Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતે 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય...

    ભારતે 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી ખાદ્ય અનાજ સંગ્રહ યોજનાને મંજૂરી આપી

    આ ખાદ્ય અનાજ સંગ્રહ યોજના લાવવાનો ઉદ્દેશ્ય સંગ્રહના અભાવને કારણે અનાજને થતા નુકસાનને ઘટાડવાનો, ખેડૂતો દ્વારા મુશ્કેલીને લીધે થતા વેચાણને રોકવામાં મદદ કરવાનો, આયાત પર નિર્ભરતા ઘટાડવાનો અને ગ્રામીણ ભારતમાં રોજગારીની તકો ઊભી કરવાનો છે.

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે કેબિનેટ બ્રીફિંગ બાદ મીડિયાને જણાવ્યું હતું કે, સરકાર સહકારી મંડળી ક્ષેત્ર હેઠળ વિશ્વની સૌથી મોટી ખાદ્ય અનાજ સંગ્રહ યોજના માટે નીતિ લાવવાની છે. ઠાકુરે પ્રસ્તાવિત યોજનાને સહકારી ક્ષેત્રમાં ‘વિશ્વનો સૌથી મોટો અનાજ સંગ્રહ કાર્યક્રમ’ ગણાવ્યો. સરકાર તેના માટે અંદાજે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરશે, એવી જાહેરાત કરવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર આ યોજના હેઠળ દરેક બ્લોકમાં 2000 ટનની ક્ષમતાનું એક ગોડાઉન બનાવવામાં આવશે. આ માટે આંતર-મંત્રાલય સમિતિની રચના કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ દેશમાં અનાજના સંગ્રહની સુવિધાઓને વિસ્તૃત કરવાની યોજનાનો એક ભાગ છે. આનાથી સહકારી ક્ષેત્રને વેગ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.

    આ કાર્યક્રમનો હેતુ સહકારી ક્ષેત્રમાં ભારતની ખાદ્યાન્ન સંગ્રહ ક્ષમતાને 700 લાખ ટન સુધી વધારવાનો છે. હાલમાં દેશમાં અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા લગભગ 1,450 લાખ ટન છે. આગામી પાંચ વર્ષમાં સ્ટોરેજ 2,150 લાખ ટન સુધી વિસ્તરશે. સહકારી ક્ષેત્રમાં સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે, મંત્રીએ જાહેરાત કરી.

    - Advertisement -

    ઠાકુરે જણાવ્યું હતું કે આ ખાદ્ય અનાજ સંગ્રહ યોજના લાવવાનો ઉદ્દેશ્ય સંગ્રહના અભાવને કારણે અનાજને થતા નુકસાનને ઘટાડવાનો, ખેડૂતો દ્વારા મુશ્કેલીને લીધે થતા વેચાણને રોકવામાં મદદ કરવાનો, આયાત પર નિર્ભરતા ઘટાડવાનો અને ગ્રામીણ ભારતમાં રોજગારીની તકો ઊભી કરવાનો છે.

    ભારતમાં છે 65,000 કૃષિ સહકારી મંડળીઓ

    અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ખાદ્ય અનાજ સંગ્રહ યોજના માટેનું પગલું કૃષિ મંડળીઓ અને ખેડૂતો તેમજ ગ્રાહકો બંને માટે લાભકારક હશે. ખેડૂતો, તેમની ઉપજને સુવિધાઓમાં સંગ્રહિત કરવા ઉપરાંત, આ મંડળીઓ પાસેથી 70% સુધીની લોન પણ મેળવી શકશે. આનાથી પરિવહન ખર્ચમાં નોંધપાત્ર બચત થશે.

    ભારતમાં દર વર્ષે લગભગ 3,100 લાખ ટન અનાજનું ઉત્પાદન થાય છે. દેશની હાલની ગોડાઉન સુવિધાઓ માત્ર 47 ટકા જેટલી જ પેદાશનો સંગ્રહ કરી શકે છે.

    આ જ બ્રીફિંગમાં સિટી ઇન્વેસ્ટમેન્ટ્સ ટુ ઇનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેન – CITIIS 2.0 પ્રોગ્રામ શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં