાં બેસાડીને વાજતે ગાજતે 1008 કળશયાત્રા નીકાળીને કરવામાં આવી હતી. આ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારતમાતા પૂજન પણ કરાયું હતું.

    - Advertisement -

    અમદાવાદના સાણંદમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વિશ્વ કલ્યાણ અને શાંતિ અર્થે 108 કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યજમાનરૂપે અમર જવાનોના કુટુંબીજનોને આમંત્રણ અપાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિશ્વ શાંતિ, દેશની એકતા અને અખંડિતતામાં સૌને સહભાગી કરવાનો હતો.

    અહેવાલો અનુસાર આ કાર્યક્રમની યજ્ઞશાળાનું નામ શ્રી હજારીમાતા યજ્ઞશાળા અને મુખ્ય પ્રવેશદ્વારનું નામ હીરાબા પ્રવેશદ્વાર રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભોજન શાળાનું નામ સંતમુનિદાસજી મહારાજ ભોજનશાળા રાખવામાં આવ્યુ હતું. સાણંદ APMC ખાતે યોજાયેલ કાર્યક્રમના કાર્યાલયનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરાયું હતું. આ કાર્યાલયનું નામ વીર શહિદ મહિપાલસિંહ વાળાના નામથી રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્ર જાગરણના આ કાર્યક્રમમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારના કુલપતિ ડૉ. ચિન્મય પંડ્યા પણ જોડાયા હતા.

    અમદાવાદ જિલ્લાના સાણંદમાં આ ગાયત્રી પરિવાર દ્વારા રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્યવસ્થાના અધ્યક્ષ તરીકે સ્વાતંત્ર્ય સેનાની દશરથ પટેલ અને વ્યવસ્થા વિભાગના મંત્રી સાગરસિંહ વાઘેલા દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત 9 સપ્ટેમ્બરે હજારી માતાના મંદિરેથી સાધુ-સંતોને બગીમાં બેસાડીને વાજતે ગાજતે 1008 કળશયાત્રા નીકાળીને કરવામાં આવી હતી. આ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારતમાતા પૂજન પણ કરાયું હતું.

    - Advertisement -

    સાણંદમાં યોજાયેલ કળશયાત્રાનું નગરજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં જૂનાગઢના જુના અખાડાના ગિરનારી બાપુ, કિન્નર અખાડાના મહામંડલેશ્વર સ્વીટુ માતાજી, માણકોલના સંત જોગીબાબા અને ગાયત્રી મંદિરના સંત સૂર્યાદેવીજી પણ ઉપસ્થિત રહ્યા હતા. 10 સપ્ટેમ્બરે ગાયત્રી મહાયજ્ઞની સાથે ‘નારી તું નારાયણી’ વિષય અંતર્ગત મહિલા સંમેલન યોજાયું હતું. ત્યારબાદ સાંજે દેશભક્તોના નામ રખાયેલ 108 કુંડ પર દીપ પ્રજ્વલિત કરી દીપયજ્ઞ યોજાયો હતો.

    સોમવારે (11 સપ્ટેમ્બર, 2023) ગર્ભ સંસ્કાર અને મંત્રદીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી, કમરબેન શેખ, અમદાવાદ રામકૃષ્ણ મઠના સ્વામી પ્રભુસેવાનંદજી, સંસ્કારધામના પ્રમુખ ડૉ. આર.કે.શાહ, સમન્વય પરિવારના પ્રમુખ રસિકભાઈ ખમાર તેમજ પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    મહત્વનું છે કે, ‘છોડમાં રણછોડ, એક વૃક્ષ એક તરુમિત્ર’ અભિયાન અંતર્ગત 1008 રોપા આપવામાં આવ્યા હતા. બીજી બાજુ ‘આવો ઘડે સંસ્કારવાન પેઢી’ થીમ અંતર્ગત ગર્ભ સંસ્કારનું પણ આયોજન કરાયું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં