Monday, September 9, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સ‘રાહુલ ગાંધી અને કોંગ્રેસે કુસ્તીને રાજનીતિનો અખાડો બનાવ્યો’: ઓલિમ્પિક પદક વિજેતા યોગેશ્વર...

    ‘રાહુલ ગાંધી અને કોંગ્રેસે કુસ્તીને રાજનીતિનો અખાડો બનાવ્યો’: ઓલિમ્પિક પદક વિજેતા યોગેશ્વર દત્તનું નિવેદન, કહ્યું- બ્રિજ ભૂષણ સૌને હતા પસંદ

    પહેલવાનો અને કુસ્તી વિશે ચિંતા વ્યક્ત કરતા યોગેશ્વર દત્તે કહ્યું કે, "આ સમગ્ર વિવાદ એક વર્ષથી ચાલી રહ્યો છે અને જેના કારણે કોઈ સ્પર્ધાનું આયોજન થયું નથી. જેના કારણે નુકશાન ફક્ત કુસ્તીનું અને પહેલવાનોનું થઇ રહ્યું છે.

    - Advertisement -

    ઓલિમ્પિક મેડલ વિજેતા અને હાલ ભારતીય જનતા પાર્ટીના નેતા યોગેશ્વર દત્તે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. હાલમાં જ રાહુલ ગાંધી હરિયાણાના ઝજ્જર જિલ્લાના પહેલવાનોને અખાડામાં મળ્યા હતા. પહેલવાનોનાં મુદ્દે રાજનીતિ કરવા પર યોગેશ્વર દત્તે હવે રાહુલ ગાંધીને આડે હાથ લીધા છે. દત્તે કહ્યું કે, “રાહુલ ગાંધીને ત્યારે પહેલવાનોની યાદ આવી જ્યારે વ્રેસ્ટલિંગ ફેડરેશનનો ભંગ થઇ ચૂક્યો છે. ખરેખર તો આ જે પણ ચાલી રહ્યું છે તે બધું કોંગ્રેસ જ કરી રહી છે.”

    તેમણે કહ્યું, “અંદોલનકારી પહેલવાન પણ રેસલર્સ નથી રહ્યા, હવે તેઓ નેતા બની થઇ ગયા છે. તેઓ બધા કોંગ્રેસ સાથે મળીને ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હટાવવા માંગે છે.” બ્રિજ ભૂષણ શરણ સિંઘ પર લાગેલા આરોપ વિશે જણાવતા કહ્યું કે, “તેઓ 11 વર્ષ સુધી વ્રેસ્ટલિંગ ફેડરેશનના અધ્યક્ષ રહ્યા. જ્યાં સુધી પદ પર રહ્યા, ત્યાં સુધી બધા તેમને પસંદ કરતા હતા. હવે જ્યારે બ્રિજ ભૂષણ શરણ સિંઘનો કાર્યકાળ પૂરો થઇ ગયો છે. ત્યારે તેમના પર આરોપ લગાવી રહ્યા છે.”

    અહેવાલો મુજબ યોગેશ્વર દત્તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલી રાજનીતિની વાત કરતા કહ્યું કે, કોંગ્રેસ કુસ્તીના અખાડાને રાજનીતિના અખાડામાં બદલી રહી છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભુપિંદર સિંઘ હુડ્ડા અને તેના પુત્ર દિપંદર સિંઘ હુડ્ડા આ મામલે પહેલેથી જ રાજકીય રોટલા શેકી રહ્યા હતા. યોગેશ્વર દત્તે કહ્યું, “ભારતીય કુસ્તી સંઘની નવી કાર્યકારણી સમિતિ પર પર રોક લગાવી નવી કમિટીની રચના કરી દેવામાં આવી છે. તે છતાંય પહેલવાનો એવોર્ડ પરત કરી રહ્યા છે. હું પૂછવા માંગીશ કે તેઓ શા માટે આવું કરી રહ્યા છે?”

    - Advertisement -

    પહેલવાનો અને કુસ્તી વિશે ચિંતા વ્યક્ત કરતા યોગેશ્વર દત્તે કહ્યું કે, “આ સમગ્ર વિવાદ એક વર્ષથી ચાલી રહ્યો છે અને જેના કારણે કોઈ સ્પર્ધાનું આયોજન થયું નથી. જેના કારણે નુકશાન ફક્ત કુસ્તીનું અને પહેલવાનોનું થઇ રહ્યું છે. જુનિયર ખિલાડીઓની ઉંમર વધી રહી છે અને તેઓ કોઈ સ્પર્ધા રમ્યા વગર જ રમતની બહાર થઇ રહ્યા છે. આ જોતા સૌથી વધુ નુકશાન પહેલવાનોને જ થઈ રહ્યું છે. આ લોકોએ કુસ્તીના અખાડાને રાજનીતિનો અખાડો બનાવી દીધો છે.”

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી બુધવારે (27 ડિસેમ્બર 2023) સવારે હરિયાણાના ઝજ્જર જિલ્લાના છારા ગામમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે અખાડામાં પહેલવાનો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધીએ પહેલવાનો સાથે વાતચીત કરી અને અખાડામાં કસરત પણ કરી. જોકે, જયારે તેઓ બજરંગ પુનિયા સાથે કુસ્તી રમ્યા ત્યારે પહેલવાને તેમને હરાવી દીધા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં