Monday, May 6, 2024
More
    હોમપેજદેશ'બજરંગબલીની ગદાથી થશે તાલિબાનનો ઈલાજ': રાજસ્થાનના 'યોગી'ને CM યોગીને ગણાવ્યા પોતાના જ...

    ‘બજરંગબલીની ગદાથી થશે તાલિબાનનો ઈલાજ’: રાજસ્થાનના ‘યોગી’ને CM યોગીને ગણાવ્યા પોતાના જ રૂપ, કહ્યું- કન્હૈયા હત્યાકાંડ યુપીમાં થયો હોત તો…

    સીએમ યોગીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે યાદ કરાવ્યું કે કેવી રીતે કન્હૈયા લાલ તેલીની ઉદેપુરમાં હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, "અમારી સરકારમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ આ મુદ્દાનો કોઈ ઉકેલ નહોતી ઈચ્છતી."

    - Advertisement -

    રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પણ બોલબાલા છે. અલવરમાં નાથ સંપ્રદાયના અન્ય એક યોગી છે – બાબા બાલકનાથ. યોગી આદિત્યનાથ બુધવારે (1 નવેમ્બર, 2023) તેમના માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇસ્લામિક કટ્ટરવાદ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તાલિબાનનો ઈલાજ હનુમાનજીની ગદાથી કરવામાં આવશે. તેમણે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા કહ્યું કે આ વખતે જનતા તેમને બરાબરનો પાઠ ભણાવશે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને યોગી આદિત્યનાથ દ્વારા પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર નિશાન સધાયા હતા.

    આ દરમિયાન સીએમ યોગીએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે યાદ કરાવ્યું કે કેવી રીતે કન્હૈયા લાલ તેલીની ઉદયપુરમાં હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, “અમારી સરકારમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસ આ મુદ્દાનો કોઈ ઉકેલ નહોતી ઈચ્છતી. તેમણે કહ્યું કે કાશ્મીરમાં પણ કલમ 370 નાબૂદ કરીને આતંકવાદનો ખાતમો કરવામાં આવ્યો. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે ઇઝરાયેલ પોતાની સુરક્ષા માટે ગણી-ગણીને નિશાન સાધી રહ્યું છે.

    નાથ સંપ્રદાયના બાબા બાલકનાથના પ્રચાર અર્થે પહોચ્યા યોગી આદિત્યનાથ

    તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઇઝરાયેલ ગાઝામાં તાલિબાની માનસિકતાને કચડી નાખવાનું કામ કરી રહ્યું છે, સભ્ય સમાજ માટે આતંકવાદ સૌથી વધુ મોટું કલંક છે. ઉલ્લેખનીય છે કે બાબા બાલકનાથ અલવરના તિજારા વિધાનસભા મત વિસ્તારમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના માટે પ્રચાર કરતી વખતે સીએમ યોગીએ ભાજપ સરકારની યોજનાઓનો ઉલ્લેખ કર્યો અને કોંગ્રેસની સરકારમાં લૂંટ-ફાટને મુદ્દો બનાવ્યો. સીએમ યોગીની હાજરીમાં બાબા બાલકનાથે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

    - Advertisement -

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધતા યોગી આદિત્યનાથે કહ્યું કે, “રાજસ્થાનનું મુખ્યમંત્રી આવાસ હવે ‘ફતવા હાઉસ’ બની ગયું છે, જ્યાંથી સનાતન ધર્મ વિરુદ્ધ એલાનો કરવામાં આવે છે.” તેમણે યાદ અપાવ્યું હતું કે, કેવી રીતે રાજસ્થાનમાં શ્રી રામના જાપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ધાર્મિક કાર્યક્રમો પર કડક કાયદા લાદવામાં આવ્યા હતા. સીએમ યોગીએ સ્પષ્ટ કહ્યું કે, જો કન્હૈયા લાલની હત્યા યુપીમાં થઈ હોત તો હત્યારાઓનું શું થાત તે કહેવાની જરૂર નથી.

    સાથે જ તેમણે ધ્યાન દોર્યું હતું કે રાજસ્થાનમાં ગૌવંશને પણ કેવી રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ભારત એક નવા ભારતનાં સ્વરૂપમાં છે. સીએમ યોગીએ કહ્યું કે, કેવી રીતે બુલડોઝરથી યુપીમાં ગુંડાગીરીનો અંત કરવામાં આવ્યો છે. સાથે જ સીએમ યોગીએ ખાતરી આપી હતી કે રાજસ્થાનમાં પણ ભાજપ સત્તા પર આવતાં જ તમામ ગુંડાઓ તેમના ઘરમાં કેદ થઇ જશે. તેમણે બાબા બાલકનાથને પોતાનું જ સ્વરૂપ ગણાવ્યું અને તેમને ચૂંટી લાવવાની અપીલ કરી હતી. તેમણે તિજારાથી કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખાનનું નામ લીધા વિના તેમના પર પણ નિશાન સાધ્યું હતું. નોંધનીય છે કે બાબા બાલકનાથ પણ એજ નાથ સંપ્રદાયમાંથી આવે છે જેમાંથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવે છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને યોગી આદિત્યનાથ બાલકનાથના જ પ્રચાર પ્રવાસે પહોંચ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં