Saturday, September 24, 2022
More
  હોમપેજરાજકારણએક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવનો આરોપ 'કેજરીવાલ પોતાની જ પાર્ટીના લોકોને BJPના નામથી કરાવે...

  એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવનો આરોપ ‘કેજરીવાલ પોતાની જ પાર્ટીના લોકોને BJPના નામથી કરાવે છે ખોટાં ફોન’: મનીષ સિસોદિયાના દાવાનો આડકતરી રીતે રદિયો

  પૂર્વ આપ નેતા પરમજીત કાત્યાલે દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જ આપનેતાઓને ભાજપના નામથી કોલ કરીને બ્લેકમેલ કરાવતા હતા. તેમણે એ પણ ઉમેર્યું કે તેઓએ પોતે પણ અરવિંદ કેજરીવાલના કહેવાથી આવા ખોટા કોલ કાર્ય હતા.

  થોડા દિવસ પહેલા જ દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે ભાજપ દ્વારા તેમને પક્ષ પલટો કરવા માટે લાલચ આપતા પ્રસ્તાવ મોકલવામાં આવી રહ્યા છે. એ જ દરમિયાન આજે પૂર્વ આપનેતા અને રાજકીય એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવે કેજરીવાલ વિષે એક ચોંકાવનારો દાવો કર્યો છે.

  આ આખી ચર્ચા શરૂ થઇ જયારે હરિયાણાના આમ આદમી પાર્ટીના પૂર્વ જનરલ સેક્રેટરી પરમજીત સિંહ કત્યાલનો 2018નો એક વિડીઓ વાઇરલ થયો હતો જેમાં તેમણે દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જ આપનેતાઓને ભાજપના નામથી કોલ કરીને બ્લેકમેલ કરાવતા હતા. તેમણે એ પણ ઉમેર્યું કે તેઓએ પોતે પણ અરવિંદ કેજરીવાલના કહેવાથી આવા ખોટા કોલ કાર્ય હતા.

  પરમજીત કત્યાલ આગળ જણાવે છે કે તેમણે નીતિન ગડકરી અને અરુણ જેટલીના નામનો ઉપયોગ કરીને જીતવાની સંભાવના ધરાવતા આપનેતાઓને કોલ કરીને 35 35 લાખની લાલચ આપી હતી. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે જો કોઈ આપનેતા એ ઓફર સ્વીકારી લેશે તો તેઓ એ પૈસાની વ્યવસ્થા પણ કરી દેશે.

  - Advertisement -

  આ જ વિષયમાં તાજેતરમાં જ આજતક પરની વાતચીતમાં મુખ્ય આરોપકર્તા પરમજીત કત્યાલે પોતાના એ આરોપોને પરીથી તાજા કર્યા હતા અને ફરી આખો ઘટનાક્રમ કેમેરા સામે વર્ણવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તે સમયે તેઓ દેશ બદલી દેવાના જુસ્સામાં એવા ઘલાડૂબ હતા કે કેજરીવાલ એમની પાસે શું કરાવી રહ્યો હતો તેનો તેમને ખ્યાલ જ નહોતો આવ્યો.

  હવે આ જ વીડિયોને ટાંકીને પૂર્વ આપનેતા અને હાલ રાજકીય એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવે પોતાની વાત પણ જોડી છે અને બળતામાં ઘી પૂર્યું છે.

  યોગેન્દ્ર યાદવે કેજરીવાલ વિષે પોતાની વાત મુકતા કહ્યું કે, “પરમજીતજીએ મને 7 વર્ષ પહેલા આ ઘટનાની જાણ કરી હતી. પછી મેં પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે તેમનું નિવેદન સંપૂર્ણપણે સાચું હતું. ડિસેમ્બર 2013માં અરવિંદ કેજરીવાલના આદેશ પર તેમના જ ધારાસભ્યને બીજેપીના નામે ફોન કરવામાં આવ્યા હતા. આવા કૃત્યોને કારણે અમે AAP નેતૃત્વથી મોહભંગ થયા હતા.”

  મનીષ સિસોદિયાનો દાવો કે તેમને પણ BJPએ આપી ઓફર

  અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઈના દરોડા શરૂ થયા બાદ જ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ આ જ યુક્તિનો ઉપયોગ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમને ભાજપ તરફથી સંદેશ મળ્યો છે કે જો તેઓ AAP છોડીને ભાજપમાં જોડાશે તો તેમની સામેના તમામ કેસો ગાયબ થઈ જશે અને તેઓ આ રણનીતિનો ઉપયોગ કરશે. રાજ્યસભાનું નામાંકન આપવામાં આવે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે સિસોદિયાએ ટીખળના મેસેજને ગંભીરતાથી લીધો હશે.

  ભાજપે સિસોદિયાના દાવાને નકારી કાઢ્યો હતો. બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે સિસોદિયા આગામી ચૂંટણી હારી જશે અને 2020ની ચૂંટણીમાં તેઓ માંડ માંડ જીતી શક્યા. આથી ભાજપ તેમને આકર્ષે તેવી કોઈ શક્યતા નથી.

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં