Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ300 દિવસ, 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ: અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામની...

    300 દિવસ, 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ: અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ‘શતકોટી અભિયાન’, આપ પણ લઈ શકો છો સંકલ્પમાં ભાગ

    તાજેતરમાં જ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું હતું કે, "14-15 જાન્યુઆરી 2024માં રામ લલાને ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા દેશમાં 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે."

    - Advertisement -

    અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો મહોત્સવ 15 જાન્યુઆરી 2024ના દિને નિર્ધારિત કરવામાં આવ્યો છે. પણ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા આખા દેશમાં “રામ પ્રતિષ્ઠા શતકોટી હનુમાન ચાલીસા અભિયાન” શરું કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા પહેલા આખા દેશમાં 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

    શતકોટી હનુમાન ચાલીસા અભિયાન 21 માર્ચ 2023થી શરુ થઈ ચુક્યું છે. અને આ અભિયાન 15 જાન્યુઆરી 2024 સુધી ચાલશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય દેશમાં સંસ્કૃતિક ચેતના જાગૃત કરવાનો છે. રામ-પ્રાણપ્રતિષ્ઠા એપમાં આ અભિયાન વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ સંકલ્પ પૂર્ણ કરવાવાળા તમામ ભક્તોના નામ અને પાઠની સંખ્યા પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રભુ શ્રી રામના પવન ચરણોમાં અર્પણ કરવામાં આવશે.

    આ સંકલ્પમાં તમામ રામ ભક્તોને પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર પ્રત્યેકદિન હનુમાન ચાલીસાના પાઠનો સંકલ્પ કરીને નિયમિત પાઠ કરવાનું કહેવામાં આવ્યું છે. આ શુભ અહ્વાનમાં તમામ રામભક્ત પોતાની ઈચ્છા અનુસાર હનુમાન ચાલીસના પાઠ કરવાનો સંકલ્પ લઈ શકે છે.

    - Advertisement -

    તાજેતરમાં જ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ જણાવ્યું હતું કે, “14-15 જાન્યુઆરી 2024માં રામ લલાને ગર્ભગૃહમાં વિરાજમાન કરવામાં આવશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પહેલા દેશમાં 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.”

    ઝી ન્યુઝ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “7 મે 2023 સુધીમાં રામ મંદિરની છત બનીને તૈયાર થઇ જશે. આગામી રામનવમી પહેલા પ્રભુ શ્રી રામ પોતાના મૂળ ગર્ભગૃહમાં વિરાજમાન થઈ જશે.” તેમણે એમ પણ જણાવ્યું કે, “રામ મંદિરના ભૂતળનું કાર્ય ડીસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. રામ લલાની મૂર્તિ બાલ્યકાળ (4-5 વર્ષ)ની હશે, અને પાવન મૂર્તિ ઉભેલી અવસ્થામાં હશે.”

    નોંધનીય છે કે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં બની રહેલું ભગવાન રામનું ભવ્ય મંદિર હવે આકાર લઈ રહ્યું છે. રામ મંદિરના પ્રથમ તળનું નિર્માણ 70 ટકા પૂર્ણ થઈ ચુક્યું છે. ગર્ભગૃહનું નિર્માણ પણ વેગથી ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ગર્ભગૃહના ફોટા સામે આવ્યાં હતા. જેના અનુસાર ગર્ભ ગૃહનાં તમામ સ્તંભો ઉભા કરી દેવામાં આવ્યાં છે. અને અન્ય કાર્યો પણ પૂર્ણ વેગથી ચાલી રહ્યાં છે. રામ લલાના દર્શન કરવા માટે ભક્તોએ 32 પગથીયા ચઢવા પડશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં